ખેતી પદ્ધતિ ગુજરાતી ન્યૂઝ

એરંડામાં લશ્કરી ઈયળોનો ઉપદ્રવ અને ઓછું ઉત્પાદનથી ખેડૂતો પરેશાન, અહીથી જાણો પાક સંરક્ષણના ઉપાયો

લશ્કરી ઈયળો
Written by Gujarat Info Hub

Arandanama Rog Niyantran : એરંડાના પાકમાં લશ્કરી ઈયળોના ઉપદ્રવથી ઓછું ઉત્પાદન અને ઘટેલા એરંડાના ભાવથી ખેડૂતો પરેશાન અહીથી જાણો પાક સંરક્ષણના ઉપાયો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી સહિત સાબરકાંઠા અને કચ્છ અને સૌરાષ્ટ્ર માં એરંડાની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. એરંડાનો પાક પ્રમાણમાં ઓછો ખર્ચાળ અને વધુ કમાણી કરાવતો રોકડિયો પાક ગણવામાં આવે છે. ગત વર્ષો 2021/2022 માં ખેડૂતોને એરંડાના સારા ભાવ મળતાં ઘણા ખેડૂતો એરંડાના પાકની વાવણી કરવાનું પસંદ કર્યું. પાછોતરો વરસાદ અને અનુકૂળ હવામાન અને મળેલા સારા ભાવ થી પ્રેરાઇને આ વર્ષે ઉત્તર ગુજરાતમાં એરંડાનું બંપર વાવેતર કરવામાં આવ્યું. જાણકારોનું માનીએતો એકલા બનાસકાંઠા માં જ એરંડાનું 60000 હજાર હેક્ટર જમીનમાં એરંડાનું વાવેતર થવાનો અંદાજ છે.

 જાન્યુઆરી માસમાં કેટલાક વિસ્તારોમાં થયેલાં માવઠાં અને વાદળછાયા બંને ઋતુનો અનુભવ કરાવતાં વાતાવરણ થી એરંડામાં જીવાતોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.  અમુક વિસ્તારોમાં સુકારા જેવા ભેદી રોગોથી એરંડાના પાકને ઘણું નુકસાન થવાના સમાચારો જાણવા મળે છે. તેનાથી એરંડામાં ઉત્પાદનમાં ઘણો ફેર પાડવાની સંભાવના જોવા મળી રહી છે.

વળી ગુજરાતનાં એરંડાનો વેપાર કરતાં પીઠાંમાં છેલ્લા વે વર્ષની સરખામણીમાં રૂપિયા 200 નો ભાવનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. એમ ઉત્પાદન અને ભાવ ઘટાડાની બેવડી અસરથી ખેડૂતોને પડતા પર પાટુ જેવી અસર જોવા મળી રહી છે.

લશ્કરી ઈયળોનો ઉપદ્રવ :

બનાસકાંઠા અને એરંડાના અન્ય વિસ્તારોમાં લીલી ઇયળ સહિત લશ્કરી ઇયળનો ઉપદ્રવ વધતાં એરંડાના પાકને કોરીને ખાઈ માત્ર સોટાં જેવા કરી નાખ્યા હોવાના સમાચાર જાણવા મળી રહ્યા છે.

લશ્કરી ઇયળ બહુ ભાજી ઇયળ છે. અને તેની માદા ફૂદી અસંખ્ય પ્રમાણમાં ઈંડા મૂકવાની ક્ષમતા ધરાવે છે. પરિણામે ખૂબ ઝડપથી લશ્કરી ઈયળની સંખ્યા વધી જાય છે. તે કુમળા પાનની નીચેના ભાગમાં ઇંડા મૂકે છે અને સાતેક દિવસમાં આ ઈંડામાંથી નાની ઇયળો બહાર આવી પાકને નુકસાન પહોચાડે છે.  તે પાનને કોરી ખાવાની શરૂઆત કરે છે . એ પુખ્ત થતાં જમીનમાં ઉતરી કથ્થાઇ રંગના કોસેટામાં રૂપાંતર પામે છે. સમગ્ર વર્ષ દરમ્યાન સાત થી આઠ પેઢી સુધી તેનું જીવન ચક્ર જોવા મળે છે.  

આ ઇયળો રાત્રી દરમ્યાન થડને કાપી નાખે છે. પાન અને માળમાં ઘૂસીને એરંડાના પાકને નુકસાન પહોચાડે છે. દિવસ દરમ્યાન જમીનના ઢેફા નીચે કે ખરી ગયેલાં પાન નીચે ભેજવાળી જગ્યામાં છુપાઈ રહે છે.

આ જુઓ:- પશુ વીમા યોજના: દૂધાળા પશુનું અચાનક મોત થાય તો વળતર આપશે સરકાર, અહીં ઓનલાઈન અરજી કરો

પ્રાકૃતિક રીતે લશ્કરી ઇયળો (પ્રોડેનિયા)નું નિયંત્રણ :

કુદરતી રીતે લશ્કરી ઇયળોનું નિયંત્રણ કરવા વાવેતર વખતે  ઊડી ખેડ  કરી જમીન તપાવવી જેથી તેના કોશેટા નાશ પામે  ,શેઢા પાળા ચોખ્ખા અને નિદણ દૂર કરવું જેથી ઇયળના યજમાનોને દૂર કરવા.  ઇંડાની અવસ્થામાં પાનને તોડી પાનનો નાશ કરવો રાત્રે સુકાં પાનનો ઢગલો કરવો જેમાં રાત્રે ઈયળો  છુપાઈ જાય પછી સવારમાં તે ઢગલીઓ ભેગી કરી નાશ કરવો. પક્ષીઓને બેસવા માટે T આકારના સ્ટેન્ડ એરંડાના પાક કરતાં ઊચે  બનાવવા જેથી પક્ષીઓ ત્યાં બેસી શકે અને ઇયળોને વીણી લે તેમજ  ફેરોમેન ટેપ નો ઉપયોગ પણ કરી શકાય.

જો લશ્કરી ઈયળોનો ઉપદ્રવ ઘણો વધી જાય અને ના છૂટકે દવાનો છંટકાવ કરવો પડેતો  20 મી.લી ક્વિનાલ્ફોસ (1.5 % ભૂકી ) અથવા 40 ગ્રામ કાર્બારીલ 10 લી પાણીમાં બરાબર મિક્સ કરીને છંટકાવ કરવો તેમજ એરંડાના પાકમાં નિયત સમયે પીયાત આપવું તેમજ એરંડાની માળ પરિપકવ થયે ઉતારી લેવી

મિત્રો અમોને વિવિધ માધ્યમો દ્વારા મળેલી માહીતી આપની જાણકારી માટે અત્રે રજૂ કરીએ છીએ. જો આપને આ અંગે વધુ માહીતીની જરૂર હોયતો ગ્રામ સેવક અથવા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકો છો. અથવા ખેતીવાડી ખાતાની કે કૃષિ યુનિવર્સિટીની વેબ સાઇટ પરથી માહિતી મેળવી શકશો. અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમોને કોમેંટમાં જરૂર જણાવશો આપનો આભાર !

આ જુઓ:- HDFC બેંકે બે નવા FD પ્લાન લોન્ચ કર્યા, રોકાણ પર મળશે મજબૂત વ્યાજ, મર્યાદિત સમય માટે ઓફર

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment