વ્યક્તિ વિશેષ

કનૈયાલાલ મુનશી: ભારતની આઝાદીની સ્વાતંત્ર્ય ચળવળના સેનાની ની પુણ્યતિથિ – Kanaiyalal Munshi 

કનૈયાલાલ મુનશી
Written by Gujarat Info Hub

Kanaiyalal Munshi: કનૈયાલાલ માણેકલાલ મુનશી નો જન્મ 30 ડિસેમ્બર 1887 ના રોજ ભરૂચમાં થયો હતો . ભરુચે ગુજરાતને ઘણા ખ્યાતનામ સર્જકો આપ્યા છે .પરંતુ કનૈયાલાલ મુનશી માત્ર સર્જક જ નહી .પરંતુ અનેકવિધ ક્ષેત્રે તેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે . તેમના પિતાનું નામ  માણેકલાલ અને માતાનુંનામ તાપીબા હતું. તેમણે ભારતના પ્રખર રાજકારણી,હાઈકોર્ટના વકીલ ,પ્રખર સાહિત્યકાર અને શિક્ષણવિદ એમ વિવિધક્ષેત્રે તેમણે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે તારીખ 08 ફેબ્રુઆરી 2023 ક.મા.મુનશીની પુણ્ય તિથી દિવસે તેમને આ શબ્લાંજલી થકી શ્રધ્ધાંજલી પાઠવું છું . તો ચાલો આપણે તેમના વિશે વધુ જાણકારી મેળવીએ .

કનૈયાલાલ મુનશી – K.M.Munshi

 કનૈયાલાલ માણેકલાલ મુનશી એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરી વડોદરાની કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો . તે સમયના તેમના શિક્ષક શ્રી અરવિંદ  ઘોષ ભૂલાભાઈ,મહાત્મા ગાંધી ,સરદાર પટેલવગેરે નો કોલેજ કાળના અભ્યાસ દરમ્યાન તેમના જીવન ઉપર  ઊંડો પ્રભાવ . 1910 માં એલ.એલ .બી.નો અભ્યાસ પૂર્ણ કરી તેમણે  મુંબઈ હાઈ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી .

 ક.મા.મુનશી kma munashi 1915:20 દરમ્યાન હોમરૂલ લીગના મંત્રી રહ્યા .1925 માં મુંબઇ ધારા સભામાં ચૂંટાયા . આઝાદીની ચળવળમાં પણ સ્ક્રીય પણે જોડાયા અને જેલવાસ પણ ભોગવ્યો , બંધારણ સભામાં સભ્ય તરીકે રહી બંધારણ ધડાતરમાં સેવાઓ પણ આપી . કેન્દ્રમાં કૃષિ પ્રધાન ,મુંબઈ રાજ્યમાં ગૃહ પ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજયપાલ તરીકે પણ સેવાઓ આપી છે . સોમનાથ મંદીર જીર્ણોધ્ધાર અને હૈદરાબાદ વિલીનીકરણ માં તેમણે મહત્વનુ યોગદાન આપેલું છે . કાંગ્રેસ સાથે મતભેદ થતાં રાજીનામું આપી સક્રીય રાજકારણ માંથી નિવૃતિ લઈ સાહિત્ય સર્જન ક્ષેત્રે મહત્વની ભૂમિકાઓ માં પોતાનું યોગદાન આપ્યું . જોકે આ અગાઉ પણ તેમને સાહિત્ય સર્જન અને માસિક સંપાદન કર્યું છે .

             ક.મા.મુનશીએ સ્વાતંત્ર સેનાની ,રાજકારણી ઉપરાંત સાહિત્ય સર્જનમાં પણ નોંધપાત્ર  યોગદાન આપ્યું છે . 1938માં તેમણે દિલ્હીમાં સાહિત્યની ઉચ્ચ સંસ્થા ગણાતી ભારતીય વિધાભવન ની સ્થાપના કરી . તેમજ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પદને પણ ત્રણવાર શોભાવ્યું છે . એમની પ્રથમ નવલકથા પાટણની પ્રભુતા ઘનશ્યામ ઉપનામથી લખી. પાટણની પ્રભુતા ગુજરાતમાં ખૂબ લોકપ્રિય બનતાં તેમણે પછી . પોતાના કનૈયાલાલ માણેકલાલ મુનશી Kanaiyalal Maneklal Munshi  ના નામે લખવાનું શરૂ કર્યું. જેમાં અનેક વિધ પ્રકારે સાહિત્ય સર્જન કર્યું છે .

આ પણ વાંચો :- બંધારણના અગત્યના પ્રશ્નો

ક.મા.મુનશીએ ગુજરાતની ઐતિહાસિક નવલકથા ક્ષેત્રે કરેલું સર્જન તેમને ગુજરાતના શ્રેષ્ઠ નવલકથા કારોની શ્રેણીમાં મૂકે છે . આ સિવાય ગુજરાતનો નાથ ,રાજાધિરાજ ,પૃથ્વી વલ્લભ,લોપામુદ્રા,જય સોમનાથ,  વગેરે ઘણી નવલકથાઓ લખી છે . મારી કમલા વાર્તા  તેમજ  કાકાની શશી જેવાં નાટકો તેમજ અડધે રસ્તે ,શીધાં ચઢાણ  અને સ્વ્પ્ન્ન સિધ્ધીની શોધમાં તેમની આત્મ કથાઓ છે . ગુજરાત માસિક અને સમર્પણ માસિક પણ તેમણે શરૂ કર્યા હતા . કૃષ્ણાવતાર તેમની છેલ્લી નવલકથા છે . જે કુલ 8 ભાગમાં છે . તેમનું અવસાન થતાં તે અધૂરી રહેલી નવલકથા છે.

લગ્ન જીવન :  વર્ષ 1900 માં તેમણે અતિલક્ષ્મી સાથે લગ્ન થયાં 1924 માં અતિ લક્ષ્મીનું અવસાન થતાં તેમણે 1926 માં લીલાવતી સાથે લગ્ન કર્યાં હતા.

 8 ફેબ્રુઆરી 1971 ના રોજ તેમનું અવસાન થયું હતું .

ક.મા.મુનશી ના સાહિત્ય સર્જન (નોંધપાત્ર કૃતિઓ )

ક.મા.મુનશી ની અગત્યની નવલકથાઓ
વેરની વસુલાત1913
કોનો વાંક1915
સ્વપ્નદ્રસ્ટા  1924
સ્નેહસંભ્રમ 1931
પાટણની પ્રભુતા 1916
ગુજરાતનો નાથ 1958
રાજાધિરાજ 1922
પૃથ્વી વલ્લભ 1920
ભગવાન કૌટિલ્ય1924
જય સોમનાથ 1940
ભગ્ન પાદુકા 1955
લોમ હર્ષિણી 1945
ભગવાન પરશુરામ1946
કૃષ્ણાવતાર (ભાગ 1 થી 8) 1963-64
ક.મા.મુનશી ના નાટકો
વાવા શેઠનું સ્વાતંત્ર્ય 1924
આજ્ઞાંકિત 1927
કાકાની શશી 1928
બ્રહ્મચર્યાશ્રમ1931
પીડાગ્રસ્ત પોફેસર 1933
મધુરીકા 1936
છીએ એજ ઠીક 1948
વાહ રે મે વાહ 1945
કનૈયાલાલ મુનશી ના પૌરાણિક નાટકો
ધ્રુવ સ્વામીની દેવી 1924
પુરંદર પરાજય 1922
અવિભક્ત આત્મા 1923
તર્પણ 1924
પુત્ર સમોવડી 1924
કનૈયાલાલ મુનશી ના વાર્તા સંગ્રહ
મારી કમલા અને બીજી વાતો 1921
ક.મા.મુનશીનીઆત્મ કથા
અડધે રસ્તે 1942
સીધાં ચઢાણ 1943
સ્વપ્ન સિધ્ધીની શોધમાં 1953
મારી બિન જવાબદાર કહાની 1943
ક.મા.મુનશી ના ચરિત્ર લેખ
નરસૈયો ભક્ત હરિનો   1933
નર્મદ અર્વાચીનોમાં આધ 1939
કનૈયાલાલ મુનશી

જાણો :- ભારત રત્નથી નવાજીત પંડિત ભીમસેન જોશી 

મિત્રો, આવા વ્યક્તિ વિશેષ વધુ જોવા માગતા હોવ તો અમને કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો. જનરલ નોલેજ ના પ્રશ્નોતરી માટે અને તમામ ભરતી ના સમાચાર માટે અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment