Arandana Bhav : એરંડા વાયદામાં ઘટાડો થતાં અને માલની આવકો વધતાં એરંડાના ભાવોએ ખેડૂતોને નિરાશ કર્યા ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડોમાં એરંડાના ભાવમાં રૂપિયા 20 થી 50નો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ એરંડામાં ભાવો વધવાની આશાએ હજી પણ ઘણા ખેડૂતો તેમનો માલ વેચી રહ્યા નથી. ઘણા અનુભવી વેપારીઓના મતે એરંડાનું આ વર્ષે વધુ ઉત્પાદન થવાનું અનુમાન છે. અને નવી આવકો પણ બજારમાં આવી રહી છે. એરંડાનું ઉત્પાદન વધારે છે. તેમજ ખેડૂતો અને વેપારીઓ પાસે માલ સ્ટોક પણ વધારે હોવાથી એરંડાના ભાવોમાં વાયદાઓ ઘટતાં એરંડાના ભાવમાં નવા વર્ષની એપ્રિલની શરૂઆતે ભાવમાં વિવિધ માર્કેટયાર્ડોમાં રૂપિયા 20 થી 50 નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
Arandana Bhav
એરંડાની આવકો :
ગત 21 માર્ચના રોજ એરંડા પીઠામાં એરંડાની આવકો 97000 બોરીની રહેવા પામી હતી જ્યારે એરંડાના ભાવની વાત કરવામાં આવેતો વિવિધ ગંજ બજારોમાં એરંડાના સારા માલના ભાવ 1180 થી 1200 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. હાલમાં એરંડાની આવક 130000 ગુણીની રહેવા પામેલ છે.
હાલમાં એરંડા પીઠામાં એરંડાની આવકો વધતો આરંડાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીએ આજના માર્કેટ યાર્ડના એરંડાના ભાવ અને આવકો આજે સૌથી વધુ ઊંચા ભાવ વિજાપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મળ્યા છે. જે 1185 રૂપિયા હતા. જ્યારે વિજાપુર માર્કેટમાં એરંડાની 1000 ગુણની આવક નોંધાઈછે.
બનાસકાંઠાના પાલનપુર માર્કેટયાર્ડ માં ખેડૂતોને એરંડાના 1175 રૂપિયા ભાવ મળ્યા હતા. જ્યારે આવક 3100 બોરીની રહી છે.
એરંડાના ભાવ :
- થરા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને એરંડાના 1175 રૂપિયાનો ભાવ મળ્યો હતો. જ્યારે થરા માર્કેટયાર્ડમાં એરંડાની આવક 4,070 બોરીની થઈ હતી.
- ભાભર માર્કેટ યાર્ડમાં એરંડાના સારા માલના ભાવ 1175 રૂપિયા મળ્યા હતા.
- પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 5,700 બોરીની રહી હતી. પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાના ઊંચા ભાવ 1181 રૂપિયા હતા. જ્યારે એરંડાની આવક 7980 ગુણીની હતી.
- સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં સારા એરંડાના 1185 હતા જ્યારે એરંડાની આવક સિદ્ધપુર માર્કેટમાં 2600 ગુણી હતી.
- વિજાપુર પાટણ થરા ભાભર આમ કેટલાક માર્કેટમાં 1175 થી 1185 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યા છે.
- પાલનપુર માર્કેટયાર્ડનો ભાવ 1175 રૂપિયા અને આવક 3195 ગુણીની રહી હતી.
- ધાનેરા માર્કેટયાર્ડનો ભાવ 1155 નો ભાવ આવક 4250 બોરી થઈ હતી.
- પાંથાવાડા માર્કેટયાર્ડનો ભાવ 1155 અને 1500 ગુણીની આવક થઈ હતી. થરા ભાવ રૂપિયા 1175 માલ આવક 4000 ગુણીની હતી.
- દિયોદર માર્કેટયાર્ડનો ભાવ 1165 જ્યારે આવક 1000 ગુણની હતી.
- ભાભર માર્કેટયાર્ડનો ભાવ 1175 નો ભાવ જ્યારે આવક 5700 ગુણ રહી હતી.
- રાધનપુર માર્કેટયાર્ડમાં 1170 નો ભાવ તેમજ 6,000 ગુણીની આવક
- ભીલડી માર્કેટયાર્ડમાં 1168 રૂપિયાનો ભાવ તેમજ 700 ગુણીની આવક થઈ હતી.
- થરાદ માર્કેટમાં 1181 નો ભાવ જ્યારે 6,500 ગુણની આવક
- પાટણ માર્કેટયાર્ડ 1181 રૂપિયાનો ભાવ મળ્યો હતો.
- વિસનગર માર્કેટયાર્ડ 1175 નો ભાવ તેમજ 3200 ગુણીની આવક
- કુકરવાડા માર્કેટયાર્ડ 1170 નો ભાવ.
- કડી માર્કેટયાર્ડ માં 1166 રૂપિયાનો ભાવ તેમજ 13,200 ગુણીની આવક
- કલોલ માર્કેટયાર્ડ 1167 નો ભાવ તેમજ 920 ગુણીની આવક
- માણસા માર્કેટયાર્ડ 1174 નો ભાવ તેમજ 1820 ગુણીની આવક
- વિજાપુર માર્કેટયાર્ડ 1185 નો ભાવ તેમજ 1000 ગુણની આવક