Paytm Bulk Deal: Paytm અત્યારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. રિઝર્વ બેંકના નિર્ણય બાદ કંપનીના શેર ગુરુવાર અને શુક્રવારે 20 ટકાની નીચલી સર્કિટ પર આવી ગયા હતા. પરંતુ બજાર બંધ થયા બાદ કંપની વિશે એક સારા સમાચાર આવ્યા. જાયન્ટ કંપની મોર્ગન સ્ટેનલીએ Paytm શેરની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સના રૂ. 244 કરોડના શેર ખરીદ્યા છે. આ વ્યવહાર ઓપન માર્કેટ દ્વારા થયો છે.
50 લાખ શેરની ખરીદી
મોર્ગન સ્ટેનલીએ આ ડીલ તેની સિંગાપોરની કંપની મોર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપોર) Pte દ્વારા કરી છે. તેણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં ખરીદી કરી છે. Paytm બલ્ક ડીલના ડેટા અનુસાર, મોર્ગન સ્ટેનલી એશિયાએ 50 લાખ શેર ખરીદ્યા છે. એટલે કે તેણે Paytmમાં 0.8 ટકા હિસ્સો ખરીદ્યો છે.
ફાયનાન્સિયલ સર્વિસીસ કંપનીએ આ શેર રૂ. 487.20માં ખરીદ્યા છે. કંપનીએ કુલ રૂ. 243.60 કરોડનું રોકાણ કર્યું છે. જોકે, શેર વેચનાર વ્યક્તિનું નામ હજુ સુધી જાણી શકાયું નથી
પેટીએમના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડને 29 ફેબ્રુઆરી પછી વોલેટ્સ, ફાસ્ટ ટેગ્સ, ગ્રાહક ખાતાઓ અને અન્યમાં થાપણો કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં, One97 કોમ્યુનિકેશન્સ Paytm પેમેન્ટ્સ બેંકમાં 49 હિસ્સો ધરાવે છે. જોકે, Paytmએ તેને તેની સબસિડિયરી કંપની તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારના ઘટાડા બાદ BSEમાં કંપનીના શેરની કિંમત 487.05 રૂપિયાના સ્તરે આવી ગઈ છે.
નોધ:- આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.