Gold Rate Today: લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના હોઈ શકે છે. આજે 24 કેરેટ સોનાના ભાવમાં 220 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે. સોના અને ચાંદીની ખરીદી કરતા પહેલા તમારા માટે તેના દરને જાણવું મહત્વપૂર્ણ છે. દેશમાં સોના અને ચાંદીના દર IBJA દ્વારા જારી કરવામાં આવે છે અને સોમવારથી શુક્રવાર સુધી ઈન્ડિયન બુલિયન એસોસિએશન દ્વારા સોના, ચાંદી અને અન્ય ઘણી ધાતુઓના ભાવ જાહેર કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આજે બુલિયન માર્કેટ કેવું રહ્યું છે.
24K Gold Rate Today
આજે દેશમાં 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે. જયપુર અને લખનૌ સહિત દેશની રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ 62,060 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચાલી રહ્યો છે, જ્યાં આજે અમદાવાદમાં સોનાનો ભાવ 61960 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચાલી રહ્યો છે, જ્યારે સુરત અને વડોદરામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 61960 હજાર રૂપિયાના સ્તરે રહેલ છે
22 કેરેટ સોનાનો આજનો દર
આજે 22 કેરેટ સોનાનો ભાવમાં દિલ્હી, લખનૌ અને જયપુરમાં ભાવ 56900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચાલી રહ્યો છે. જ્યાં લગ્નની સિઝનમાં 22 કેરેટ સોનાની માંગ ખૂબ જ વધી જાય છે, પરંતુ છેલ્લા ૨ દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 56800 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચાલી રહ્યો છે, જ્યારે સુરત અને વડોદરામાં પણ સોનાનો ભાવ 56800 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચાલી રહ્યો છે. જ્યાં ચેન્નાઈમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા 57200 ચાલી રહ્યો છે.
18 કેરેટ સોનાનો દર
બુલિયન માર્કેટમાં 18 કેરેટ સોનાની માંગ પણ ઘણી સારી છે કારણ કે જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ તેની સારી માંગ છે. દિલ્હી, જયપુર, લખનૌ, ચંદીગઢમાં 18 કેરેટ સોનાનો દર 46,500 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં તે રૂ. 46,470 પ્રતિ દસ ગ્રામ છે.
Silver Rate Today
આજે ચાંદીનો ભાવ સ્થિર છે, તેમાં કોઈ તેજી કે મંદી નોંધાઈ નથી. ચેન્નાઈમાં ચાંદી 77,700 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી છે, જ્યારે દિલ્હી, જયપુર, ચંદીગઢ, લખનૌ સહિત અન્ય શહેરોમાં ચાંદીનો ભાવ 75700 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે. જ્યારે અમદાવાદ અને વડોદરામાં ચાંદી રૂ.75700 ચાલી રહી છે.
આ જુઓ:- Post Office PPF Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમ ખાસ છે, રોકાણ પર મળશે 1 કરોડથી વધુનું વ્યાજ
સોનાની શુદ્ધતા સમજો
Gold Rate Today: કેરેટ એ સોનાની શુદ્ધતાનું પરંપરાગત માપ છે. સોનાની શુદ્ધતા કેરેટ (K) માં માપવામાં આવે છે. એક કેરેટ સોનાની શુદ્ધતાના 24મા ભાગની બરાબર છે. તેથી, 24 કેરેટ સોનું શુદ્ધ સોનું છે, જેમાં અન્ય ધાતુઓની ભેળસેળ નથી. 22 કેરેટ સોનામાં 91.66% સોનું હોય છે, જ્યારે 18 કેરેટ સોનામાં 75% સોનું હોય છે. ભારતમાં, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાની શુદ્ધતાનું પરીક્ષણ અને પ્રમાણિત કરવામાં આવે છે. માત્ર BIS હોલમાર્ક ધરાવતું સોનું પ્રમાણભૂત ગણાય છે.
- 24 કેરેટ સોનું –: આ સૌથી શુદ્ધ સોનું છે. તેમાં 99.9% સોનું છે. તે ખૂબ જ નરમ છે અને તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થતો નથી.
- 22 કેરેટ સોનું -: આ સોનાનો સૌથી સામાન્ય પ્રકાર છે. તેમાં 91.66% સોનું છે. તે 24 કેરેટ સોના કરતાં વધુ ટકાઉ છે અને તેથી તેનો ઉપયોગ જ્વેલરી બનાવવા માટે થાય છે.
- 18 કેરેટ સોનું -: આ સોનાનો બીજો લોકપ્રિય પ્રકાર છે. તેમાં 75% સોનું છે. તે 22 કેરેટ સોના કરતાં ઓછું મોંઘું છે અને તેથી તેનો ઉપયોગ વધુ સસ્તું જ્વેલરી માટે થાય છે.