ખેતી અને પશુ પાલન

MSP Hike For Rabi Crops : ખેડૂતોને મળી દિવાળી ભેટ, ટેકાના ભાવમાં આટલો વધારો, જાણો આખું લીસ્ટ

MSP Hike For Rabi Crops
Written by Gujarat Info Hub

MSP Hike For Rabi Crops : હાલ જ કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ બેઠકનું આયોજન કર્યું હતું. આ કેબિનેટ બેઠકમાં ઘણાબધા અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા, પણ અહી આજે આપણે ખેડૂતો માટે શું નિર્ણય લેવામાં આવ્યો તે વિશે વાત કરવાના છીએ. આ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય ને ખેડૂતો માટે દિવાળી ભેટ કહી શકાય, તો ચાલો આ વિશે વિગતવાર ચર્ચા કરીએ.

રવિ પાકના લઘુતમ ટેકાના ભાવમાં વધારો | MSP Hike For Rabi Crops

આ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે રવી પાકની MSP એટલે કે લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તો ચાલો જોઈએ કે ક્યાં પાકના ટેકાના ભાવમાં કેટલો વધારો થયો છે.

ઘઉંના લઘુતમ ટેકાના ભાવમાં એક ક્વિન્ટલ દીઠ ₹150 નો વધારો કરવામાં આવ્યો છે, પહેલા ઘઉંના લઘુતમ ટેકાના ભાવ ₹2275 હતા જે વધીને હવે ₹2425 થયા છે.

હવે સરસવના ટેકાના ભાવની વાત કરીએ તો સરસવના ટેકાના ભાવમાં ₹300 નો વધારો કરવામાં આવ્યો છે, પહેલા સરસવના લઘુતમ ટેકાના ભાવ ₹5650 હતા જે વધીને હવે ₹5950 થયા છે.

ચણાના લઘુતમ ટેકાના ભાવમાં એક ક્વિન્ટલ દીઠ ₹210 વધારો કરવામાં આવ્યો છે, પહેલા એક ક્વિન્ટલ ચણાના લઘુતમ ટેકાના ભાવ ₹5440 હતા જે વધીને હવે ₹5650 થયા છે.

મસુરના લઘુતમ ટેકાના ભાવમાં એક ક્વિન્ટલ દીઠ ₹275 વધારો કરવામાં આવ્યો છે, પહેલા એક ક્વિન્ટલ મસૂરના લઘુતમ ટેકાના ભાવ ₹6425 હતા જે વધીને હવે ₹6700 થયા છે.

સનફ્લાવરના લઘુતમ ટેકાના ભાવમાં એક ક્વિન્ટલ દીઠ ₹140 વધારો કરવામાં આવ્યો છે, પહેલા એક ક્વિન્ટલ સનફ્લાવરના લઘુતમ ટેકાના ભાવ ₹5800 હતા જે વધીને હવે ₹5940 થયા છે.

આ ઉપરાંત રાયડાના લઘુતમ ટેકાના ભાવમાં પણ પ્રતિ ક્વિન્ટલ દીઠ ₹200 નો વધારો કરવામાં આવ્યો છે.

MSP એટલે શું ?

તમે ઘણા નેતાઓની રેલીમાં સાંભળ્યું હશે કે અમે MSPમા વધારો કરીશું વગેરે. તો જો તમને MSP વિશે ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે MSP નું પૂરું નામ મીનીમમ સપોર્ટ પ્રાઈસ છે, જેનું ગુજરાતી લઘુતમ ટેકાના ભાવ એવું થાય છે. લઘુતમ ટેકાના ભાવ એ સરકારે જે તે પાકની નક્કી કરેલી ઓછામાં ઓછી કિંમત છે. જો કોઈ ખેડૂતને પોતાના પાકનો ભાવ સારો ના મળતો હોય તો તે ખેડૂત પોતાના પાકને સરકારે નક્કી કરેલ ટેકાના ભાવે વેચી શકે છે.

આશા રાખું છે કે તમને આ માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી બની હશે, જો તમારો કોઈ ખેડૂત મિત્ર હોય તો તેને આ કામના સમાચાર જરૂર શેર કરજો તેમજ આવી જ રીતે કામના સમાચાર ની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

About the author

Gujarat Info Hub

Leave a Comment