અંબાજી મંદિર દર્શન સમય: બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી મંદિર મા અંબાજી નું 51 શક્તિ પીઠ પૈકીનું ખૂબ મહત્વ ધરાવતું પવિત્ર પ્રાચીન શક્તિપીઠ છે . માત્ર ગુજરાતનું જ નહી પરંતુ સમગ્ર વિશ્વના હિન્દુઓનું પવિત્ર અને આસ્થાનું યાત્રા ધામ છે . જે સમુદ્રની સપાટીથી અંદાજે 1600 ફૂટ ઊંચાઈ પર આવેલું છે . અંબાજી સરસ્વતી નદીના કિનારે અરવલ્લી ની ટેકરીઓમાં આબુરોડ નજીક આવેલું છે . આબુ રોડ થી 20 કિમી અને પાલનપુર થી 58 કિમી ઇડર થી 74 કિમી અને અમદાવાદ થી 185 કિમી સડક માર્ગથી જોડાયેલું છે . અંબાજીને હવાઈ માર્ગથી જોડવાની શકયતાઓ પણ વિચારણા હેઠળ છે .
મહાદેવ શિવે તાંડવ કર્યું ત્યારે સતીનું હ્રદય અહી પડયું હતું. તેથી અંબાજી શક્તિપીઠ બધા શક્તિપીઠોમાં મહત્વનું ગણાય છે . આરાસુરી અંબાજી મંદિરમાં કોઈ મૂર્તિ કે છબીની નહી પરંતુ વિસાયંત્રની પૂજા કરવામાં આવે છે . આ વિસા યંત્રને એ રીતે પૂજારી દ્વારા વાઘા અને આભૂષણ પહેરાવવામાં આવે છે કે દર્શન કરનારને માની મુર્તિનાં દર્શન નો અહેસાસ થાય છે .આ પવિત્ર વિસાયંત્ર ને સીધેસીધું જોઈ શકાતું નથી. પૂજારી પણ પુજા કરતી વખતે પોતાની આંખે પાટા બાંધી દે છે. વિસા યંત્રના ફોટા પણ પાડવાની મનાઈ હોય છે . દર મહિનાની આઠમના દિવસે વિશેષ પુજા કરવામાં આવે છે . અંબાજી મંદિર ખૂબ કલાત્મક કોતરણી વડે બનાવવામાં આવ્યું છે .હાલમાં શ્રધ્ધાળુ દાતાઓના સુવર્ણ દાન થકી મંદિરને સોનાના પતરા વડે મઢવામાં આવી રહ્યું છે . આગળના ભાગમાં ચાચર ચોક છે .
અંબાજી ગબ્બર :
મા અંબાનું નું મુખ્ય સ્થાનક અરવલ્લી રેન્જના અંબાજી ગબ્બર પર્વત પર આવેલું છે અંબાજી મંદિર ગબ્બર સુધી જવા માટે 999 પગથિયાં ચડીને મા અંબાજીના મંદિર સુધી જઈ શકાય છે . વચ્ચે અમુક અંતરે વિસામા અને પીવાનું પાણી ચા નાસ્તા વગેરેની સુવિધા મળી રહે છે . પગથિયાં પણ ખૂબ સારાં છે . રોપ વે (ઉડન ખટોલા ) ની સુવિધા છે . અંબાજી ગબ્બર પર્વતને ફરતાં 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ પણ દર્શનીય છે . અહી દૂર દૂર થી સમગ્ર ભારતભર માંથી શ્રધ્ધાળુઓ આવે છે . પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શને આવે છે .
ભાદરવી પૂનમનો મેળો અંબાજી
ભાદરવી પુનમનો મેળો ભારતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાં ગણાય છે. ભાદરવા સુદ અગિયારસ થી પુનમ સુધીનો હોય છે લોકો દૂર દૂરથી પગપાળા માતાના દર્શને આવે છે .જેમાં રથ લઈને કે દંતવત કરતા કરતા કેટલાય શ્રાદ્ધધુઓ માતાના ગરબા અને જ્ય બોલાવતા આવે છે . સેંકડો કિલોમીટર સુધી રસ્તાઓ ભક્તિ ભાવ થી છલકી ઊઠે છે . રસ્તાઓ ઉપર શ્રધ્ધાળુઓ દાતાઓ અને વિવિધ સેવાભાવી સંગઠનો 24 કલાક સેવા કેમ્પો કરીને મફતમાં શ્રધ્ધાળુઓને ભોજન વિશ્રામ અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને બનાસકાંઠા પોલીસ સ્ટેન્ડ બાય રહી ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખૂબ ભક્તિભાવ અને શ્રધ્ધાપૂર્વક સંપન્ન થાય તે માટે અજોડ સેવાઓ આપે છે .
51 શક્તિપીઠ પરિક્રમા :
- અંબાજી ગબ્બર ખાતે 51 શક્તપીઠ દર્શન પરિક્રમા
- શક્તિપીઠના મંદીર : 48
- શક્તિપીઠની ગુફા 3
- અંબાજી પરિક્રમા પથ : 2850 મીટર, 1950 પગથિયાં.
- શક્તિપીઠ સંકુલની સંખ્યા : 3
- વિશ્રામ સ્થળની સંખ્યા : 12
અંબાજી નજીક માનસરોવર આવેલું છે .ત્યાં ભગવાન કૃષ્ણની ચૌલ ક્રીયા કરવામાં આવેલી હોવાનું મનાય છે . અહી કોટેશ્વર અને કુંભારીયાનાં આરસનાં કલાત્મક જૈન મંદિરો આવેલાં છે .
અંબાજી મંદિર નો વહીવટ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે . જેના વહીવટદાર અધિકારી તરીકે કલેક્ટર ને નિમવામાં આવેલ છે .
અંબાજી Ambaji ખાતે ઘણાં ગેસ્ટ હાઉસ ,વિવિધ સમાજોની ધર્મશાળાઓ અને સરકારી રેસ્ટહાઉસ તેમજ હોસ્પિટલ અને વાહન વ્યવહારની સુવિધાઓ પણ ખૂબ સારી છે .
અંબાજી મંદિર દર્શન સમય :
30/10/2022 થી આરતી અંબાજી મંદિર દર્શન સમય ( Ambaji Mandir Darshan Time ) તારીખ 23/09/23 થી લઈને 29/09/23 (ભાદરવી પુનમ) સુધીનો દર્શન અને આરતીનો સમય નીચે મુજબ રાખવામાં આવેલ છે .
- આરતી સવારે : 6 વાગ્યે
- અંબાજી મંદિર દર્શન સવારે : 6.00 થી 11.30
- રાજભોગ બપોરે : 12.00
- અંબાજી મંદિર દર્શન સમય બપોરે : 12.30 થી 5 વાગ્યા સુધી
- આરતી સાંજે : 7 કલાકે
- અંબાજી મંદિર દર્શન સમય સાંજે : 7:30 કલાકથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી
અંબાજી મંદિર દર્શન સમય ઉપર જણાવ્યા મુજબ હોઈ શ્રધ્ધાળુઓ આ સમય દરમ્યાન મા અંબાનાં દર્શનનો લાભ લઈ શકશે .
અંબાજી નજીક બનાસકાંઠાના દાંતા તાલુકામાં તાંબુ ,જસત અને સીસુ મળી આવેલ છે .અંબાજીમાં આરસપહાણ ની ખાણો આવેલી છે .પાલનપુર તાલુકામાં વુલેસ્ટોનાઈટ મળી આવેલ છે. કેલ્સાઇટ અને ચૂનાનો પત્થર પણ અહી મળી આવેલ છે .
મિત્રો, તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્ર સાથે સેર કરી શકો અને બીજા આવા ધાર્મિક સ્થળો વિશે માહિતી મેળવવાં માંગતા હોવ તો કોમેન્ટ બોક્સ માં જરુરથી જણાવજો. અંબાજી મંદિરની ઓફીસીયલ વેબસાઈટ જોવા અહીં ક્લિક કરો.
FAQs
- અંબાજી કયા જિલ્લામાં આવેલું છે ?
- Ans :અંબાજી બનાસકાંઠા જિલ્લામાંઆવેલું છે .
- અંબાજી કેટલું દૂર છે ?
- Ans અંબાજી અમદાવાદ થી 185 અને પાલનપુરથી 58 કિ.મી .દૂર છે .