રવિશંકર મહારાજ નિબંધ: સ્વાતંત્ર્ય સેનાની સાદગી અને સત્ય નિષ્ઠાના પર્યાય પ્રખર લોક સેવક મૂક સેવક રવિશંકર મહારાજ ની 139 મી જન્મ જયંતિ એ કોટી કોટી વંદન
જન્મ અને બાળપણ
રવિશંકર મહારાજ Ravishankar Maharaj ને લોકો મૂક સેવક મહારાજના નામથી ઓળખે છે. તેમનું વતન મહેમદાવાદ પાસેનું ગામ સરસવણી હતું. પરંતુ તેમનો જન્મ તેમના મોસાળમાં ખેડા જીલ્લાના માતર તાલુકાના રઢુ ગામમાં થયો હતો. ઔદીત્ય ટોળકીયા બ્રાહમણ કુટુંબમાં પિતા શિવરામભાઇ વ્યાસ અને માતા નાથીબાને ત્યાં 25 ફેબ્રુઆરી 1884 ના રોજ શિવરાત્રીના પાવન દિવસે થયો હતો . તેઓ જીંદગીનાં સો વર્ષ જીવી 1 જુલાઇ 1984નાં દિવસે ખેડા જીલ્લાના બોરસદ ખાતે સ્વર્ગ વાસી થયા હતા .
તેમના પિતા એક સામાન્ય ખેડૂત હતા . રવિશંકર માત્ર છઠ્ઠા ધોરણ સુધી ભણ્યા અને ત્યારબાદ પિતાને ખેતીના કામમાં મદદ કરવા માટે તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો હતો . તેઓ જ્યારે નાના હતા એ અરસામાં જ પિતાનું અવસાન થયું .ત્યારે તેઓ 19 વર્ષના હતા . અને થોડા વર્ષો પછી તેમનાં માતા પણ અવસાન પામ્યાં ત્યારે રવિશંકર મહારાજની ઉમર 22 વર્ષની હતી .
સ્વાતંત્ર્ય સેનાની અને લોકસેવાનાં કાર્યો
માતાપિતાના અવસાન પછી તેમનું મન લોકોની સેવાઅને ભારતની આઝાદીની ચળવળમાં લાગ્યું. તેઓ વિનોબા ભાવેની ભૂદાન અને સર્વોદયની પ્રવૃતિમાં જોડાયા હતા . તેમના જીવનમાં સરદાર વલ્લભભાઈ પટેલ ,મોહનલાલ પંડયા અને મહાત્મા ગાંધીના વિચારોનો ખૂબ પ્રભાવ પડયો હતો . તેઓ બોલવાનું ઓછું પસંદ કરતા પરતું લોક સેવા એજ એમનો જીવન મંત્ર હતો એટલેજ તેઓ મૂક સેવક મહારાજ Muksevak Maharaj તરીકે ઓળખાયા હતા .
2011 માં રવિશંકર મહારાજ Ravishankar Maharaj મોહનલાલ પંડયા (ડુંગળી ચોર) ના સંપર્કમાં આવ્યા હતા .મોહનલાલે તેમનામાં રાષ્ટ્ર પ્રેમની ભાવનાને બળવતર બનાવી હતી . 1915 માં તેમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઈ હતી . મહાત્મા ગાંધીના શ્રીમદ રાજચંદ્ર વિશેના ભાષણે તેમના મન ઉપર જબરી અસર કરી . એક સભામાં મહાત્મા ગાંધીએ સતત રાતદિવસ ભારતની આઝાદી માટેના લડવાઇયાઓ ની જરુરીયાત માટે આહ્વાન કર્યું હતું. તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું નામ લખાવ્યું . તેનાથી પ્રેરીત થઈ રવિશંકર મહારાજે પણ તેમનાં ચાર બાળકોની જવાબદારી તેમના પત્નીને સૂરજબાને સોપી પોતે રાષ્ટ્ર સેવામાં જોડાઈ ગયા .
આ પણ વાંચો :- વીર સાવરકર નું જીવનચરિત્ર
1920 અસહકારના આંદોલન અને 1930 નાં સવિનય કાનૂન ભાંગના આઝાદી ના કાર્યક્રમમાં જોડાયા હતા .1920 માં મકાન વગેરે મિલકત વેચી રાષ્ટ્રને સમર્પિત કરવામાં પત્ની સંમત ના થતાં તેઓ ઘર છોડી. સંપૂર્ણ પણે રાષ્ટ્રને સમર્પિત થયા . જ્યારે તેમનાં પગરખાં ચોરાયાં ત્યારથી તેમણે પગરખાં પહેરવાનું બંધ કર્યું હતું તેઓ ખુલ્લા પગે ચાલીને જ લોક સેવાની ભૂદાન અને સર્વોદયની ચળવળ ચલાવતા રહ્યા . રવિશંકર મહારાજ મૂકસેવક મહારાજ Muksevak Maharaj પોતાની સાથે હમેશાં દોરી અને લોટો રાખતા. મૂક સેવક મહારાજે લગભગ 6000 કી.મી.નો પ્રવાસ પગે ચાલીને કર્યો હતો .
સર્વોદય અને ભૂદાનની પ્રવૃતિઓ
મૂક સેવક મહારાજે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની પાણીની અછત વાળા વિસ્તારોમાં ઘણા બોર અને કૂવાઓ બનાવી પાણીની સમસ્યા દૂર કરી હતી . તેથી બનાસકાંઠાના લોકો તેમને બોરીંગ વાળા મહારાજ પણ કહેતા હતા .
તેમણે વાત્રક કાંઠાના ખૂંખાર બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું . 1923 ના બોરસદ સત્યાગ્રહમાં હૈડિયાવેરો નાબૂદકરવા કરવા ચળવળ ચલાવી અને લોકોને હૈડિયા વેરો ના ભરવા સમજાવતા હતા. તેમજ અમદાવાદનાં કોમી હુલ્લડોને શાંત કરવા મહત્વનો ભાગ ભજવ્યો હતો.
આઝાદીની ચળવળ દરમ્યાન જેલવાસ માં પણ મહારાજ લોકોને સાદી ભાષામાં ગામઠી ગીતા સમજાવતા . સુણાવમાં તેમણે રાષ્ટ્રીય શાળા શરૂ કરી અને પટાવાળા થી માંડી હેડમાસ્ટર સુધીની ફરજ જાતે નિભાવી .તેઓ દિવસ દરમ્યાન માત્ર એક વખતજ ભોજન લેતા હતા એ પણ માત્ર લુખ્ખી ખીચડી જાતે રાંધીને ખાતા . લોકોને સમજાવીને દારૂ જેવાં વ્યાસનો પણ છોડાવતા .
આ પણ વાંચો :- પંડિત દીનદયાળ ઉપાધ્યાય
વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં લોકો ઉત્સાહભેર તેમની જમીન દાનમાં આપતા હતા . સાથે સાથે જમીન વિતરણ વખતે લોકોને બળદ વગેરે લેવા માટે રોકડ પણ દાનમાં આપતા હતા . આમ રવિશંકર મહારાજ પાસે કરોડોની જમીન હોવા છતાં પોતાની પાસે કશુંજ રાખતા નહી એટલેજ લોકો રવિશંકર મહારાજ Ravishankar Maharaj ને રમૂજમાં કરોડપતિ ભીખારી કહેતા.
ભારતના કોઈ પણ ખૂણે માનવ સર્જિત આપતી હોયકે કે કુદરતી આપતી મહારાજ હમેશાં સ્વયં સેવકોની ટુકડી લઈને પહોચી જતા. એક હાકલથી લોકો તેમની ઝોળીને પૈસાથી ભરી દેતા . તેમની હાજરી માત્ર થી લોકોને શાંતિનો અનુભવ થતો . તેઓ વિનમ્ર ભાવે લોકોને કહેતા કે હું તો ગાંધીબાપુનો ટપાલી છું .
રવિશંકર મહારાજ સન્માન
ભારતની આઝાદી પછી ગુજરાત રાજ્ય મુંબઇ રાજ્યથી વિભાજીત થઈ અલગ રાજ્ય બન્યું ત્યારે રવિશંકર મહારાજના હાથે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું .
ગુજરાતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે એક પુસ્તમાં ગાંધીજીનો બહારવટિયો એવો શબ્દ પ્રયોગ કર્યો છે . રવિશંકર મહારાજ Ravishankar Maharaj વિશેના લખેલા આ પુસ્તકનું નામ માણસાઈના દીવા છે .
ભારત સરકારે રવિશંકર મહારાજ ના માનમાં 1984 માં ટપાલ ટિકીટ બહાર પાડી હતી .ગુજરાતના સમાજ કલ્યાણ ખાતા દ્વારા લોક સેવાનું કાર્ય કરનાર વ્યક્તિને રૂ. એક લાખનો રવિશંકર મહારાજ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવે છે .
આ પણ વાંચો :- કનૈયાલાલ મુનશી: ભારતની આઝાદીની સ્વાતંત્ર્ય ચળવળના સેનાની
આવા મુઠ્ઠી ઊંચેરા માનવી મૂકસેવક મહારાજ રવિશંકર મહારાજની 139 મી જન્મ જયંતિએ કોટી કોટી વંદન મિત્રો આ લેખમાં તમને રવિશંકર મહારાજ વિશે Ravishankar maharaj Vishe અથવા રવિશંકર મહારાજ નિબંધ Ravishankar Maharaj Nibandh કેવો લાગ્યો તે અમને કોમેંટમાં અચૂક જણાવશો . અને બીજા આવા આર્ટીકલ વાંચવા અચૂક કોમેન્ટ કરશો .