ગુજરાતી ન્યૂઝ

Gujarat 11th chintan shibir: ગુજરાતના સરકારી કર્મચારીઓને ફરજિયાત હાજરી આપવી પડશે, રજા માટે ખાસ મંજૂરી લેવી પડશે

Gujarat 11th chintan shibir
Written by Gujarat Info Hub

Gujarat 11th chintan shibir: જો તમને ખ્યાલ ન હોય તો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા 11 મુ ચિંતન શિબિરનું આયોજન 21 નવેમ્બર થી 23 નવેમ્બર સુધી રાખેલું છે. આ ચિંતન શિબિર ગુજરાત સરકાર માટે ખૂબ જ મહત્વનું છે તેથી આ શિબિરમાં ગુજરાતના અધિકારીઓ જેમ કે મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓ સામેલ રહેવા જણાવવામાં આવ્યું છે.

ફરજિયાત હાજરી આપવી પડશે | Gujarat 11th chintan shibir

આ શિબિર ગુજરાત સરકાર માટે ખૂબ જ મહત્વનું હોવાથી ગુજરાત સરકાર દ્વારા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે જેના પણ નામ મોકલવામાં આવ્યા છે તેઓ એ ફરજિયાત આ શિબિરમાં હજાર રહેવાનું છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કોઈ અધિકારી પોતાની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને મોકલી નહીં શકે અને જો કોઈ સરકારી અધિકારી કોઈ કારણ સર હાજર ન રહી શકે તો તે માટે પૂર્વ મંજૂરી મેળવવી પડશે, આ મંજૂરી રાજ્યના ચીફ સેક્રેટરી પાસે પૂર્વ મંજૂરી લેવી પડશે. મંજૂરી મળ્યા બાદ જ અધિકારીઓ રજા રાખી શકશે.

આ મહાનુભાવો હાજર રહેશે

આ ચિંતન શિબિરમાં ઘણા મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેની યાદી નીચે મુજબ છે.

  • મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા
  • સલાહકાર એસ.એસ. રાઠોડ
  • મુખ્ય સચિવ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયના ત્રણ મહત્વપૂર્ણ આઈએએસ અધિકારી પંકજ જોષી, મનોજકુમાર દાસ અને અવંતિકા સિંઘ

આ ચિંતન શિબિરમાં હાજર રહેનારા અધિકારીઓ તેમજ મંત્રીઓની રજીસ્ટ્રેશન વખતે જરૂરી તમામ માહિતી લઈ લેવામાં આવી છે જેમ કે વ્યવસાયિક માહિતી, નામ, હોદ્દો, મોબાઇલ નંબર, કચેરીનું નામ, ફોન નંબર અને ઇમેઇલ વગેરે વગેરે…

અવર જવર માટે વાહનની વ્યવસ્થા

આ ચિંતન શિબિરમાં જેટલા મંત્રીઓ કે અધિકારીઓના નામ હાજરી માટે લેવામાં આવ્યા છે તેઓ માટે આ ચિંતન શિબિરમાં પહોંચવા માટે ખાસ ટ્રેન ની વ્યવસ્થા કરવામાં આવી છે, આ ટ્રેન અમદાવાદ-ગાંધીનગરથી સોમનાથ જશે આ ઉપરાંત અન્ય વાહનની પણ સુવિધા કરવામાં આવી છે પણ હજુ સુધી તે વિશેની માહિતી આપવામાં આવી નથી.

તો ઉપર જણાવ્યું તે મુજબ આ શિબિરમાં હજાર થવા માટે જે પણ સરકારી અધિકારીઓના નામ લેવામાં આવ્યા છે તેઓને ફરજિયાત હાજરી આપવી પડશે ઉપરાંત કોઈ ખાસ કિસ્સામાં હાજરી આપી શકે તેમ નથી તો તેને ખાસ મંજૂરી લેવી પડશે.

આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો તમારા સરકારી કર્મચારીઓને આ લેખ શેર કરજો તેમજ આવી જ રીતે કામના સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

About the author

Gujarat Info Hub

Leave a Comment