Hailstorm in Gujarat: ગુજરાતમાં હવામાનની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. રવિવાર સવારથી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદની સાથે સાથે ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા જેના કારણે અહીંનો નજારો થોડા સમય માટે કાશ્મીર જેવો દેખાવા લાગ્યો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર આ કરાનાં ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે, જેમાં ભારે પવન સાથે કરા પડતા જોઈ શકાય છે.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ અને મોરબીમાં સૌથી વધુ કરા પડ્યા હતા. એક તરફ ઘણા લોકો આ હવામાનની મજા માણતા જોવા મળ્યા હતા, તો અન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ આકાશી આફતથી ખેડૂતો સૌથી વધુ પરેશાન જણાય છે, જેમને આ વરસાદમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને કરા પડી શકે છે, જેના કારણે તાપમાનમાં એકાએક ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, “રવિવારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ભારે વાદળો વચ્ચે ઉત્તર-પૂર્વ દિશામાંથી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, ગાંધીનગર સોમનાથમાં વરસાદ પડ્યો હતો. રવિવારે સવારે 6 થી સાંજના 8 વાગ્યા સુધીમાં 38 મીમી, જૂનાગઢમાં 35 મીમી, અમરેલીમાં 13 મીમી અને રાજકોટમાં (6 મીમી) વરસાદ નોંધાયો હતો.
કમોસમી માવઠાંએ ખેડૂતોને કર્યા બેહાલ
આજે વરસેલા કમોસમી માવઠાથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાની ભિતી સર્જાય છે. ખાસ કરીને તાલાલા ગીર સહિતના તાલુકામાં તુવેર, ચણા સહીતના પાકોનું ખાસુ વાવેતર થયેલ હોય તે પાકોને તથા ખેતરોમાં પડેલા પશુઓના ઘાસચારાને પણ અચાનક વરસેલા વરસાદથી વ્યાપક નુકસાન થયુ હોય સરકાર તેની નોંધ લઈ સર્વે કરાવી સહાય આપે તેવી લાગણી ગીરના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ સવારથી ધોધમાર વરસાદ ચાલુ હોવાથી ખેડૂતો ને પાકમાં ઘણું બધુ નુકશાન જોવા મળ્યું છે.
આજે રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદી માહોલ
તારીખ 26 નવેમ્બર ના બપોરના બે વાગ્યા સુધીમાં 212 તાલુકામાં માવઠું, જ્યારે ખેડાના નડિયાદમાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ જ્યારે તલાલા અને અંકલેશ્વર માં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ વરસાદી માહોલથી સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો વિખેરાયો અને ગિરનાર પરિક્રમામાં આવેલ શ્રદ્ધાળુઓએ ઘર તરફ વળાક લીધો કેમ કે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી આગાહી આપેલ છે.
હવામાન આગાહિ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ના વિવિધ જિલ્લાના અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ માં વરસાદ પાડવાની સભાવના વ્યક્ત કરી છે. જ્યારે હજુ પણ આગામી 2 દિવસોમાં રાજયમાં છૂટોછવાયો વરસાદી માહોલ રહેશે અને જેના લીધે રાજયમાં આગામી દિવસોમાં લોકોએ કડકડતી ઠંડી નો સામનો સામનો કરવો પડશે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, આજે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત આખા ગુજરાતામાં વીજળીના કડાકા ભડાકા અને સૂસવાટાભેર પવન સાથે વરસાદ રહેવાની સંભાવના છે. આજે આખા રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે વધારે વરસાદ ઉત્તર પૂર્વ ગુજરાતમાં એટલે કે, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, પાટણ, ગાંધીનગરમાં વરસાદ રહે તેવી આશંકા છે.
જિલ્લા વાઇઝ આગાહી જોવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
અમને ગૂગલ ન્યૂઝ પર ફોલો કરો | અહીં ક્લિક કરો |