Rajkot New Airport: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું 12મુ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બન્યું, આ હીરાસર એરપોર્ટનું ઉદઘાટન દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તારીખ 27 જુલાઇના રોજ કરવામાં આવ્યું છે. તો આજે આપણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આદરનો નજારો અને ખાસિયતો વિષે જાણીશું.
નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પીએમ બપોરે 3.15 કલાકે રાજકોટ પહોંચ્યા હતા. તેમના આગમન પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રાજકોટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગુરુવારે (27 જુલાઈ) રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું.
#WATCH | PM Narendra Modi inaugurates Rajkot International Airport in Gujarat. pic.twitter.com/LGXO83KBjU
— ANI (@ANI) July 27, 2023
રાજકોટમાં સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “રાજકોટે મને ઘણું આપ્યું છે, મેં શરૂઆતમાં કહ્યું હતું કે તે મિની જાપાન બની રહ્યું છે. આજના પ્રોજેક્ટથી ગુજરાતની જનતાને ઘણો ફાયદો થવાનો છે. અમે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યું છે, પછી તે આદિવાસી હોય કે કોઈ ચોક્કસ જાતિ. અમે અમારી સરકારમાં દેશને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં રૂ. 2 હજાર કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ પછી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. જ્યાં તેઓ ભાજપના અનેક નેતાઓને મળશે. બીજા દિવસે સવારે 10.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમીકોન ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેશે.
આ ઉપરાંત પીએમ મોદી સૌરાષ્ટ્રના લોકોને જીવનદાયી ‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ’ (SAUNI) યોજનાની અનેક વિકાસ યોજનાઓની સાથે મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. ગુજરાત સરકારે SAUNI યોજના હેઠળ લિંક-3 ના પેકેજ 8 અને પેકેજ 9 નું બાંધકામ પૂર્ણ કર્યું છે. પીએમ મોદી આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરશે.
આ પણ જુઓ:- આધાર કાર્ડ ધારકોને મફત સુવિધા, વિભાગે જાહેરનામું બહાર પાડ્યું
અગાઉ, તેમણે રાજસ્થાનના સીકરમાં સલ્ફર કોટેડ યુરિયા ગોલ્ડ લોન્ચ કર્યું હતું. તે લીમડાના કોટેડ યુરિયા કરતાં વધુ આર્થિક અને અસરકારક રહેશે. આ ઉપરાંત, તેમણે PM-કિસાન સન્માન નિધિના 8.5 કરોડ લાભાર્થીઓના બેંક ખાતામાં DBT દ્વારા લગભગ રૂ. 17000 કરોડનો 14મો હપ્તો જારી કર્યો.
Rajkot New Airport
1,405 કરોડના ખર્ચે બનેલ આ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટૂંક સમયમાં ખોલવામાં આવશે. 23,000 ચો.મી.માં બનેલું આ એરપોર્ટ દર કલાકે 1,280 મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતું હોવાનું કહેવાય છે. એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ છે. અહીંથી એરબસ એ-380, બોઇંગ 747, બોઇંગ 777 જેવા વિમાનો ટેક ઓફ અને લેન્ડ કરી શકશે.
આ પણ વાંચો:- કન્જેક્ટિવાઇટિસ: આંખ આવવાથી બચવાના ઉપાયો, આ લક્ષણો દેખાય તો શું કરવું જાણો સંપૂર્ણ માહિતી
સૌરાષ્ટ્ર એ મઘ્યમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનું હબ છે. અહીં રાજકોટનો એન્જિનીયરીંગ, ઓટોમોબાઇલ્સ અને ઇમિટેશનની માર્કેટ આવેલી છે. મોરબી અને થાનનો સિરામીક ઉઘોગ, જામનગરનો બ્રાસ ઉઘોગ કે જેઓના વ્યાપારી વ્યવહારો વિદેશ સાથે જોડાયેલા છે. આ ઉધોગકારોને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવવાથી ટ્રાન્સપોર્ટેશન સહેલૂ પડશે.વિદેશથી ઉધોગકારો સાથેનો સંપર્ક વધશે અને વધારેમાં વધારે ડેલિગેશન આવશે. જેના કારણે હોટેલ ઉધોગને પણ પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.