સરકારી યોજનાઓ એજ્યુકેશન ગુજરાતી ન્યૂઝ

ધોરણ 8 પાસ વિધાર્થીઓને મળશે 25 હજાર સ્કોલરશીપ, પરિણામ જાહેર – Gyan Sadhana Scholarship

Gyan Sadhana Scholarship 2023
Written by Gujarat Info Hub

Gyan Sadhana Scholarship 2023: ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા હોશિયાર વિધાર્થિઓને અભ્યાસ અર્થે દર વર્ષે સહાય ચુકવવામાં આવશે. આ ગ્યાન સાધના સ્કોલરશીપ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ” જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ” લેવામાં આવશે, જેમાં ઉત્તિર્ણ થનાર તેજ્સ્વી વિધાર્થીઓને સરકાર દ્વારા ૨૫,૦૦૦ રુપિયા ની સ્કોલરશીપ સહાય આપવામાં આવશે. તો આજે આપણે Gyan Sadhana Scholarship 2023 ની સંપુર્ણ માહિતી આ આર્ટીકલની મદદથી મેળવીશું.

Gyan Sadhana Scholarship 2023

યોજનાનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
વિભાગ  ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ
લાભાર્થીધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ
સહાય ધોરણ ૯ અને ૧૦ ના વિધાર્થીઓને   વાર્ષિક રૂ. ૨૦૦૦૦
ધોરણ ૧૧ અને ૧૨ ના વિધાર્થીઓને વાર્ષિક રૂ. ૨૫૦૦૦
ફોર્મ ભરવાની તારીખ 11/05/2023 થી 26/05/2023
પરીક્ષા તારીખ 11/06/2023
સત્તાવાર સાઈટ www.sebexam.org

જ્ઞાન સાધના યોજના માટેની પાત્રતા

Gyan Sadhana Scholarship 2023: આ યોજનામા જે વિધાર્થીઓ પરીક્ષા માટે અરજી કરી લાભ મેળવવા માંગે છે, તેઓ નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવી જરૂરી છે.

  • જે વિધાર્થી આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધી સળંગ અભ્યાસ કરી, ધોરણ ૮ માં પાસ કરેલ હોવુ જરુરી છે.
  • જો વિધાર્થી RTE Admission યોજના હેઠળ કોઈપણ સ્વનિર્ભર શાળામા ધોરણ ૧ થી ૮ સુધી અભ્યાસ કરેલ હોય તો તે પણ આ યોજના માટે પાત્ર ગણાશે.
  • વાલીની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦ કરતા વધુ ન હોવી જોઈએ.

પરીક્ષા ફી

આ યોજનામાં કોઈપણ પ્રકારની પરીક્ષા ફી રાખવામાં આવેલ નથી જેથી તમામ ૮ પાસ વિધાર્થીઓ અમારા નિચેના સ્ટેપ ફોલોવ કરી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો :- ધોરણ 10 રીઝલ્ટ 2023 તારીખ જાહેર

જ્ઞાન સાધના પરીક્ષાનું માળખુ

જે વિધાર્થી મિત્રો Gyan Sadhana Scholarship 2023 માટે લાયકાત ધરાવે છે અને ઓનલાઈન અરજી કરી પરીક્ષા આપવા માંગે છે, તેમણે આ કસોટીનુ માળખુ જોવુ જરુરી છે, જેથી પરીક્ષાની તૈયારી સારી રીતે થઈ શકે.

  • આ યોજના માટે પ્રવેશે પરીક્ષા બહુવિક્લ્પ સ્વરુપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (MCQ Based) રહેશે.
  • આ જ્ઞાન સાધના કસોટેનું પેપર ૧૨૦ માર્કનુ રહેશે જેના માટે કુલ સમય ૧૫૦ મિનિટનો રહેશે.
  • આ કસોટીનુ માધ્યમ ગુજરાતી અને અંગેજી રહેશે.
  • જ્ઞાન સાધના પરીક્ષા નુ માળખુ નીચે મુજબનુ રહેશે.
કસોટીનો પ્રકાર પ્ર્શ્નોગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી4040
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી8080

આ કસોટીમા પ્રજ્ઞાચક્ષુ  વિધાર્થીઓને ૩૦ મિનિટનો સમય વધારે ફાળવવામાં આવશે.

Gyan Sadhana Exam Syllabus

આ જ્ઞાન સાધના પરિક્ષાને ૨ ભાગમાં વેહચાયેલ છે, જેમાં MAT અને SAT અભ્યાસક્રમ જે નીચે મુજબ છે.

  • પ્રથમ ૪૦ પ્રશ્નો MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના રહેશે જેમાં શાબ્દિક અને અશાબ્દિક ગણતરીના પ્રશ્નો હશે. આ પ્રશ્નોમાં વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, સાદ્રશ્ય, પેર્ટન, છુપાયેલી આકૂર્તિ અને વિષય આધારિત પ્રશ્નો રહેશે.
  • હવે આગળના ૮૦ પ્રશ્નો SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીન રહેશે, જેમાં ધોરણ ૮ ના ગણિત- ૨૦, વિજ્ઞાન-૨૦, સામાજીક વિજ્ઞાન-૧૫ અને અંગ્રેજી-૧૦, ગુજરાતી-૧૦ અને હિંન્દી-૫ ગુણ ના પ્રશ્નિ પુછવામાં આવશે, જેથી ધોરણ ૮ નો અભ્યાસક્રમ તૈયાર કરવો જરુરી છે.

યોજનાની સ્કોલરશીપ ની રકમ

આ યોજનામાં જે વિધાર્થીઓ પરીક્ષામાં કટ ઓફ મેરીટ આધારીત ઉત્તિર્ણ થનાર વિધાર્થીઓને નુચે મુજબની સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે,.

  • ધોરણ ૯ અને ૧૦ ના વિધાર્થીઓને વાર્ષિક રૂ.  ૨૦,૦૦૦ મળશે.
  • ધોરણ ૧૧ અને ૧૨ ના વિધાર્થીઓને વાર્ષિક રૂ.  ૨૫,૦૦૦ મળશે.

ઓનલાઈન અરજી પ્રક્રીયા – Gyan Sadhana Scholarship Apply Online

Gyan Sadhana Scholarship Form ઓનલાઈન ભરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલોવ કરવા પડશે.

  • સૌ પ્રથમ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર સાઈટ www.sebexam.org  પર જાઓ.
  • હોમપેજ પર “Apply Online” મેનું દેખાશે તેના પર ક્લિક કરતા નીચે મુજબનું પેજ દેખાશે.
  • હવે તમારે “Gyan Sadhana Scholarship Examination” સામે “Apply” બટન પર ક્લિક કરો.
  • હવે તમારે વિધાર્થીનો ડાયસ નંબર (Child UID) નાખવાનો રહેશે જે તમે તમારી શાળાના આચાર્ય પાસેથી મેળવી શકો.
  • ત્યારબાદ જ્ઞાન સાધના યોજનાનુ ફોર્મ ખુલ્શે જેમાં માંગલી વિગત નાખો અને જરુરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • ત્યારબાદ વિધાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરવાની રહેશે.
  • છેલ્લે તમારુ Gyan Sadhana Scholarship Registration Form ચકાશી સબમીટ કરો અને પ્રિન્ટ નિકાળી રાખો.
જ્ઞાન સાધના નું પરિણામ ચકાશવા માટે અહીં ક્લિક કરો
જ્ઞાન સાધના સ્કોલરશીપની જાહેરાત માટે અહીં ક્લિક કરો
Gyan Sadhana Scholarship Apply Onlineઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

આવી રીતે તમે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનુ ફોર્મ ઓનલાઈન ભરી શકશો અને તેની પરીક્ષા ૧૧ જુન ૨૦૨૩ ના રોજ લેવામાં આવશે. આ યોજનામાં ઓનાલાઈન અરજી કરવા અને જાહેરાત જોવા તમે નીચેની લિંક ની મદદ લઈ શકો છો.

આ પણ જુઓ :- NMMS Scholarship Exam Fees

FAQ’s

જ્ઞાન સાધના સ્કોલરશીપમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે.

જ્ઞાન સાધના યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26/05/2023 છે.

Gyan Sadhana Yojana માટે કોઇ અરજી કરી શકે ?

જે વિધાર્થી સરકારી કે ગ્રાન્ટેડ સ્કુલમાં ધો. ૧ થી ૮ સુધી સળંંગ ભણ્યો હોય અને ધો. ૮ પાસ કરેલ હોય તે અરજી કરવા લાયક ગણાશે.

જ્ઞાન સાધના માટે આવક મર્યાદા કેટલી છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનુ ફોર્મ ભરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ૧,૫૦,૦૦૦ સુધીની માન્ય રહશે.

Gyan Sadhana Scholarship 2023 માટે ફોર્મ ભરવાની સાઈટ કઈ છે ?

આ સ્કોલરશીપ પરીક્ષા માટે વિધાર્થીઓ https://sebexam.org/ પર જઈ ફોર્મ ભરી શકે છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment