Trending ગુજરાતી ન્યૂઝ

family pension rules in gujarat: શું દીકરીને પિતાના પેન્શન પર હક મળે છે, જાણો નિયમો શું કહે છે

family pension rules in gujarat
Written by Gujarat Info Hub

family pension rules in gujarat : જ્યારે કોઈ સરકારી કર્મચારી પોતાની ફરજ દરમ્યાન અવસાન પામે છે ત્યારે અવસાન પામનાર સરકારી કર્મચારીના પરિવારને આર્થિક સહાય રૂપે પેન્શન આપવામાં આવે છે. આ પ્રકારે મળતા પેન્શનને ફેમિલી પેન્શન કહે છે. તો ચાલો જાણીએ કે આ ફેમિલી પેન્શનમાં દીકરીને હક મળે છે કે કેમ…

ફેમિલી પેન્શન માટે કોણ હકદાર બને છે ?

જ્યારે કોઈ સરકારી કર્મચારી પોતાની ફરજ દરમ્યાન અવસાન પામે છે તો અવસાન પામનાર સરકારી કર્મચારીના જીવનસાથી, તેના બાળકો, તેમના માતા પિતા અને તેમના વિકલાંગ ભાઈ બહેન ફેમિલી પેન્શન માટે હકદાર બને છે.

દીકરી માટે ફેમિલી પેન્શનના નિયમો | family pension rules in gujarat

  • જો અવસાન પામનાર સરકારી કર્મચારીની દીકરીના છૂટા છેડા થઈ ગયેલ છે અથવા વિધવા હોય તો તે દીકરી ફેમિલી પેન્શન માટે હકદાર બને છે.
  • દીકરી જ્યાં સુધી લગ્ન ન કરે અથવા નોકરી ન મેળવે ત્યાં સુધી તે ફેમિલી પેન્શન માટે હકદાર છે.
  • જ્યાં સુધી દીકરી શારીરિક કે માનસિક વિકલાંગ હોય ત્યાં સુધી દીકરી ફેમિલી પેન્શન માટે હકદાર છે.

આવા સંજોગોમાં દીકરી આજીવન ફેમિલી પેન્શન માટે હકદાર છે.

  • જો અવસાન પામનાર સરકારી કર્મચારીએ ફોર્મ 4 માં તેની દીકરીનું નામ દર્શાવેલ છે તો દીકરી આજીવન ફેમિલી પેન્શન માટે હકદાર બને છે.
  • જો દીકરી શારીરિક કે માનસિક વિકલાંગ હોય તો તે આજીવન ફેમિલી પેન્શન માટે હકદાર બને છે.
  • જો દીકરી અપરણિત જ રહે છે અને કોઈ નોકરી નથી કરતી અથવા છુટા છેડા થાય અને પુનઃ લગ્ન નથી કરતી અથવા વિધવા છે અને બીજા લગ્ન નથી કરતી તો તે દીકરી આ જીવન ફેમિલી પેન્શન માટે હકદાર બને છે.

અન્ય નિયમો

  • જો દીકરીના માતા પિતાના છુટા છેડા થઈ ગયા છે અને ત્યારબાદ અવસાન પામે છે તો પણ તેની દીકરીને નિયમો અનુસાર ફેમિલી પેન્શન મળવા પાત્ર થાય છે.
  • જો માતા અને પિતા બંને સરકારી નોકરી કરતા હોય અને બંને અવસાન પામે છે તો તેની દીકરી બંનેના પેન્શન માટે હકદાર બને છે પણ આ પેન્શનની રકમ 1,25,000 થી વધવી ના જોઈએ.

આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો ખાસ કરીને તમારી મહિલા મિત્રોને આ માહિતી જરૂર શેર કરજો જેથી તેઓ આ નિયમો જાણે અને પોતાના હકો વિશે જાણકારી મેળવે અને આવી જ રીતે કામના સરકારી સમાચાર વિશે માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

About the author

Gujarat Info Hub

Leave a Comment