Kinetic Green E Luna Electric : કાઈનેટિક ગ્રીન લુના મોપેડને કેન્દ્રિય પરિવહન મંત્રી શ્રી નિતિન ગડકરીએ લોન્ચ કર્યું. હવે ફરી કહો”ચલ મેરી લુના” માત્ર 10 પૈસામાં પ્રતિ કિમીની સફર
Kinetic Green E Luna:
50 વર્ષ પહેલાં લોકોના દિલમાં રાજ કરનારું લુના ઈલેક્ટ્રિક મોપેડ પોતાના નવા ઇલેક્ટ્રીક અવતારમાં લોન્ચ કરવામાં આવ્યું . 1972 માં કાઈનેટિક એન્જીનિયરીંગ લીમીટેડ કંપની દ્વારા લુનાને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. 1990 સુધી લુનાની બોલબાલા હતી. કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરીને લુના મોપેડ તેમને ભેટ આપવામાં આવ્યું હતું. એ વાતને તેમણે યાદ કરીને લુનાની સફરને તેમને યાદ કરી હતી.
50 સીસી એન્જિન અને ઓછા વજનને કારણે કાઈનેટિક લુના વધુ સારી એવરેજ આપવાના કારણે ગરીબ મધ્યમ વર્ગના લોકોનું ખૂબ માનીતું મોપેડ હતું તે ખડતલ ચેચીસ ઉપરાંત મોટાં ટાયર હોવાથી ચલાવવામાં સુલભ હોવાથી સૌને પસંદ પડયુ હતું. પરતું તે પછીના દસકમાં લુના ધીમે ધીમે બજારમાંથી સંપૂર્ણ ગાયબ થઈ કાઈનેટિક કંપનીએ તેનું વેચાણ બંધ કરવાથી ગયેલું લુના પોતાના નવા ઇલેક્ટ્રીક અવતારમાં પાછું ભારતમાં રોડ પર ફરતું જોવા મળશે.
હવે નવીન ટેક્નોલૉજી વાળાં ઈલેક્ટ્રિક બેટરી અને ઈલેક્ટ્રિક મોટર થી ચાલતાં વાહનોના યુગમાં ફરીથી લુનાને બજારમાં પ્રવેશ કરવાનો મોકો મળ્યો છે. નવા અવતારમાં લોન્ચ કરવામાં આવેલું કાઈનેટિક ગ્રીન ઈ લુનાને કાઈનેટિક એન્જીનિયરીંગ કંપનીની સહયોગી કંપની કાઈનેટિક ગ્રીને લુનાના નામને પુન: જીવિત કર્યું છે.
કિમત અને બુકિગ :
કાઈનેટિક ગ્રીન લુના મોપેડને કિમતની વાત કરવામાં આવેતો રૂપિયા. 69990 (ex શો રૂમ ) ની શરૂઆતની કિમતે લોન્ચ કરવામાં આવ્યું છે. માત્ર 500 રૂપિયામાં તમે બુકિંગ કરાવી શકશો.
બેટરી અને ઇલેક્ટ્રીક મોટર :
તેમાં 2.2 Kw (2.9 bhp) મોટર ફીટ કરવામાં આવેલી છે. જ્યારે બેટરી પેક વિકલ્પોમાં 1.7 kw ,2.0 kw ,3.0 kw યુનિટનો સમાવેશ થાય છે. એક વખત ચાર્જ કરવાથી બેટરી 110 કિલોમીટર અને 3 kw બેટરી 150 કિમી સુધીની એવરેજ આપે છે. તેની ટોપ સ્પીડની વાત કરવામાં આવેતો લુના ઈ મોપેડ 50 કિલોમીટર સ્પીડ આપે છે. તેમજ લોડ કેપેસિટી 150 કિલોની હોવાનું જાણવા મળે છે.
આકર્ષક ફીચર :
કાઈનેટિક ગ્રીન લુના મોપેડના અન્ય ફીચરની વાત કરીએ તો તેમાં યુએસબી ચાર્જર,ડિજીટલ કન્સોલ, ટેલિસ્કોપિક ફોક્સ 16 ઇંચ વાયર, સ્પોક વ્હીલ્સ, ત્રણ રાઇડિંગ મોડ, સાથે કોમ્બી બ્રેકનો સમાવેશ કરવામાં આવેલો છે. કંપનીનું કહેવું છે કે કાઈનેટિક ગ્રીન ઈ લુના માસિક રૂપિયા EMI 2000 ચાર્જીગ ખર્ચ માત્ર 300 ગણવામાં આવેતો કાઈનેટિક ગ્રીન લુના મોપેડ માત્ર 10 પૈસા જેટલી મામૂલી કિમતમાં 1 કિમીની એવરેજ આપે છે.
કાઈનેટિક ગ્રીન લુના મોપેડ માત્ર રૂ 500 માં બુકિંગ કરાવી શકો છો. માત્ર રૂપિયા. 69990(Ex શોરૂમ ) કિમતે મળીશકે અને માત્ર 10 પૈસા પ્રતિ કીમી ચલાવી સફરની મજા માણી શકશો. Kinetic Green E Luna Electric આકર્ષક પાંચ નવા રંગોમાં ઉપલબ્ધ છે.
આ જુઓ:- ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ જાહેર, પરીક્ષા પધ્ધતીમાં ધરખમ ફેરફાર
મિત્રો, આજનો અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમોને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને બીજા આવા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતાં રહેશો. જુદાં જુદાં માધ્યમો દ્વારા મળતી માહિતી અમો આપના માટે અહી રજૂ કરીએ છીએ અમે તે બાબતોની ખરાઈની ખાતરી આપતા નથી. અમારો આજનો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !