Arandana Bhav Aajna : એરંડાના આજના બજાર ભાવ 2024 : ગુજરાતના એરંડા પીઠામાં માર્કેટ યાર્ડમાં એરંડાની બમ્પર આવકોથી માર્કેટ યાર્ડ ઉભરાયાં જ્યારે એરંડાના ભાવ નિમ્ન સપાટીએ પહોંચી જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
ચાલુ સિઝનમાં એરંડાની કાપણીનું કામકાજ હાલ શરૂ છે. જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જ્યાં વહેલું આવેતર કરવામાં આવ્યું હતું ત્યાં એરંડાની કાપણીનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. ચાલુ સિઝનમાં વાતાવરણના ફેરફારો જેવા કે ગરમી અને ઠંડી અને કમોસમી વરસાદના કારણે એરંડા પાકોમાં ઘોડિયા ઇયળો,કાતરા અને સુકારા જેવા રોગોને લીધે ઉત્પાદનમાં ઘટાડો થશે એવું અનુમાન પ્રગતિશીલ ખેડૂતો દ્વારા જણાવાઈ રહ્યું છે. જ્યારે માર્કેટ પીઠાંના અનુભવી વ્યાપારીઓ દ્વારા એરંડાનું ઉત્પાદન 20 લાખ ટનથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ખેડૂતોને તો એરંડાનું ઓછું ઉત્પાદન અને ભાવમાં ઘટાડો એમ બેવડું નુકસાન થવાથી નિરાશા અનુભવી રહ્યા છે. આજરોજ ગુજરાતનાં એરંડા પીઠામાં દિન પ્રતિદિન આવકો વધી રહી છે. વ્યાપારીઓ અને ખેડૂત મિત્રોએ વધારે ભાવ મળવાની આશામાં સંગ્રહ કરી રાખેલા એરંડા વેચવા માટે માર્કેટયાર્ડમાં ઠાલવવામાં આવી રહ્યા છે.
એરંડાની આવક :
આજરોજ ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાની કુલ આવક 1,73,300 ગુણની રહી હતી. જ્યારે આજરોજ બજારનો સરેરાશ ભાવ રૂપિયા 1085 થી રૂપિયા 1110 સુધી ખેડૂતોને મળી રહ્યા છે.
આજરોજ ગુજરાતના મુખ્ય એરંડા બજારની આવક અને ભાવનું જોવામાં આવે તો સૌથી વધુ આવક પાટણ માર્કેટ યાર્ડ માં જોવા મળી છે. પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 18070 ગુણીની રહી હતી જ્યારે પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ ₹1,080 થી રૂપિયા 1120 નો રહ્યો હતો.
ધાનેરા માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાની આવક 7500 ગુણીની રહી હતી. જ્યારે ધાનેરા ગંજ બજારમાં એરંડાનો ભાવ ₹1,095 રૂપિયાથી 1105 રૂપિયાનો હતો. ડીસા માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાની આવક 2000 ગુણની રહી હતી જ્યારે એરંડાનો ભાવ ₹1,095 થી 1115 નો રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 8600 ગુણીની રહી હતી. જ્યારે એરંડાનો ભાવ ₹1,085 રૂપિયાથી 1109 સુધીનો રહ્યો હતો. રાધનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 5000 ગુણની રહી હતી જ્યારે એરંડાનો ભાવ ₹1,095 રૂપિયાથી 1117 રૂપિયાનો રહ્યો હતો.
દિયોદર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 4,400 ગુણીની રહી હતી. જ્યારે એરંડાનો ભાવ 1080 થી 1110 રૂપિયાનો રહ્યો હતો. વિસનગર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 6500 ગુણી રહી હતી. જ્યારે એરંડાનો ભાવ 1080 રૂપિયાથી 1110 રૂપિયા સુધીનો રહ્યો હતો. વિજાપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1,900 ગુણીની રહી હતી. જ્યારે એરંડાનો ભાવ 1100 રૂપિયાથી 1141 રૂપિયા સુધીનો રહ્યો હતો. આજરોજ સૌથી વધુ ભાવ વિજાપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મળ્યા છે.
વિવિધ માર્કેટયાર્ડના એરંડાના ભાવ (ઊંચામાં ) :
માર્કેટયાર્ડનું નામ | બજારભાવ |
સિધ્ધપુર | 1119 |
મહેસાણા | 1098 |
કલોલ | 1103 |
કુકરવાડા | 1110 |
કડી | 1110 |
માણસા | 1112 |
વિજાપુર | 1141 |
ગોજારીયા | 1107 |
હિંમતનગર | 1107 |
મોડાસા | 1100 |
દહેગામ | 1085 |
તલોદ | 1100 |
રાજકોટ | 1097 |
ડીસા | 1115 |
ડીસા | 1115 |
દિયોદર | 1110 |
થરા | 1115 |
પાલનપુર | 1117 |
ધાનેરા | 1105 |
પાંથાવાડા | 1109 |
રાધનપુર | 1117 |
લાખણી | 1110 |
કડી | 1110 |