Pandit Bhimsen Joshi : મિત્રો, આજે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર ભારત રત્ન પંડિત ભીમસેન જોશીનો જન્મ દિવસ છે . તેમનો જન્મ 4 February 1922 ના રોજ કર્ણાટકના ગડગ નામના ગામમાં થયો હતો. ભારતના સુપ્રસિધ્ધ શાસ્ત્રીય સંગીતમાં ખયાલ ગાયકી ના શાસ્ત્રીય સંગીતમાં ભક્તિ સંગીત અને ભજનમાં મહત્વનુ યોગદાન આપ્યું છે . તેઓ ખયાલ ઘરાનાના ગાયક હતા . તેમને સંગીત અકાદમી સહિત અનેક સર્વોચ્ચ એવોર્ડ મળેલા છે . Pandit Bhimsen Joshi પંડીત ભીમસેન જોશી ભારતીય શાસ્ત્રીય સંગીતમાં એક ઝળહળતું નામ. ભીમસેન જોશીને સંગીત પ્રત્યેની પ્રેરણા તેમના ઘરમાંથી જ મળી છે. તેમના પિતાજી શિક્ષક હતા અને કિર્તનમાં આગવી નિપુણતા ધરાવતા હતા. આમ શરૂઆતનું સંગીત માટેનું વાતાવરણ તેમને ઘરમાંથી જ મળ્યાં . પંડિત ભીમસેન જોશી ને નાનપણથી સંગીત પ્રત્યે અનન્ય લગાવ હતો . બાળપણથી જ તે ગુરુની શોધમાં તેઓ ભટકાતા હતા .
ગુરુની શોધમાં પંડિત ભીમસેન જોશી
ગુરુની શોધમાં ફરતાં ફરતાં ગ્વાલિયર પહોચી ગયા . ગ્વાલિયરમાં મહારાજા દ્વારા ચલાવવામાં આવતી માધવ સંગીત શાળામાં પહોચ્યા . સંગીત ક્ષેત્રે ગ્વાલિયર ઘરાના સમગ્ર ભારતમાં ખૂબ જાણીતું હતું . ત્યાં જઈ તેઓ અનેક ખ્યાતનામ સંગીતકારોને મળ્યા. જાલંધર ખાતેના એક કાર્યક્રમમાં તેઓ વિનાયક રાવ પટ્ટ વર્ધન ના સંપર્કમાં આવ્યા વિનાયકરાવ પટ્ટ વર્ધન ગ્વાલિયર ઘરાના ના ખ્યાતનામ ગાયક હતા . ભીમસેન જોશી એક કાર્યક્રમમાં તેમની સાથે જ સંગતમાં બેસી ગયા . તેમણે ભીમસેન જોશી માં સંગીત પ્રત્યેનો પ્રબળ લગાવ અને સંગીત શીખવાની અત્યંત ઉત્કંઠા જોઈને ,ભીમસેન જોશીને તેમને કિરાના ઘરાના ના રામભાઉ કુદગોલકરજી સવાઇ ગાંધર્વ પાસે મોકલ્યા . પંડીત ભીમસેન જોશી એ ગુરુ રામભાઉ કુદગોલકરજી પ્રત્યેની અત્યંત શ્રધ્ધા સાથે કઠીન સ્વર સાધના કરીને પાંચ વર્ષના ટૂંકા ગાળા માં જ શાસ્ત્રીય સંગીતમાં નિપુણતા પ્રાપ્ત કરી .
મુંબઈમાં કારકિર્દી ની શરૂઆત
આ અરસામાં તેમના પિતાજીને ખબર પડી કે પંડીત ભીમસેન જોશી જાલંધર માં છે .તેવા સમાચાર મળતાં તેઓ જાલંધર જઈ પંડીતજીને લઈ આવ્યા .પંડીત ભીમસેન જોશીએ મુબઈમાં રેડિયો ઉપર તેમની ઉત્તમ ગાયકી આપીને દેશને પોતાનો પરિચય કરાવ્યો . તેમણે રેડિયો ઉપરાંત ફિલ્મ ક્ષેત્રે પણ નોધપ્રાપ્ત ગીતો ગાયાં છે . તેમણે વસંત બહાર ,તાનસેન,આંખે જેવી અનેક ફિલ્મોમાં સુંદર ગાયકી આપી છે . તેમની ગાયકીમાં લય ,આલાપ વિલંબિત લય તેમણે ગાયેલ ખ્યાલ ગાયનની સાથે ઠુમરી નાટ્ય સંગીત ,ગીત અને ભક્તિ સંગીત સહિત તમામ પ્રકારોની ગાયકીમાં તેઓ પ્રભુત્વ ધરાવતા હતા . તેમણે ખ્યાલ રાગ સિવાય બીજા અનેક રાગોની સ્થાપના કરી છે .તેમણે ગાયેલું મીલે સૂર મેરા તુમ્હારા તો સૂર બને હમારા થી સમગ્ર ભારતમાં ભીમસેન જોશી પ્રખ્યાત બન્યા હતા . તેમણે અનેક ફિલ્મોમાં પણ એમની ગાયકી આપી છે . ઓગણીસ વર્ષની નાની ઉમરથીજ ભીમસેન જોશી સ્ટેજ પર પ્રોગ્રામ આપવાનું શરૂ કર્યું હતું . અને સાથે ગીત ,ભક્તિ સંગીતનાં અનેક આલબંબ બનાવ્યા.
અનેક પુરુસ્કારોથી સન્માન
પંડીત ભીમસેન જોશીને તેમની શાસ્ત્રીય સંગીતની ઉચ્ચતમ સેવા માટે અનેક પુરુસ્કારો પ્રાપ્ત થયા હતા સંગીત અકાદમીના શ્રેષ્ઠ પુરુસ્કારો ઉપરાંત કન્નડ પુરુસ્કારો સહિત ઘણા પુરુસ્કારો મળ્યા . 1972 માં પદ્મશ્રી ,1985 માં પદ્મ ભુષણ ,1999 માં પદ્મ વિભૂષણ અને અને 2008 માં ભીમસેન જોશીને ભારત રત્ન થી નવાજવામાં આવ્યા હતા . 1998 માં મીલે સૂર મેરા તુમ્હારા થી તેઓ સમગ્ર ભારતમાં જાણીતા બન્યા હતા . તેમણે રેડિયો અને ફીલ્મી જગતમાં પણ તેમની સેવાઓ આપી છે
ન્યુમોનિયા ની બીમારી થતાં તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યુમોનિયાની તકલીફ વધતાં તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા પરતું તેમનું ન્યમોનિયાના કારણે 24 જાન્યુઆરી 2011 માં ભીમસેન જોશી નું અવસાન થયું હતું .તેમના અવસાનથી ભારતના શાસ્ત્રીય સંગીતનો એક યુગ સમાપ્ત થયો .તેમની ખોટ ક્યારેય પુરાશે નહીં . આજે તેમના જન્મ દિવસે gujaratinfohub તરફથી તેમને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરે છે .