જાણવા જેવું

અંબાલાલ પટેલની આગાહી: નવરાત્રીમાં વરસાદની આગાહી, રાજ્યમાં આ તારીખથી વાતાવરણમાં પલટો આવી શકે

અંબાલાલ પટેલની આગાહી
Written by Gujarat Info Hub

અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો આવી ગયો છે. ગુલાબી ઠંડી સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. તો નવરાત્રી નજીક આવતા ગરબા ના શોખીનો માટે અંબાલાલ ની આગાહી સાભાળીને દુખ લાગી શકે છે. ગુજરાતમાં એક બાજુ વરસાદે વિદાય લીધા પછી આબાલાલ મુજબ હજુ ઓક્ટોમ્બરમાં પણ વરસાદી આગાહી કરવામાં કરવામાં આવી છે. જોકે ઓક્ટોમ્બર મહિનામાં વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. આ વાવાઝોડાની શરૂઆત બંગાળના ઉપસાગરમાં થી થઈ શકે પરંતુ તેની અસર અરબ સાગરમાં થવાની સંભાવના અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી માં સુચવે છે. તો ચાલો જાણિએ વરસાદીની આગાહી વિશે અંબાલાલ પટેલે બીજુ શુ કહ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી

  • રાજયમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા
  • 17-19 ઓક્ટોમ્બરે ઉત્તરીય ભારતમાં ભારે હિમવર્ષા થશે
  • રાજસ્થાન અને ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદ
  • 17-19 ઓક્ટોમ્બર માં નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ જામશે

અંબાલાલ પટેલની આગાહી માં જણાવ્યુ છે કે ભારતના ઉત્તરના ભાગોમાં 16 ઓક્ટોમ્બર પછી ભારે હિમવર્ષા થશે જેના કરાણે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે નવરાત્રી દરમિયાન તારીખ 17 થી 20 ઓક્ટોમ્બરમાં ગુજરાતમાં વરસાદી માહોલ બની શકે છે. જ્યારે તેજ સમયે અરબ સાગરમાં ભારે પવન ફૂકાઈ શકે છે.

નવરાત્રીમાં વરસાદની આગાહી

આ સાથે નવરાત્રીમાં વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, 17થી 20 તારીખમાં ગુજરાતનું હવામાન પલટાવવાની શક્યતા રહેશે જેથી ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 17થી 19માં અરબ સાગરમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરમાં સ્ટ્રોમ બનવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલએ એમ પણ જણાવ્યું કે, સવારે અને રાત્રે ઠંડા પવનો ફંકાઇ રહ્યા છે. એટલે આ વખતે ચોમાસું પાછળ જઇ શકે છે. જેથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનો વહેલા આવી શકે છે. હમણા ગરમીમાંથી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન ઘટતા અને પવન રહેતા ગરમીમાં ઘટાડો થશે. બપોરના ભાગમાં ગરમી રહેશે અને બેવડી ઋતુનો અહેસાસ થશે. જેથી લોકોએ કાળજી રાખવી જોઈએ.

અગત્યની લિન્ક

હોમપેજઅહીં ક્લિક કરો
અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવાઅહીં ક્લિક કરો

આ પણ વાંચો:- ઇઝરાયેલ-હમાસ યુદ્ધની સોનાના ભાવ પર અસર, ચાંદીમાં પણ વધારો, જાણો આજના ભાવ

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment