India-News જનરલ નોલેજ

૧૭મુ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન – 17th Pravasi Bharatiya Divas 2023

૧૭મુ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન
Written by Gujarat Info Hub

પ્રવાસી ભારતીય દિવસ 2023: 9 મી જાન્યુઆરીના દિવસને  ભારત પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવે છે . ભારત થી દૂર વિશ્વના ખૂણે ખૂણે વસેલા બીન નિવાસી ભારતીયો દ્વારા  ભારત માટે સહભાગી થવાના  તેમના અમૂલ્ય યોગદાન અને વિદેશની ધરતી ઉપર  ભારતનું ગૌરવ વધારવા બદલ પ્રવાસી ભારતીયોને એવોર્ડ આપી  સન્માનીત કરવાના,તેમજ પરસ્પર ના સંપર્કને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજવાતા આ   દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકા થી માદરે વતન ભારતમાં આવ્યા ની તારીખ 9 મી જાન્યુઆરી 1915 ના ઐતિહાસિક દિવસની યાદને પ્રવાસી ભારતીય દિવસ ની ઉજવણી માટે  નક્કી કરવામાં આવ્યો છે. અને દર વર્ષે આપણે નવમી જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. વર્ષ 2003 માં તત્કાલીન વડાપ્રધાન ભારત રત્ન અટલબિહારી બાજપાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી . ત્યારબાદ દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવતી હતી .  વર્ષ 2015 ના પ્રવાસી ભારતીય દિવસ તરીકે ની ઉજવણી ગુજરાત રાજ્યના યજમાન પદે  ગાંધીનગર મુકામે ઉજવવામાં આવી હતી.  ત્યારથી આપણે દર બે વર્ષે પ્રવાસી ભારતીય દિવસને ઉજવીએ છીએ દરેક વર્ષેની  ઉજવણી ની થીમ અલગ અલગ નક્કી કરવામાં આવે છે .  

17th pravasi bharatiya divas 2023 chief guest

               વર્ષ 2023 નું 17મું પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શન મધ્યપ્રદેશ સરકારની સહ ભાગીદારી થી  ઈન્દોર મુકામે  યોજવામાં  આવ્યું હતું  .જેમાં વિશ્વભરના 70 દેશો ના 3700 કરતાં વધુ બીન નિવાસી ભારતીયોએ ભાગ લીધો હતો . આ સંમેલન તારીખ 8 જાન્યુઆરી થી ત્રણ દિવસમાટે યોજાયું  હતું .આ પ્રસંગે મુખ્ય અતિથિ રિપબ્લિક ઓફ ગયાના ના મહામહિમ રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ ઈરફાન અલી હતા. જયારે અતિથિ વિશેષ તરીકે સુરીનામ પ્રજાસત્તાક ના મહામહિમ  પ્રમુખ શ્રી ચન્દ્રીકા પરસાદ સંતોખી ની ઉપસ્થિતિ  માં  આ સમારોહનું ઉદઘાટન ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર ભાઈ મોદીએ કર્યું હતું. 17 મા પ્રવાસી ભારતીય દિવસની થીમ હતી. ‘ ડાયસ્પોરા( વિદેશી ભારતીય નાગરિકો) અમૃત કાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો’ એટલેકે બીન નિવાસી ભારતીયોનો ભારતના વિકાસ માં અમૂલ્ય યોગદાન . આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના પ્રાસંગિક ઉદબોધન માં પ્રાવાસી ભારતીયોને બરછટ અનાજ અને હેંડીક્રાફ્ટ માટેના બ્રાન્ડ એંબેસેડર કહ્યા હતા .તેમણે એક વખત નર્મદા દર્શન કરવા અને મહાકાલ લોકની મુલાકાત લેવા પણ કહ્યું હતું . ભારત સ્કીલ કેપીટલ અને વિશ્વના વિકાસનું એન્જીન બન્યું છે .તેમણે ભારતના ટેલેંટેડ અને પ્રમાણિક યુવાનોને સાથે રાખી તેમની સાથે જોડાવવાની વાત  પણ વાત કરી હતી . જ્યારે જ્યારે દુનિયામાં શિસ્ત અને શાંતિની વાત થશે ત્યારી ત્યારે વિશ્વને ભારતની યાદ આવશે . ભારત G 20 ઇવેંટને ઐતિહાસિક બનાવવા માગે છે . ગયાના મહામહિમ રાષ્ટપતિ અને સુરીનામના રાષ્ટ્રપતિ ચન્દ્રીકા પસાદે આ પ્રસંગે એક ટપાલ ટિકીટ પણ બહાર પાડવામાં આવી હતી આ ટપાલ ટીકીટની થીમ હતી ‘સુરક્ષિત જાયેં પ્રશિક્ષિત જાયેં  ‘

             ત્રીજા દિવસે એટલે કે દસમી જાન્યુઆરી સમાપન દિવસના  રોજ પ્રવાસી ભારતીય પુરસ્કાર સમારંભના અધ્યક્ષ મહામહિમ રાષ્ટ્રપતિ  જ્યોતિ મુર્મુજી દ્વારા 27 જેટલા પ્રવાસીય ભારતીયોને પ્રવાસી ભારતીય સન્માન  પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા  .

વાચો :- ૨૬ મો રાષ્ટ્રીય યુવા દિવસ ૨૦૨૩

મિત્રો ,તમને અમારો આ નિબંધ કેવો લાગ્યો તે જરૂર જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો   ખૂબખૂબ આભાર .

મિત્રો અમારો આ “પ્રવાસી ભારતીય દિવસ” અથવા પ્રવાસી ભારતીય દિવસ 2023 આર્ટીકલ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં અચૂક જણાવશો અને આવાજ બીજા આર્ટીકલ જોવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો આભાર !

પ્રવાસી ભારતીય દિવસ FAQS

પ્રશ્ન: 1 પ્રવાસી ભારતીય દિવસ ક્યારે આવે છે ?

જવાબ: પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી ના રોજ ઉજવવામાં આવે છે .

પ્રશ્ન : 2 પ્રવાસી ભારતીય દિવસ શરૂ કરનાર વડાપ્રધાન કોણ હતા ?

જવાબ : પ્રવાસી ભારતીય દિવસ ઉજવણી શરૂ કરનાર વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈ હતાં.

પ્રશ્ન: 3 વર્ષ 2023 માં યોજાયેલ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન કેટલામું હતું ?

જવાબ: 2023 ના વર્ષમાં યોજાયેલું પ્રવાસી ભારતીય સંમેલન 17 મું હતું .

પ્રશ્ન: 4 17 માં પ્રવાસી ભારતીય સંમેલન 2023 ના મુખ્ય મહેમાન કયા દેશના રાષ્ટ્ર પ્રમુખ હતા ?

જવાબ : 17 માં પ્રવાસી સંમેલનના મુખ્ય મહેમાન ગુયાના ના રાષ્ટ્ર પ્રમુખશ્રી ડો ઈરફાન અલી હતા.

પ્રશ્ન : 5 વર્ષ 2023 પ્રવાસી ભારતીય દિવસની થીમ કઈ હતી ?

જવાબ: 2023 પ્રવાસી ભારતીય દિવસની થીમ અમૃતકાળ માં ભારતની પ્રગતિમાટે વિશ્વસનીય ભાગીદારો છે .

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment