Stock Market

Krystal Integrated Services IPO: આજે ખુલશે 300 કરોડનો IPO, જો તમે રોકાણ કરવા તૈયાર છો તો જાણો તમામ વિગતો

Krystal Integrated Services IPO
Written by Gujarat Info Hub

Krystal Integrated Services IPO: મિત્રો, આ અઠવાડિયામાં ઘણા બધા IPO આવી રહ્યા છે ત્યારે જે લોકો IPO માં રોકાણ કરવા માંગે છે તેઓ માટે આજે એક નવી કંપનીનો IPO  આવી રહ્યો છે. આજે Crystal Integrated Services નો IPO ખુલવા જઈ રહ્યો છે. જે રોકાણકારો માટે ૧૪ માર્ચે ખુલશે અને ૧૮ માર્ચ સુધિ બિડ કરી શકશે. જો કંપનીના પ્રાઇઝ બેંડની વાત કરીએ તો તેની પ્રાઈઝ બેંડ 680-715 નક્કી કરેલ છે. આ કંપનીએ IPO ના અગાઉના દિવસે એન્કર રોકાણકારો પાસેથી કુલ ૯૦.૦૪ કરોડ એકત્રીત કરેલ છે. તો ચાલો જાણીએ કંપની વિશે વધુ માહિતી.

કંપનીના IPO ની વિગતો

આ કંપનીના પ્રાઇઝ બેંડની આપડે વાત કરી તેમ ૬૮૦-૭૧૫ રુપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. આ કંપનીએ IPO હેઠળ કુલ ૧૭૫ કરોડના નવા શેર ઇશ્યુ કરશે અને ઈસ્યુમાં બિડિગ માટે લોટની સાઈઝ ૨૦ રૂપિયા શેર છે. આ સિવાય આ IPO માં ક્રિસ્ટલ ફેમિલી હોલ્ડિંગ્સ કંપનીમાં 100 ટકા હિસ્સો ધરાવે છે.

Krystal Integrated Services IPO નું કદ

આ કંપની બુક બિલ્ડ ઈસ્યુમાંથી ૩૩.૧૩ કરોડ રુપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. અને ૩૦૦.૧૩ કરોડમાંથી ૧૭૫ કરોડ નવા શેર જારી કરવાની ધારણા વ્યક્ત કરી છે જ્યારે બાકીના ૧૨૫.૧૩ કરોડને ઓફર ફોર સેલ (OFS)  માટે આરક્ષિત રાખશે.

કંપની શું કરે છે

ક્રિસ્ટલ એક સંકલિત સુવિધા વ્યવસ્થાપન કંપની તરિકે ખ્યાતનામ છે. તે આરોગ્યસંભાળ, હાઉસકીપિંગ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સેવાઓ, કચરો વ્યવસ્થાપન અને જંતુ નિયંત્રણ, અન્ય ઘણી સેવાઓ પ્રદાન કરે છે. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિસના ક્લાયન્ટ વિશે વાત કરીએ તો રેલવે અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના કામો કરે છે.

આ પણ વાંચો: આ Post Office Scheme તમને આપશે 8.2% નુ જંગી વ્યાજ, તો આજે જ રોકાણ કરો અને તમારૂ ભવિષ્ય સુરક્ષિત કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment