Pradhan Mantri Mudra Yojana : પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા જરૂરિયાત મંદ લોકો રૂપિયા દડ લાખ સુધીની લોન મેળવી શકે છે, આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે એટલે આ યોજના દ્વારા લોન મેળવવી એ સો ટકા વિશ્વસનીય છે તેથી જો તમે દસ લાખ સુધીની લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારે આ યોજના દ્વારા જ લોન લેવી જોઈએ, એવી લોકો દ્વારા સલાહ આપવામાં આવે છે. તો ચાલો આ યોજના વિશે જાણકારી મેળવીએ.
Pradhan Mantri Mudra Loan Yojana
આ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 08 એપ્રિલ 2015 ના રોજ કરવામાં આવી હતી, આ યોજના દ્વારા નાના વેપારીઓ અને કે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે તેઓને પચાસ હજાર થી દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તો જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો પરંતુ તમારી પાસે પૂરતા પૈસા નથી તો તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા દસ લાખ સુધીની મર્યાદામાં લોન મેળવી શકો છો.
ત્રણ વિકલ્પ આપવામાં આવે છે
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં લોનની રકમ આધારે લોનના ત્રણ પ્રકાર પડે છે, આ ત્રણ પ્રકારની માહિતી નીચે પ્રમાણે છે.
- જો તમે પચાસ હજાર રૂપિયા સુધીની લોન લેવા ઈચ્છો છો તો તમારે શિશુ લોનમાં અરજી કરવાની રહેશે.
- જો તમે પચાસ હજાર રૂપિયા થી પાંચ લાખ રૂપિયા સુધીની લોન લેવા ઈચ્છો છો તો તમારે કિશોર લોનમાં અરજી કરવાની રહેશે.
- જો તમે પાંચ લાખ રૂપિયા થી દસ લાખ રૂપિયાની લોન લેવા ઈચ્છો છો તો તમારે તરુણ લોનમાં અરજી કરવાની રહેશે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે જરૂરી દસ્તાવેજની યાદી
- લોન લેનારનું આધાર કાર્ડ
- પાનકાર્ડ
- રહેઠાણ નો પુરાવો જેમ કે રાશન કરે, લાઈટ બીલ, ચૂંટણી કાર્ડ વગેરે માંથી કોઈ એક
- આવકનો દાખલો
- બેંક એકાઉન્ટ
આ ઉપરાંત વધારાની માહિતી માટે આ યોજનાની સતાવાર વેબસાઈટ માંથી મેળવી શકો છો.
How to Apply Online for Loan under PM Mudra Loan Yojana 2024?
- આ યોજના દ્વારા લોન લેવા ઈચ્છતા વ્યક્તિએ સૌ પ્રથમ https://www.mudra.org.in/ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- અહી આ વેબસાઈટ પર તમને ઉપર જણાવેલા ત્રણ વિકલ્પ જોવા મળશે… શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન
- તમે જે પ્રકારની લોન લેવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો
- હવે તમારે સામે એપ્લિકેશન ફોર્મ ખુલી જશે.
- આ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે.
- હવે આ ફોર્મમાં જરૂરી વિગતો ભરી દેવાની છે અને જરૂરી દસ્તાવેજ જોડવાના થશે.
- હવે આ ફોર્મ તમારે તમારી નજીકની બેંકમાં જમા કરવાનું થશે.
- બેંક તમારી અરજીની તપાસણી કરશે અને ત્યારબાદ જો તમારી અરજી મંજૂર થાય તો તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકશન કરવામાં આવશે.
- આ પ્રક્રિયા માંથી પસાર થયા બાદ તમે અરજી કરેલ લોનની રકમ તમારા ખાતામાં આવી જશે.
ખાસ નોંધ : આ યોજના દ્વારા જ્યારે તમે તમારી નજીકની બેંક પર અરજી કરવા જાઓ છો ત્યારે ત્યાંથી આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લેવી, ત્યારબાદ જ આગળનો નિર્ણય કરવો.