કપાસના બજાર ભાવ: ગુજરાતમાં કૃષિ ઉત્પાદનના બજારોમાં હાલના સમયે કપાસ સહિત વિવિધ પાકોના ભાવમાં સ્થિરતા અને કેટલાક કેસોમાં થોડો વધારો જોવા મળે છે. હોળી બાદ નવી સીઝન શરૂ થતાં કપાસના ભાવ બોટાદ માર્કેટયાર્ડમાં સૌથી વધુ 1400 રૂપિયા પ્રતિ મણ નોંધાયા છે, જ્યારે મોરબી, બોટાદ સહિત અન્ય યાર્ડોમાં પણ કપાસના માપદંડ અનુસાર ખેડુતોને સરખામણીમાં મીઠા ભાવ મળ્યા છે. બોટાદ યાર્ડમાં ઘઉં, મગફળી, અડદ, તલ અને જીરું જેવા પાકોની હરાજી થઈ હતી, જેમાં તલના ભાવમાં વધારો અને અડદ તથા ચણાના ભાવમાં ઘટાડો નોંધાયો. ખાસ કરીને કપાસની આવકમાં મજબૂત વધારો થતો જોવા મળ્યો છે, જેમાં છેલ્લા બે દિવસમાં 71 હજાર મણની આવક નોંધાઈ છે.
કપાસના બજાર ભાવ 2025
તો આજે આપણે અહીં આ લેખની મદદથી બોટાદ સહિત ગુજરાતના વિવિધ માર્કેટીગ યાર્ડના કપાસના બજાર ભાવ જાણીશુ.
માર્કેટયાર્ડ | કપાસના ભાવ (પ્રતિ કિ.) |
ધંધુકા | 6835 |
બગસરા | 6655 |
બોટાદ | 7050 |
સાવરકુડલા | 7025 |
સિધ્ધ્પુર | 7025 |
જંબુસર | 6800 |
ભાવનગર | 6650 |
વિસનગર | 6785 |
મોરબી | 6815 |
રાજકોટ | 7050 |
જસદણ | 7100 |
ચોટીલ | 7000 |
હળવદ | 6980 |
હિંમતનગર | 7063 |
તો ખેડુત ભાઇઓ અમે અહીં ગુજરાતની વિવિધ માર્કેટયાર્ડના કપાસના આજના બજાર ભાવની માહિતી તમારી સાથે સેર કરી છે. આ ભાવ પ્રતિ ક્વિન્ટલ મુજબ શેર કરવામાં આવેલ છે. જેથી તમામ ખેડુત મિત્રોએ વિવિધ પાકોના બજાર ભાવ માટે અમારી વેબસાઈટની મુલાકત લેતા રહેજો, આભાર.