જાણવા જેવું જનરલ નોલેજ

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય ꠰ Gir National Park in Gujarati

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
Written by Gujarat Info Hub

Gir national Park In Gujarati ꠰ गिर राष्ट्रीय उद्यान ꠰ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન :  ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. સમગ્ર ભારત માં વસતા એશિયાઈ સિંહો માટેનું એક માત્ર  ઉદ્યાન છે . સૌ પ્રથમ ગીર રાષ્ટ્રીય અભયારણ્યની સ્થાપના ગીર માં વસતા એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માહે સાસણગીર માં કરવામાં આવી છે.

 શરૂઆતમાં ગીર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ગીર અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો 1965 વર્ષમાં મળતાં ગુજરાતમાં  ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સહિત કુલ ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે. મિતિયાળા અને પાણીયા અભયારણ્ય પણ તેના જ ભાગ છે. અહી વસતા સિંહો માત્ર સમગ્ર એશિયા માં ફક્ત ભારતના ગુજરાત રાજ્યના ગીર  પ્રદેશમાં જોવા મળે છે.

જુનાગઢ,ગીર સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લાના વિસ્તારો નો ગીર અભ્યારણ્યમાં સમાવેશ થાય છે . ગીર અસંખ્ય વૃક્ષો અને ઝરણા અને નદીઓ વડે ધેરાયેલું છે.ગીર  ખૂબ સુંદર પ્રાકૃતિક વિસ્તાર છે. ગીર માં  સિંહ,ચિત્તલ, દીપડા હરણ ઝરખ અને અનેક વન્યજીવો અને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે ગીર માં સપુસ્પ વનસ્પતિની પણ 500 કરતાં વધુ પ્રજાતિઓ જોવા મળે છે.

પ્રકૃતિ એટલે સાક્ષાત પરમાત્મા સાથેનું મિલન,અહી દરેક ઋતુ ની આગવી ઓળખ છે . કલકલ નાદ સુણાવતી હિરણ અને બીજી નાની નાની છએક નદીઓ અને  મધુર સંગીત રેલાવતાંઝરણાં, માલધારીઓના નેહડા,સાવજની ડણક અને ચીતલ ની છલાંગ  અને  પંખીઓના  મીઠા કલરવ મનને આહ્લાદક શાંતિનો અનુભવ કરાવે છે.

સાસણ ગીર વિસ્તાર  :

સાસણ ગીર જંગલ વિસ્તાર કુલ 1882.6 ચોરસ કિલો મીટરમાં ફેલાયેલો છે . જેમાં 1412.1 ચોરસ કીલોમીટર જાહેર ક્ષેત્ર તરીકે જાહેર કરેલ છે . 258.7 ચોરસ  કિલોમીટર માં ગીર નેશનલ પાર્ક અને 1153.4 ચોરસ કિલોમીટર માં ગીર અભયારણ્ય છે. આ ઉપરાંત 470.5 ચોરસ કિલોમીટર વિસ્તાર જંગલ વિસ્તાર અનામત ,સુરક્ષિત અને બીન વર્ગીકૃત જંગલનો બફર ઝોન છે . ગીરનો સમગ્ર વિસ્તાર એટલે કે ગીર અભયારણ્ય ત્રણ જિલ્લાની  હદમાં આવેલું છે .

કેવી રીતે પહોંચવું :

ગીર અભયારણ્ય આમ તો સિંહોના રક્ષણ જતન અને સંવર્ધન માટે બનાવવાં આવ્યું છે . પરંતુ પર્યટકો અહી આવીને એશિયાઈ સિંહોને નજીક થી જોઈ શકે અને તેમના વિશે જાણી શકે તે માટે સરકાર દ્વારા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં “સિંહ સદન” નામનું આધુનિક માહીતી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે . પર્યટકો અહી આવીને સિંહ દર્શન કરી માહિતી મેળવી શકે છે . તેમજ ગીર અભયારણ્ય ના પ્રાકૃતિક વાતાવરણ માં મનની શાંતિનો અનુભવ કરે છે.

અહી સુધી પહોચવા માટે નજીકનું એરપોર્ટ રાજકોટ  100 કિલોમીટરના અંતરે આવેલું છે. રાજકોટ ભારતના ઘણા શહેરો સાથે વિમાન માર્ગે જોડાયેલું છે . અથવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાની મથકથી જુનાગઢ જિલ્લાના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધી આવવા માટે એસ.ટી બસ અને ટેક્ષી સેવા મળી રહે છે. તેમજ ટ્રેન દ્વારા પણ જુનાગઢ અને ત્યારબાદ 53 કિમી  ગીર નેશનલ પાર્ક સુધી આવવા માટે બસ અથવા કાર ટેક્સી મળી રહે છે .

નદીઓ અને જળાશયો :

શેત્રુંજી, હિરણ ,ધાતરવડી,મછુંદ્રી,રાવલ,સાંગાવાડી અને રૂપેણ એમ સાત નદીઓ એ ગીર અભયારણ્ય ને  સમૃધ્ધ બનાવ્યો છે . એમાં ચાર નદીઓ ઉપર બંધ બાંધવામાં આવ્યા છે. કમલેશ્વર બંધ સૌથી મોટો બંધ છે. ગીર માં 300 જેટલાં જળાશયો વન્ય જીવોને પાણી પૂરું પાડે છે .  તેમ છતાં ઓછા વરસાદ કે ઉનાળા દરમ્યાન અહી પાણીની અછત ઊભી થાય ત્યારે વન્ય જીવો માટે પાણીની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.

આબોહવા :

અહી ઉનાળામાં ગરમી 41 ડીગ્રી જેટલી હોય છે . અને શિયાળામાં તાપમાન 10 ડીગ્રી જેટલું નીચું હોય છે .તેમજ ચોમાસામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે .અહી ચોમાસુ 15 જૂન આસપાસ શરૂ થઈ જાય છે જે 30 સુધી રહે છે.

ગીર નેશનલ પાર્કની મુલાકાત માટે ઓગસ્ટ થી ઓક્ટોબરનો સમય ખૂબ અનુકૂળ રહે છે કેમકે ચોમાસાની વિદાય પણ થઈ ગઈ હોય છે.અને આ સમયમાં જંગલમાં વૃક્ષો લીલાંછમ અને વૃક્ષોને વીંટળાયેલી વેલડીઓ ગીર અભયારણ્યને હરીયાળું બનાવે છે .  વાતાવરણ ખુશનુમા લાગે છે. તેમજ જૂન માસથી જુલાઇ માસ સુધી ગીર નેશનલ પાર્ક પર્યટકો માટે બંધ કરવામાં આવે છે.

તેમજ આ સમયગાળામાં વાતાવરણ માં ઠંડક પ્રસરતાં વન્યજીવોને  ટહેલતાં જોવાનો અમુલ્ય લ્હાવો  મળે છે.  પર્યટકોએ મુલાકાત લેતાં પહેલાં “સિંહ સદન”  ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ની વેબસાઇટ પર થી કે ટેલીફોનીક સંપર્ક  કરી જરૂરી માહીતી મેળવી લેવી પણ હિતાવહ છે .

શક્કર બાગ જૂનાગઢ  :

સિંહના પ્રજનન સમય ગાળાનો  અને વર્તન નો અભ્યાસ, તેમજ  સંસોધન અનેક કૃત્રિમ બીજ દાન સહિત એશિયાઈ સિંહો માટે કામ કરતી સંસ્થા સક્કર બાગ જૂનાગઢ માં આવેલી છે. સકકરબાગ દ્વારા સિંહો ના વર્તનનો અભ્યાસ કરી સિંહ સંવર્ધનનું કામ કરવામાં આવે છે. સિંહોનો ઉછેર કરી અન્ય જગ્યાએ મોકલવામાં પણ આવે છે.

અત્યાર સુધી સકકરબાગ જુનાગઢ દ્વારા સેકડો સિંહોને વિશ્વના અને દેશના પ્રાણી બાગમાં મોકલવામાં આવ્યા છે. સિંહોના અન્ય રહેઠાણ ઉપલબ્ધ થઈ શકે તેવા વિસ્તારોનો અભ્યાસ પણ કરવામાં આવે છે . તાજેતરમાં મધ્ય પ્રદેશના કુનો અભયારણ્યમાં સિંહોને સ્થળાંતરીત કરવાનું પણ વિચારાધીન હતું . સિંહોની વસતિ ગણત્રી પણ દર પાંચ વર્ષે કરવામાં આવે છે .

સિંહ વસ્તી ગણતરી :

ગીર નેશનલ પાર્કમાં એશિયાઈ સિહનું  રક્ષણ કરવું અને સંવર્ધન થકી શુધ્ધ સિંહોની પ્રજાતિની જાળવણીનું મુખ્ય ધ્યેય છે .ત્યારે નિયમિત સમયાંતરે વસ્તી ગણતરી કરવી પણ ખૂબ જરૂરી છે એટલેજ દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરીનું કામ કરવામાં આવે છે . પહેલાનાં સમયમાં પગ માર્ક એટલેકે સિંહના પગલાંની છાપને આધારે વસ્તી ગણતરી કરવામાં આવતી હતી.

પરંતુ  હવે   કરવામાં આવતી ગણતરીમાં 1000 સ્વયં સેવકો અને વન કર્મચારીઓ દ્વારા આંખે જોઈને સિંહોની ગણતરી કરવામાં આવી હતી . છેલ્લે વર્ષ 2020 માં કરવામાં આવેલી સિંહ ની વસ્તી ગણતરી મુજબ સિંહોની કુલ સંખ્યા 674 છે. તે પૈકી 161 નર, 260 માદા સિંહણ અને 253 સિંહ બાળ એટલેકે બચ્ચાંનો સમાવેશ થાય છે.  

આ પણ વાંચો :- ગુજરાતના અભયારણ્યો

 ગીર  રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસન માહીતી :

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દેવળીયા ખાતે “સિંહ સદન” નામનું એક આધુનિક માહીતી કેન્દ્ર વન ખાતા દવારા ચલાવવામાં આવે છે .જે ખૂબ આધુનિક અને સુવિધાઓ વાળું છે . અહી મુલાકાતીઓને  માહીતી પૂરી પાડવામાં આવે છે . તેમજ બસ અથવા જીપ્સીમાં બેસાડીને પ્રયટકોને ગાઈડ સાથે રાખીને અમુક સમય માટે સિંહ દર્શન કોઈ એક રુટ પર પ્રવાસ કરાવવામાં આવે છે.

તે માટે 8 જેટલા માર્ગો બનાવેલા છે . પર્યટકો આ મુલાકાત માટે નિયત ફી ભરીને મુલાકાત લઈ શકે છે.તે માટે ઓનલાઈન બુકિંગ  અથવા ત્યાં રૂબરૂ ટીકીટ બારી ઉપર ટીકીટ મળી રહે છે.

અહી આસપાસ માં ઘણી સારી હોટલો અને રીસોર્ટ પેલેસ પણ આવેલા છે . જે પ્રાકૃતિક વાતાવરણ માં કુદરતના સાનિધ્યનો અનુભવ કરાવે છે. તેમાં જમવાની ઉત્તમ સગવડો મહી રહે છે .અને રહેવાની સગવડ મળી રહે છે .

વધુ માહિતી માટે સંપર્ક કરો

ગીર  રાષ્ટ્રીય ઉદ્યાન ꠰ Gir National Park – FAQ’S

(1) ગીર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?

જવાબ : ગીર નેશનલ પાર્ક ગુજરાત રાજ્યમાં આવેલ છે .

(2 )ગીર નેશનલ પાર્ક ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી છે ?

જવાબ: ગીર નેશનલ પાર્ક ની સ્થાપના 1965 માં કરવામાં આવી છે .

(3) ગીર નેશનલ પાર્ક કયા જીલ્લામાં આવેલું છે ?

જવાબ : ગીર નેશનલ પાર્ક દેવળીયા જુનાગઢ જીલ્લામાં આવેલું છે .

(4) ગીર નેશનલ પાર્ક કયા પ્રાણી માટે બનાવવામાં આવ્યું છે ?

જવાબ : ગીર નેશનલ પાર્ક એશિયાઈ સિંહો માટે બનાવવામાં આવ્યું છે .પરતું અભયારણ્યમાં વસતાં તમામ વન્યજીવો રક્ષીત છે .

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment