BSNL 4G Update: દિવાળીના અવસર પર દેશની સૌથી સસ્તી ટેલિકોમ કંપની BSNL પોતાના ગ્રાહકો માટે જબરદસ્ત ઓફર લઈને આવી છે. જો તમે કોઈ અન્ય ટેલિકોમ કંપનીનું સિમ વાપરો છો અને BSNL પર સ્વિચ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. BSNLએ મે મહિનામાં કહ્યું હતું કે તે તેની 4G સેવા શરૂ કરી રહી છે અને ડિસેમ્બર 2023 સુધીમાં તેને 5Gમાં અપગ્રેડ કરવામાં આવશે. હવે BSNLની 4G સર્વિસને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
મોબાઈલ ઈન્ડિયા કોંગ્રેસ ઈવેન્ટ દરમિયાન, કંપનીના ચેરમેન પીકે પુરવારે BSNL વપરાશકર્તાઓને જાણ કરી હતી કે કંપની ડિસેમ્બર મહિનામાં 4G સેવા શરૂ કરશે અને તે જૂન 2024 સુધીમાં સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. હવે BSNL તેના યૂઝર્સ માટે એક મોટી ઑફર લાવ્યું છે.
4G સર્વિસ શરૂ કરતા પહેલા કંપની એક જબરદસ્ત ઓફર લઈને આવી છે. BSNL કરોડો 2G અને 3G સિમ વપરાશકર્તાઓને મફતમાં 4G સિમમાં અપગ્રેડ કરવા ઓફર કરી રહી છે. BSNLના આંધ્ર પ્રદેશ યુનિટ દ્વારા ટ્વિટર પર એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે BSNL યુઝર્સ જૂના 2G અને 3G સિમને 4G સિમમાં અપગ્રેડ કરી શકે છે. સિમ અપગ્રેડ કરનારા યુઝર્સને 4GB ફ્રી ડેટા આપવામાં આવશે.
FREE.. FREE.. HURRY!! Upgrade your old BSNL 2G/3G sim with 4G for free and get 4GB data absolutely free. pic.twitter.com/pCSoaujQ48
— BSNL_Andhrapradesh (@bsnl_ap_circle) October 31, 2023
કંપનીએ પોતાની 4G સેવાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે આ ઓફર લાવી છે. કંપનીની આ ફ્રી ઓફર યુઝર્સને 3G થી 4G માં અપગ્રેડ કરવા માટે પ્રેરિત કરશે. જો તમે તમારા 3G સિમને 4Gમાં કન્વર્ટ કરવા માંગો છો તો તમારે કસ્ટમર કેર સાથે વાત કરવી પડશે. આ સાથે તમે 1503/18001801503 પર પણ કોલ કરી શકો છો.