Result ગુજરાતી ન્યૂઝ

TAT Result 2023: TAT-S નું પરિણામ જાહેર, તમારું ટાટ નું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

TAT-Result-2023-Check-Online
Written by Gujarat Info Hub

TAT Result 2023: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT-S ની પરીક્ષા 4 જૂનના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે. તો TAT ની પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે અને આ પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલની મદદથી મેળવીશું.

TAT-S પરિણામ 2023

  • ટાટ નું રિઝલ્ટ 13 તારીખના જાહેર થઈ શકે છે.
  • TAT ની મુખ્ય પરિક્ષાની હોલટિકિટ 15 તારીખ પછી ડાઉનલોડ કરી શકાશે.
  • જે વિધાર્થીઓ કટઓફમાં સમાવિષ્ટ થશે તેમની જ હૉલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.
  • જનરલ, OBC, SC, ST અને EWS એમ કેટગરી પ્રમાણે કટ-ઓફ અલગ અલગ રહેશે.

તારીખ 4 જૂન 2023 ના રોજ યોજાયેલ ટાટ ની પ્રિલીમ પરીક્ષામાં કુલ 1.65 લાખ વિધાર્થીઓ દ્વારા ફોર્મ ભરાયા હતા. હવે જોવાનું રહ્યું કે વિષય પ્રમાણે કટ-ઓફ કેટલું રહેશે અને TAT RESULT 2023 ક્યારે આવશે તેની તમામ ઉમદાવારો રાહ જોઈને બેઠા હશે. તો તમને જણાવી દઈએ કે TAT નું રિઝલ્ટ 10 જૂન આસપાસ આવી શકે છે.

TAT Result 2023 Overview

બોર્ડરાજય પરીક્ષા બોર્ડ
આર્ટીકલTAT-S રીઝલ્ટ 2023
પરીક્ષા તારીખ04/06/2023
આર્ટિકલ નો પ્રકારરીઝલ્ટ
પરીક્ષા તબક્કોપ્રાથમિક પરીક્ષા
સત્તાવાર વેબસાઇટhttps://www.sebexam.org

TAT-S ANSWER KEY 2023

TAT-S ANSWER KEY: ટાટ ની પરીક્ષા પૂર્ણ થતાં તમામ ઉમેદવારો TAT પ્રશ્નપત્ર સોલ્યુશન ની શોધમાં હતા. ત્યારે અમારા દ્વારા TAT ની આન્સર કી લિંક અમારી સાઈટ પર અપલોડ કરવામાં આવી હતી. જેની તમે ડાઉનલોડ કરવા માટે અમારી નીચે આપેલ લિંક ની મદદથી વિષય પ્રમાણે પેપર સોલ્યુશન PDF ડાઉનલોડ કરી શકો છો.

TAT આન્સર કી માટે અહી ક્લિક કરો

TAT-S OMR શીટ 2023

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT OMR શીટ ડાઉનલોડ કરવા માટે ની લિંક શેર કરવામાં આવી છે. જે તમે સત્તાવાર વેબસાઈટ પર જઈ તમારો રોલ નંબર અને જન્મ તારીખ ની મદદથી તમારી OMR શીટ DOWNLOAD કરી શકશો. ટાટ OMR શીટ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

TAT OMR શીટ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

TAT Result 2023 કેવી રીતે તપાસવું ?

ઉપરોક્ત અમે TAT આન્સર કી અને OMR શીટ કેવી રીતે મેળવવી તેની વિગત શેર કરી હવે તમને TAT માર્ક્સ ખબર પડી ગયા હશે પરંતુ કટ-ઓફ આધારિત તમારી પસંદગી મુખ્ય પરીક્ષા માટે થઈ છે કે નહીં તે માટે તમારે ફાઇનલ રિઝલ્ટ તપાસવું જરૂર છે જેના સ્ટેપ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
  • હવે ત્યાં હોમપેજ પર તમને TAT-S Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
  • નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-S” પસંદ કરો.
TAT-S Result 2023
  • તમારું પરિણામ મેળવવા માટે તમારો Confirmation number અને Seat Number દાખલ કરો પછી સબમિટ પર ક્લિક કરો.
  • તમારી સ્ક્રીન પર તમારું TAT નું રિઝલ્ટ દેખાશે જેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકો છો.

TAT-S ની પ્ર્લિમિનરી પરીક્ષા નું પરિણામ 2 દિવસમાં જાહેર થશે, જેના કટ-ઓફ પ્રમાણે પસંદગી પામેલ ઉમેદવારો TAT ની મુખ્ય પરીક્ષા આપવા માટે તારીખ 13 જૂન પછી રાજ્ય પરીક્ષા બોર્ડ ની સત્તાવાર સાઇટ પરથી હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે.

FAQ’s

TAT નું રિઝલ્ટ ક્યારે જાહેર થશે?

ટાટ નું પરિણામ તારીખ 13/06/2023 જાહેર થશે.

TAT-S Result જોવા માટે સત્તાવાર સાઈટ કઈ છે ?

Gujarat TAT Result જોવા માટેની સાઇટ https://sebexam.org/ છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment