GSEB SSC Result : ધોરણ 10 એસએસસી પરિણામ મેળવો એક ક્લિકથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 SSC પરીણામ આજે 9.00 કલાકે જાહેર કરવામાં આવશે પરીક્ષા આપનાર વિદ્યાર્થી મિત્રો માત્ર એક ક્લિકમાં તેમનું પરિણામ અહીથી મેળવી શકશે. અહી નીચે આપનું પરિણામ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી આપનું પરિણામ મેળવી શકશો.
વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમયથી ધોરણ 10 અને HSC ધોરણ 12 સહિતનું પરિણામ જાહેર થવાને લઈને તારીખો વિશે જાણકારો જણાવી રહ્યા હતાકે લોક સભા ચૂંટણી પછી તરતજ ધોરણ 10 HSC ના તમામ પ્રવાહો અને ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. અને તે મુજબ ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 9 મે ના રોજ ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું.
ત્યારબાદ GSEB દ્વારા ધોરણ 10 SSC નું પરિણામ જાહેર કરવા માટે બોર્ડ દ્વારા નોટિફિકેશન બહાર પાડી ધોરણ 10 ની પરિણામની તારીખ જાહેર કરવામાં આવી. GSEB દ્વારા ધોરણ 10 SSC નું પરિણામ 11 મે ના રોજ જાહેર કરવામાં આવશે મિત્રો જો આપ ધોરણ 10 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી છો અથવાતો,આપના સંતાનોએ ધોરણ 10 ની પરીક્ષા આપી છે. તો આપ અચૂક અહીથી માત્ર ગણતરીની સેકંડોમાં આપનું અથવા આપના સંતાનનું પરિણામ અહીથી મેળવી શકશો.
આપણે ધોરણ 10 SSC નું પરિણામ મેળવવા માટે અમે અહી આપણે બે રીત જણાવી રહ્યા છીએ. આપ બંને રીતે માત્ર ગણતરીની સેકંડોમાં આપનું પરિણામ મેળવી શકશો.
GSEB વેબ સાઇટ દ્વારા આપનું પરિણામ મેળવવું :
મિત્રો આપ અહીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની વેબ સાઇટ દ્વારા આપનું પરિણામ મેળવી શકશો. તે માટે આપે નીચે જણાવ્યા મુજબનાં સ્ટેપને અનુસરવાનાં રહેશે.
- સૌ પ્રથમ આપે આપના મોબાઈલ અથવા કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં જઈ www.gseb.org વેબ સાઇટ સર્ચ કરવાની રહેશે.
- આપ જ્યારે GSEB વેબ સાઇટ ઓપન કરશો તેમાં આપને પરિણામ ટેબ દેખાશે તેના પર ક્લિક કરતાં આપને એક ટેબલમાં બેઠકનંબર અને જમણી બાજુના ખાનામાં કેપ્ચા કોડ નાખવાનો રહેશે.
- આપના દ્વારા વિગતો દાખલ કરતાં સ્કીન ઉપર આપનું પરિણામ જનરેટ થશે. આપ તરતજ તેને આપની ડિવાઈસમાં સેવ કરી શકશો તેમજ પ્રિન્ટ પણ કાઢી શકશો.
WhatsApp દ્વારા પરિણામ મેળવવું :
આ આપનું ધોરણ 10 SSC નું પરિણામ WhatsApp દ્વારા પણ મેળવી શકશો.
તેમાટે આપને અહી જણાવેલ સરળ સ્ટેપ અનુસરી અને આપનું પરિણામ /whatsAPP દ્વારા મેળવી શકશો.
- સૌ પ્રથમ બોર્ડ દ્વારા જણાવવામાં આવેલ એક મોબાઈલ નંબર આપના મોબાઇલમાં સૌ પ્રથમ સેવ કરવાનો રહેશે.
- પરિણામ જાહેર થતાં સેવ કરેલ નંબર પર આપે ચેટિંગ બોક્સ મારફત Hi મેસેજ લખીને મોકલવાનો રહેશે.
- આપના દ્વારા Hi મેસેજ મોકલવામાં આવતાં સામેથી GSEB દ્વારા બેઠક નંબરની વિગત જણાવવાનું કહેવામાં આવશે.
- આપના દ્વારા પુછવામાં આવેલ બેઠક નબરની વિગતો મોકલતાં જ આપનું પરિણામ આપની સ્કીન ઉપર જનરેટ થશે આપ માત્ર થોડીક સેકંડોમાં આપનું પરિણામ મેળવી શકશો.