Online-Payment Loan

શું તમને તાત્કાલિક લોન જરૂર પડી છે, તો Google Pay પરથી મેળવો ઈમરજન્સીમાં 1 લાખ રૂપિયાની પર્સનલ લોન.

તાત્કાલિક પર્સનલ લોન
Written by Gujarat Info Hub

Google Pay Instant Personal Loan in Gujarati: શું તમારે પણ તાત્કાલિક લોન ક્યારે જરૂર પડી છે, જો પડી હોય પરંતુ તત્કાલિક પર્સનલ લોન કેવી રીતે મેળવી તે નથી જાણતા, તો આજે અમે તમારી સાથે Google Pay પરથી પર્સનલ લોન ઇમરજન્સી સમયે ઘરે બેઠા કેવી રીતે મેળવવી તેની વિશેષ સંપૂર્ણ માહિતી આર્ટીકલ ની મદદથી મેળવીશું

આજના ડિજિટલ યુગમાં નાણાકીય લેવડ દેવડ હાથો હાથ થતી એના બદલે ઓનલાઇન પેમેન્ટ ની ચુકવણી થોડી સેકન્ડોમાં થતા લોકો હવે Google Pay, Phone Pay, PAYTM એપ વગેરેનો ઉપયોગ કરતા થઈ ગયા છે અને યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ દરેક વ્યક્તિ માટે આસાનીથી સમજી શકાય તેવું સરળ અને સમય બચત કરતી સિસ્ટમ છે તો ગૂગલ પે દ્વારા એક નવી સુવિધા બહાર પાડવામાં આવી છે જેમાં તમે ઇમર્જન્સી સમયે પર્સનલ  લોન સરળતાથી તમારા ઘરે બેઠા મેળવે શકો છો.

Google Pay Personal Loan ની સુવિધા

 જ્યારે તમારી ઈમરજન્સી માં પૈસાની જરૂર પડે ત્યારે તમે બેંકોના ધક્કા ખાધા વગર ગુગલ પે દ્વારા ઈમરજન્સી લોન મેળવી શકશો જેમાં તમને ગણતરીમાં એક લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થશે આ પર્સનલ લોન લેવા માટે તમારે આધાર કાર્ડ, પાનકાર્ડ અને છેલ્લા ત્રણ થી છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ તૈયાર રાખવું પડશે જેથી અરજી કરવામાં કોઈ પણ પ્રકારની સમસ્ય ના થાય. 

ગૂગલ પે પર તાત્કાલિક લોન કોને મળી શકશે

એવું નથી કે દરેક google pay યુઝરને તાત્કાલિક લોન નો લાભ મળી રહે, DMI Finance દ્વારા પર્સનલ લોન શરૂ કરવામાં આવે છે જેના કેટલાક માપદંડો પણ નક્કી કરવામાં આવે છે જેમાં તમારી ક્રેડિટ હિસ્ટ્રી ના આધાર પર નક્કી કરવામાં આવશે કે તમને લોન મળવા પાત્ર છે કે નહીં અને જો તમે આ માપદંડો અનુસાર પૂર્વ લાયકાત ધરાવતા વપરાશ કરતા છો તો તમે મિનિટમાં તમારા ખાતામાં પૈસા મેળવી શકશો.

તત્કાલિક પર્સનલ લોન મેળવવા માટે અરજી કેવી રીતે કરવી

ગૂગલ પે ની તાત્કાલિક લોન સુવિધાનો લાભ મેળવવા માટે તમે નીચેના સ્ટેપ ફોલોવ કરી શકો છો.

  • સૌપ્રથમ તમારા મોબાઇલમાં Google Pay એપ ખોલો 
  • ત્યારબાદ જો તમે લોન મેળવવા પાત્ર હશો તો પ્રમોશન ઓપ્શન હેઠળ મની નામનો વિકલ્પ જોવા મળશે
  •  ત્યાં તમારે લોન પર ક્લિક કરવાની રહેશે હવે અલગ અલગ ઓફર્સ તમારી સામે ખુલશે
  •  જેમાં DMI નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે
  •  ત્યારબાદ તમારી માહિતી નાખી અને અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે
  •  જેવી અરજી પ્રક્રિયા પૂર્ણ કરતા, તમારી તત્કાલિક લોન મંજૂર થશે અને તરત જ તમારા બેન્ક ખાતામાં તાત્કાલિક લોન ની રકમ જમા થઈ જશે 

લોન ની રકમ કેટલા મહિના માટે મળશે

Google PAY ની મદદથી તમે એક લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો, જે રકમ તમારે 36 મહિના એટલે કે વધુમાં વધુ ત્રણ વર્ષમાં ભરપાઈ કરવાની રહેશે. DMI Finance દ્વારા આ સિવાય દેશના વિવિધ પંદર હજારથી વધુ પીનકોડ માટે શરૂ કરવામાં આવી છે. જેથી તમારો વિસ્તારનો પીનકોડ ખાસ આ સેવાનો લાભ મેળવવા માટે પાત્ર છે કે નહીં તે પહેલા ચકાસવું જરૂરી છે

આ જુઓ :- Pradhan Mantri Mudra Yojana in Gujarati

તો મિત્રો હવે તમે ઘરે બેઠા તાત્કાલિક પર્સનલ લોન કેવી રીતે મેળવવી તેમની માહિતી મેળવી અને આવી બેન્કિંગ અને લોન ને લગતી માહિતીઓ જોવા માટે અમારી વેબસાઈટ GujaratInfoHub જોતા રહો, આભાર.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment