Ambaji mandir Darshan Samay : અરવલ્લીની ગિરિમાળામાં પ્રકૃતિની ગોદમાં આવેલું માં અંબા નું પ્રાગટ્ય સ્થાન અંબાજી સમગ્ર વિશ્વમાં લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. તારીખ 09/04/2024 અને બુધવાર ના રોજ ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રી નો શુભારંભ થઈ રહ્યો છે.આપણે ત્યાં આસો માસમાં આવતી નવરાત્રી જેટલુજ મહત્વ ચૈત્રી નવરાત્રીનું પણ છે. ભગવાન શિવે તાંડવનૃત્ય કર્યું ત્યારે માતા સતિનું હ્રદય અહી પડયું હતું. એટલે ભારતનાં 51 શક્તિ પીઠ પૈકી અંબાજી મહત્વનું શક્તિ પીઠ ગણાય છે. દર વર્ષે અહી કરોડો શ્રધ્ધાળુંઓ મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
સર્વે મિત્રોને જ્ય અંબે. ચૈત્ર સુદ એકમથી પ્રારંભ થતી નવરાત્રીના પાવન દિવસોમાં મા અંબાની આરાધના અને અનુષ્ઠાનનું ખૂબ મહત્વ છે. અંબાજી મંદિરમાં પણ આ દિવસે ચાલતી પરંપરા મુજબ ઘટ સ્થાપન કરવામાં આવશે. ઘટ સ્થાપનનો સમય સવારે 9: 15 થી 9: 45 કલાકે રાખવામાં આવેલ છે. નવરાત્રી દરમ્યાન અંબાજી મંદિરમાં આરતી અને દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવેલ હોઈ સૌ ભાવિક ભક્તોએ નોધ લેવી.
આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટદાર અંબાજી મંદિર દ્વારા મા અંબાની આરતી અને દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. તે અંગેની જાણ મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર બનાસકાંઠા દ્વારા કરવામાં આવી છે. આપણે ત્યાં આસો સુદ એકમ થી નોમ સુધી નવરાત્રીની જેમજ ચૈત્રી નવરાત્રીમાં મા અંબાની ભક્તિ અને ભાવ પૂર્વક નવ દિવસ વિશેષ પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવે છે. આપણે ત્યાં આસો મહિનામાં આવતી નવરાત્રી ની જેમ જ ચૈત્રી નવરાત્રીનું પણ ખૂબ જ મહત્વ છે.
અંબાજી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં આવેલું આરાસુરી અંબાજી માતાનું મંદિર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મા ના પવિત્ર સ્થાન તરીકે જાણીતું છે. દેશ અને વિદેશ માંથી કરોડો લોકો દર્શનાર્થે ઉમટી પડે છે. અહીં ભાદરવી પૂનમનો મહા મેળો ભરાય છે. અને સતત 15 દિવસ સુધી સમગ્ર ભારતમાંથી પગપાળા યાત્રીઓ અહીં લાખોની સંખ્યામાં આવે છે.
અહી અરવલ્લી પર્વતમાળાનો આરાસુર ડુંગર આવેલ છે. જેને ગબ્બર પણ કહે છે. ગબ્બર પર માતા અંબાની અખંડ જ્યોતનાં દર્શન કરવા પગથિયાં અને ઉડન ખટોલા (રોપવે )ની સગવડ પણ છે. અંબાજીમાં આવતા શ્રધ્ધાળુઓ માટે ભોજન,રહેવાની તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તાજેતરમાં અંબાજી મંદિરને ગબ્બર ફરતે પરિક્રમા માર્ગ પર 51 શક્તિપીઠ ની સ્થાપના કરવામાં આવી છે. અંબાજી દર્શને આવનાર ભાવિક ભક્તો ગબ્બર ઉપર બિરાજમાન માતાજીના અખંડ જ્યોતનાં દર્શન અને 51 શક્તિપીઠોનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અંબાજી ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન સીમાથી નજીક દાંતા તાલુકામાં આવેલું છે. તે જિલ્લા મુખ્ય મથક પાલનપુરથી 65 કિમી અને રાજસ્થાનના આબુરોડ રોડ થી 23 કિમી તેમજ મહેસાણા જિલ્લાના સતલાસણા થી 43 કિમીના અંતરે આવેલું અને હાઈવેથી જોડાયેલું છે. રાજ્ય માર્ગ વાહનવ્યવહાર ડેપો પણ આવેલ હોઈ તમામ મુખ્ય શહેરોથી જોડાયેલું છે. અહી આવવા જવા માટે પુરતા પ્રમાણમાં બસો ઉપલબ્ધ છે. જ્યારે નજીકનું હવાઈ મથક અમદાવાદ 184 કિમી છે. જે હાઈવેથી અંબાજી સાથે જોડાયેલું છે.
Ambaji mandir Darshan Samay
અંબાજી મંદિર દર્શન સમય :
ચૈત્ર સુદ એકમ તારીખ 09/04/2024 બુધવારથી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનો સમય નીચે મુજબ રહેશે.
આરતી સવારે 7.00 થી 7.30
દર્શન સવારે 7:30 થી 11:30
રાજભોગ બપોરે 12:00 કલાકે.
દર્શન બપોરે 12:30 થી 16.30
આરતી સાંજે 19 કલાકથી 1930 દર્શન
દર્શન સાંજે 19.30 થી 21.00
ચૈત્ર સુદ આઠમ તારીખ 16/ 04/2024 ના રોજ આરતી નો સમય સવારે 6:00 કલાકનો રહેશે, જ્યારે ચૈત્ર સુદ પૂનમ તારીખ 23/04/2024 ના રોજ આરતી નો સમય સવારે 6.00 કલાકનો રહેશે ત્યારબાદ તારીખ 10/04/2024 થી આરતીનો સમય સમય રાબેતા મુજબનો રહેશે દૂર દૂરથી આવતા આપ સૌ ભક્તોને દર્શન સમયની જાણકારી મળે અને તેઓ અનુકૂળ આયોજન કરી શકે તે માટે આપ અંબાજી દર્શન સમયની નોધ કરી લેશો.
અગત્યની લિંક :
અંબાજી મંદિર વેબ સાઇટ પર જવા માટે અહી ક્લિક કરો | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |