આજના માર્કેટયાર્ડ ભાવ

Arandana Bhav : એરંડાના ભાવ ગગડ્યા માર્કેટયાર્ડમાં એરંડાની આવકો પણ ઘટી જાણો આજના એરંડાના ભાવ

Arandana Bhav
Written by Gujarat Info Hub

Arandana Bhav : ગુજરાતનાં તમામ એરંડા માર્કેટયાર્ડનાં પીઠામાં એરંડાની આવકોમાં ધરખમ વધારો થતાં માર્કેટ યાર્ડો એરંડાની આવકોથી છલોછલ ઉભરાયાં પરંતુ ભાવ તળીયે પહોચતાં એરંડાનું ઉત્પાદન કરતા ખેડૂતો ભાવને લઈને નિરાશ થયા.

ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ રાજસ્થાનના ગુજરાતના સરહદી જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ સહિત કેટલાક પ્રદેશોમાં રોકડિયા પાક તરીકે ખેડૂતો એરંડાના પાકને વધુ પસંદ કરે છે. વર્ષ 2022-2023 દરમ્યાન એરંડાના સારા ભાવ મળતાં અને એરંડાનું વધુ ઉત્પાદન થવાથી પણ એરંડાના ભાવમાં કોઈ ફરક અગાઉ જોવા મળેલ નથી.

પરંતુ એરંડાની ચાલુ સિઝનના નવા એરંડા બજારમાં આવતાં અને પ્રગતિશીલ ખેડૂતોના માટે એરંડાના રોગચાળાના લીધે એરંડાનું ઉત્પાદન ઘટવાને લીધે ખેડૂતોને બે બાજુ નુકસાન થઈ રહ્યું છે. હાલમાં ગુજરાતના એરંડા બજારમાં એરંડાનો ભાવ રૂપિયા 1091 થી રૂપિયા 1109 સરેરાશ ભાવ જોવા મળી રહ્યો છે. એરંડાની આવકો ઉનાળુ લગ્ન સિઝનને કારણે માર્કેટમાં વધવા પામી છે. હાલમાં ગુજરાતનાં એરંડા માર્કેટયાર્ડમાં આવકો 114590 ગુણી ની રહી છે. એરંડાના ભાવ તળીયે જતાં એરંડાની આવકમાં અંદાજીત 70000 ગુણીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

એરંડાની આવક :

આજરોજ એટલેકે તારીખ 11 મે 2024 ના રોજ પાટણ માર્કેટયાર્ડમાં એરંડાની આવક 15567 બોરીની રહી હતી. જે આજે સૌથી વધુ હતી જ્યારે એરંડાના ભાવ 1060 થી 1121 ના રહ્યા હતા. શિહોરી માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ રહ્યા હતા.

થરા માર્કેટયાર્ડમાં એરંડાની આવક 000 ગુણીની રહી હતી જ્યારે એરંડાના ભાવ 1080 થી 1115 રૂપિયાના રહ્યા હતા. જ્યારે ગુંદરી માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ 1045 થી 1103 રૂપિયા રહ્યા હતા.

આજરોજ પાંથાવાડા માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ 1070 થી 1105 રૂપિયાનો રહ્યો હતો. જ્યારે એરંડાની આવક 1590 ગુણીની જોવા મળી હતી. જ્યારે ડીસા માર્કેટયાર્ડમાં એરંડાની આવક 1748 બોરીની રહી હતી જ્યારે એરંડાનો ભાવ 1095 થી 1122 રૂપિયાનો રહ્યો હતો. ઉનાવા માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ રૂપિયા 1060 થી 1115 રૂપિયા રહ્યો હતો.

એરંડાના આજના ભાવ :

આજના એરંડાના ભાવ :

માર્કેટયાર્ડનું નામ એરંડાના ભાવ (ઊંચા )
પાલનપુર માર્કેટયાર્ડ 1118
થરા માર્કેટયાર્ડ 1115
રાધનપુર માર્કેટયાર્ડ 1108
હારીજ માર્કેટ યાર્ડ 1112
સિધ્ધપુર માર્કેટયાર્ડ 1120
વિસનગર માર્કેટયાર્ડ 1107
કડી માર્કેટયાર્ડ 1100
માણસા માર્કેટયાર્ડ 1111
વિજાપુર માર્કેટયાર્ડ 1122
રાજકોટ માર્કેટયાર્ડ 1091
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment