GSEB HSC ગુણ ચકાસણી અને પૂરક પરીક્ષા: માર્ચ મહિનામાં યોજાયેલ ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષા નું રિઝલ્ટ 31 મે 2023 ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર સાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2023 માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ 73.27% રહ્યું હતું ત્યારે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામથી સંતોષ ન હોય અને ગુણ ચકાસણી કરવા માટે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ તારીખ 14/06/2023 ના રોજ સાંજના 5 કલાક સુધી રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન અરજી કરી શકશે.
જે ઉમેદવારો ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ની પરીક્ષામાં એક વિષયમાં ઉત્તીર્ણ થયેલ ના હોય અથવા ગેરહાજર રહેલો હોય તો તેઓ તે વિષયની પૂરક પરીક્ષા આપવા માટે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ તારીખ પહેલા તેમની શાળા દ્વારા અરજી કરવાની રહેશે.
ધોરણ 12 ની પૂરક પરીક્ષા 2023 માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઈટ gseb.org અથવા hscgenpurakreg.gseb.org પરથી ઓનલાઈન કરવાનું રહેશે, જેની પૂરક પરીક્ષા જુલાઈ મહિનામાં યોજાઇ શકે. જે વિદ્યાર્થીઓ પૂરક આપવાની છે તેઓ જલ્દીથી પોતાની શાળાનો સંપર્ક કરે પોતાનું નામ યાદીમાં છે કે નહીં તે ચકાસો કેમકે પુરક પરક્ષાની અરજી કરવાની છેલ્લી તારીખ 14/06/2023 છે
GSEB HSC ગુણ ચકાસણી અને પૂરક પરીક્ષા 2023
તો મિત્રો આજે આપણે અહીં GSEB HSC ગુણ ચકાસણી અને પૂરક પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી અને અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેની સંપૂર્ણ માહિતી આ લેખની મદદથી મેળવીશું.
GSEB HSC ગુણ ચકાસણી
જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના પરિણામથી સંતોષ ન હોય અને તેઓ કોઈપણ વિષયના ગુણ ચકાસણી માટે અરજી કરવા માગતા હોય તો તેઓ ને તારીખ 14/06/2023 સુધી નિયત નમુના સાથે ધોરણ 12 ગુણ ચકાસણીની અરજી કરવાની રહેશે.ધો. 12 ગુણ ચકાસણી ની અરજી ફી ₹20 રહેશે ઉપરાંત દરેક વિષય દીઠ 100 રૂપિયા વધારાની અરજી ફી ચૂકવવાની રહેશે.
ધોરણ 12 ગુણ ચકાસણી ની અરજી કેવી રીતે કરવી ?
- ધોરણ 12 ગુણ ચકાસણી અરજી કરવા માટે સૌપ્રથમ gseb.org પર જાઓ.
- ત્યારબાદ તમને હોમ પેજ પર “ધોરણ-૧૨(સામાન્ય પ્રવાહ) માર્ચ-૨૦૨૩ ગુણ ચકાસણી” ની લીંક દેખાશે જેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે લોગીન પેજ ખુલશે ત્યાં તમારે રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
- ત્યારબાદ રજીસ્ટ્રેશન ફોર્મ માં તમારો સીટ નંબર, મોબાઈલ નંબર, તમારું એડ્રેસ, પીનકોડ, જન્મ તારીખ વગેરે ની વિગત નાખી આગળ વધો
- હવે તમારા મોબાઇલમાં OTP આવશે જેને દર્શાવેલ બોક્સમાં નાખી Submit બટન પર ક્લિક કરો
- ત્યારબાદ પાસવર્ડ જનરેટ કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને પૂર્ણ કરો
- હવે ફરીથી હોમ પેજ પર આવી ધોરણ 12 ગુણ ચકાસણી ની લીંક પર ક્લિક કરી લોગીન પેજ પર જાવ
- લોગીન પેજમાં તમારો સીટ નંબર અથવા મોબાઈલ નંબર અને પાસવર્ડ ની મદદથી લોગીન થાવ
- હવે તમારી સામે તમારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ દેખાશે જેમાં તમે કયા વિષય માટે ગુણ ચકાસણીની અરજી કરવા માંગો છો તેની સામે ટીક માર્ક કરી તે વિષયનું ઉત્તરવહી બારકોડ નંબર ભરી આગળ વધો
- હવે Payment Now બટન પર ક્લિક કરી તમારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે જે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટબેન્કિંગ દ્વારા કરી શકો છો.
- જો તમે ઓફલાઈન પેમેન્ટ કરવા માગતા હો તો ત્યાં એસબીઆઇ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર, ઈમેલ વગેરેની વિગત ભરી PAY Now પર ક્લિક કરવાથી એક ચલણ જનરેટ થશે જેને તમારી નજીકની SBI બ્રાન્ચમાં જઈ અને ધોરણ 12 ના ગુણ ચકાસણી ફોર્મની અરજી કરી શકો છો.
તો મિત્રો હવે તમને ગુણ ચકાસણી નું ફોર્મ કેવી રીતે ભરવું તેના માહિતગાર થઈ ગયા હશો જો આ ગુણ ચકાસણી ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તમે કોમેન્ટ કરી અમારી મદદ મેળવી શકો છો
GSEB HSC પુરક પરીક્ષા
જે વિદ્યાર્થીઓ ધોરણ 12 ની પરીક્ષામાં એક વિષયમાં નાપાસ અથવા ગેરહાજર રહેલો હોય તો તેઓ ધોરણ 12 ના સામાન્ય પ્રવાહની પૂર્વક પરીક્ષા આપવા માટે લાયક ગણાશે.
ધોરણ 12 ની પરીક્ષા માટેનું આવેદન શાળાએ બોર્ડની સત્તાવાર સાઇટ પર થી ઓનલાઇન માધ્યમ દ્વારા કરવાનું રહેશે. પૂરક પરીક્ષા માટેની ઓનલાઈન અરજી અને ફી ભરવાની પ્રક્રિયા શાળાએ ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. જે વિદ્યાર્થી મિત્રો પૂરક પરીક્ષા આપવા માંગે છે તેઓને જણાવી દઈએ કે તમે શાળાનો સંપર્ક કરી શકો છો કેમ કે પૂરક પરીક્ષા નું ફોર્મ ફક્ત શાળાઓ દ્વારા જ તેમના લોગીનથી ભરવામાં આવેશે.
HSC Gunchakasani Important Link
ધોરણ 12 ગુણ ચકાસણી અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ધોરણ 12 પૂરક પરીક્ષાની અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
GSEB HSC ગુણચકાસણી જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
GSEB HSC પૂરક પરીક્ષા જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
તો જે મિત્રો, GSEB HSC ગુણ ચકાસણી અને પૂરક પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તેઓ છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. જો ઓનલાઈન અરજી કરતાં સમયે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો, વધુ માહિતી માટે અમારા વોટસએપ ગ્રૂપમાં જોડાઈ શકો છો.
FAQ’s
GSEB HSC ગુણ ચકાસણી અને પૂરક પરીક્ષા અરજીની છેલ્લી તારીખ કઈ છે ?
14/06/2023
ધોરણ 12 ગુણચકાસણી માટે અરજી ક્યાં કરવી ?
https://hsc.gseb.org/
HSC પૂરક પરીક્ષા માટે અરજી ક્યાં કરવી ?
https://hscgenpurakreg.gseb.org/ અથવા gseb.org
ધો. 12 સામાન્ય પ્રવાહ ગુણચકાસણીની અરજી ફી કેટલી છે?
વિષય દીઠ 100 રૂપિયા અને વધારાના 20 રૂપિયા અરજી ફી રહેશે.