Samras Hostel Admission 2023: જે વિધાર્થી મિત્રો ગુજરાત સરકારની સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગે છે. તેઓ તારીખ ૨૫ જુન ૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આજે આપણે અહીં સમરસ હોસ્ટેલ માં એડમિશન કેવી રીતે મેળવવું, અરજી કેવી રીતે કરવી, જરુરી ડોક્યુમેંન્ટ અને કુલ સમરસ છાત્રાલયો વિશે જાણીશું.
સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા કોલેજ કક્ષાના સ્નાતક, અનસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થી અને વિધાર્થિનીઓને વર્ગ ૨૦૨૩-૨૪નાાં શૈક્ષચિક વર્ગ માટે અમદાવાદ, ભુજ, વડોદરા , સરતુ , રાજકોટ, ભાવનગર, જામનગર, આણાંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેર્થી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા:૨૫/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
Samras Hostel Admission 2023
આર્ટીકલ | Samras Hostel Admission 2023 |
વિભાગ | Social Justice and Empowerment Department |
કુલ હોસ્ટેલ | ૨૦ |
છાત્રાલયની ક્ષમતા | ૧૩ હજાર વિધાર્થી |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૫ જુન ૨૦૨૩ |
સત્તાવાર સાઈટ | samras.gujarat.gov.in |
સમરસ છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રીયા
સમરસ છાત્રાલયોમાાં પ્રવેશ મેળવવા માટે આવેલ ઓનલાઈન અરજીઓના આધારે સરકારશ્રીના નિયમ અનુસાર પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિધ્ધ કરવામાાં આવે છે. આ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિધાર્થીઓએ સબધિત સમરસ છાત્રાલયો ખાતે (જે સમરસ છાત્રાલયમાાં પ્રવેશ માટે અરજી કરેલ હોય તે છાત્રાલય) નિયત સમયગાળામાાં હાજર રહીને જરુરી ડોક્યુમન્ટ ચકાસણી કરાવવાની રહેશે. સમરસ છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રીયા માટે જરુરી દસ્તાવેજ ની માહિતી નીચે આપેલ છે.
સમરસ હોસ્ટેલ માં એડમીશન મેળવવા જરુરી દસ્તાવેજ
- ઓનલાઈન કરેલ અરજી ની નકલ
- નોન –ક્રિમિલેયર (NON-CREAMY LAYER) પ્રમાણપત્ર ફક્ત S.E.B.C.ના છાત્રો માટે
- જાતિનો દાખલો (CASTE CERTIFICATE)
- આવકનો દાખલો અથવા વાલી જો નોકરી-ધંધો કરતાાં હોય તો ફોર્મ નં 16A અથવા ઈન્કમટેક્ષ રીટનમ અથવા સરકારશ્રી દ્વારા આવક માટે માન્ય કરેલ અન્ય પરુાવા. ( ફક્ત કુમાર છાત્રાલયો માટે)
- જે કોલેજમાાં પ્રવેશ મેળવેલ હોય તેમાં ફી ભર્યા અંગેની રસીદ (FEE RECEIPT) અથવા કોલેજમાં પ્રવેશ મળ્યા અંગેના આધાર પરુાવા.
- શાળા છોડયા અંગેનું પ્રમાણપત્ર (L.C)
- દિવ્યાંગ છાત્રો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર
- જો અનાથ હોવ તો વાલી નુ મરણ નુ પ્રમાણપત્ર
- વિધવા સંતાનો માટે પિતાનો મરણનો દાખલો
- આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ માટે E.W.S. (Economically Weaker Section) નું પ્રમાણપત્ર
- વિધાર્થિનું આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા
- કન્યા છાત્રાલયો માટે વાલીના ૨ ફોટા (મુલાકાત માટે)
- બાંહેધરી પત્રક
જ્યારે સમરસ છાત્રાલયમાં મેરીટ આધારીત પસંદગીમાં તમારુ સ્થાન નક્કી થાય છે, તેના પછી ઉપર મુજબના જરુરી ડોક્યુમેન્ટ ની અસલ કોપી અથવા ખરી નકલ (True Copy) લઈ, તમે પસંદ કરેલ સમરસ હોસ્ટેલ ખાતે લઈ નક્કી કરેલ તારીખે હાજર રહેવું જરુરી છે.
સમરસ છાત્રાલયમાં પ્રવેશ ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રીયા
જે વિધાર્થી મિત્રો, સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023 માટે ઓનલાઈન અરજી કરવા માંગે છે, તે અમારા નિચે આપેલ સ્ટેપ ફોલોવ કરી સમરસ છાત્રાલયમાં પ્રવેશ ફોર્મ ભરી શકે છે.
- સૌ પ્રથમ સમરસ છાત્રાલયની સત્તાવાર સાઈટ પર જાઓ.
- હવે હોમપેજ પર તમને “Samras Hostel Admission 2023” માટે લિંક મળશે અથવા લોગીન બટન દેખાશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ લોગીન પેજ માં “Registration” બટન પર ક્લિક કરો.
- ઉપરોક્ત વિગતમાં તમારુ નામ, મોબાઈલ નંબર, આધારકાર્ડ નંબર અને પાસવર્ડ નાખી રજીસ્ટ્રેશન પોર્સેસ ને આગળ વધારો.
- ત્યારબાદ તમારી પર્સનલ માહિતી, શૈક્ષણિક માહિતી અને માગ્યાં મુજબની માહિતી ભરો.
- જો અગાઊ કોઇપણ હોસ્ટેલ માં રહેલ હોય તો તેની વિગત ભરો.
- હવે માંગ્યા મુજબના જરુરી ડોક્યુમેન્ટ ને અપલોડ કરો.
- ત્યારબાદ “Declaration” ફોર્મ ને સબમીટ કરી તમારુ Samras Hostel Admission Form ને ઓનલાઈન સબમીટ કરો.
- સમરસ છાત્રાલય અરજી ફોર્મ સબમીટ કર્યા બાદ મેરીટ લિસ્ટ વગેરેની માહિતી સત્તાવાર સાઈટ પર અપડેટ થતી રહેશે.
આ જુઓ :- ધોરણ 12 પછી શું ? તો આ રહ્યા બેસ્ટ કોર્સ અને બનાવો તમારી કારકીર્દિ
અગત્યની લિંક
સમરસ છાત્રાલયમાં અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સમરસ હોસ્ટેલ હેલ્પલાઈન નંબર માટે | અહીં ક્લિક કરો |
અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
Conclusion
ગુજરાતમાં સમરસ હોસ્ટેલ દ્વારા વિધાર્થીઓને તેમના શિક્ષણને આગળ વધારવા માટે મફત આવાસ અને ભોજનની સુવિધા આપવામાંઆવે છે, આ હોસ્ટેલ માં એડિમશન મેળવવા માટે કેટ્લાક નિયમો અને પાત્રતા નક્કી કરાયેલ છે, જે તમને જાણ હોવી જરુરી છે, જેમ કે વિધાર્થીને ૫૦% કે તેનાર્થી વધુ ગુણ મેળવેલ હોવા જરુરી છે. જે જિલ્લાની સમરસ હોસ્ટેલ માં પ્રવેશ મેળવવા માંગતા વિધાર્થીઓ તે જિલ્લામાં આવેલ કોલેજોમાં અભ્યાસ કરતા હોવા જરુરી છે. ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓ ઈ-ગ્રામ માધ્યમથી પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
નોધ: અમે અહીં Samras Hostel Admission 2023 માટે સંપુર્ણ માહિતી તમારી સાથે સેર કરી છે. વધુ માહિતી માટે તમે સત્તાવાર સાઈટ અથવા સમરસ હોસ્ટેલના હેલ્પલાઈન નંબર ની મદદ લઈ શકો છો.
FAQ’s
સમરસ છાત્રાલય શું છે?
સમરસ છાત્રાલય એ ગુજરાત સરકાર દ્વારા જે વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શહેરી વિસ્તારમાં ભણવા આવતા હોય તેવા વિધાર્થીઓ માટે મફત માં રહેવાની અને ભોજન આપતી એક હોસ્ટેલ સુવિધા છે.
Samras Hostel Admission 2023 માટે સત્તાવાર સાઈટ કઈ છે ?
સમરસ હોસ્ટેલ માં પ્રવેશ મેળવવા માટેની સત્તાવાર સાઈટ https://samras.gujarat.gov.in/ છે.
સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે કોણ અરજી કરી શકે ?
જે વિધાર્થીઓ આર્થિક રીતે પછાત કે તેનાથી નિચેની કેટેગરીમાં આવે છે અને તેમને ધોરણ ૧૨ અથવા સ્નાતક માં 50% કરતા વધુ માર્ક મેળવેલ છે તેઓ સમરસ હોસ્ટેલ માટે અરજી કરવા લાયક ગણાય છે.
સમરસ હોસ્ટેલ માં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે.
સમરસ હોસ્ટેલમાં પ્રવેશે મેળવવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૫ જુન ૨૦૨૩ છે.