જાણવા જેવું

Fixed Deposit Interest Rate: ફિક્સડ ડિપોઝિટ પર મળી રહ્યું છે 9% નું તગડું વ્યાજ, જાણો બેંકનું સંપૂર્ણ લીસ્ટ

Fixed Deposit Interest Rate
Written by Gujarat Info Hub

Fixed Deposit Interest Rate : પોતાના પૈસાનું સુરક્ષિત રીતે રોકાણ કરવાનું સૌથી બેસ્ટ ઓપ્શન ફિક્સડ ડિપોઝિટને માનવામાં આવે છે, એવામાં જ્યારે આપણે ફિક્સડ ડિપોઝિટ કરવાનું વિચારી રહ્યા હોય ત્યારે કઈ બેંક ફિક્સડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ આપે છે તે જરૂર જાણવું જોઈએ જેથી આપણે રોકાણ કરેલા પૈસાનું વધુમાં વધુ વળતર મળે.

આજે અમે તમે તમને ફિક્સડ ડિપોઝિટ માટે બેસ્ટ ઓપ્શન આપવાના છીએ જેમાં તમને 9% સુધીનું વ્યાજદર મળશે, તો ચાલો શરૂ કરીએ…

9% સુધીનું વ્યાજદર મળશે | Fixed Deposit Interest Rate

ફિક્સડ ડિપોઝિટના મામલામાં સ્મોલ ફાઇનાન્સ બેંક ગ્રાહકોને સારું વ્યાજદર આપે છે, તો જો તમે એફડી પર નવ ટકાનું તગડું વ્યાજ મેળવવા ઈચ્છો છો તો એકવાર નીચેના લીસ્ટ પર જરૂર નજર કરજો.

  • નોર્થઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક તમને ફિક્સડ ડિપોઝિટ પર નવ ટકાનું વ્યાજદર આપે છે પણ શરત બસ એટલી જ છે કે અહી તમે વધુમાં વધુ ત્રણ કરોડ રૂપિયા જ રોકી શકો છો.
  • સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક તમને ફિક્સડ ડિપોઝિટ પર 8.6 ટકાનું વ્યાજદર આપે છે.
  • ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક તમને ફિક્સડ ડિપોઝિટ પર 8.5 ટકાનું વ્યાજદર આપે છે.
  • જન સ્મોલ ફાઇનાન્સ બેંક તમને ફિક્સડ ડિપોઝિટ પર 8.25 ટકાનું વ્યાજદર આપે છે.
  • યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક તમને ફિક્સડ ડિપોઝિટ પર 8.15 ટકાનું વ્યાજદર આપે છે.

ખાસ નોંધવા જેવી બાબત

તમે આ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એફડી કરાવો તે પહેલા તમને બધાને ખાસ જણાવી દઈએ કે તમે જે બેંકમાં એફડી કરો છો તે ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) કવર ધરાવે છે કે નહિ તે ચેક કરી લેવું કારણ કે કોઈ કારણો સર જો બેંક ડૂબી જાય અને બેંક માંથી પૈસા પાછા ન મળે તો આ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તમને પાંચ લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ આપે છે.

આ ઉપરાંત પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા વગેરે જેવી અગણિત બેંકો ગ્રાહકોને એફડી માટે સારા વ્યાજદર ઓફર કરે છે પણ ઉપર જણાવેલ સ્મોલ ફાઇનાન્સ બેંક કરતા ઓછું હોય છે, તો જો તમે આ વિશે વધારે માહિતી મેળવવા ઈચ્છો છો તો જરૂર કમેન્ટ કરી દે જો, જેથી એ વિશેની માહિતી અમે તમારા માટે લાવી શકીએ.

આ ઉપરાંત જો કોઈ તમારો મિત્ર એફડી નું વિચારી રહ્યો છે અને વધુ વ્યાજદર મેળવવા ઇચ્છે છે તો તેને આ અમારો લેખ જરૂર શેર કરજો, જેથી વધુમાં વધુ લોકોને ફાયદો થાય, ધન્યવાદ.

Read More: RBI Gold Loan Circulation: હવે ગોલ્ડ પર વધુ રકમની લોન મળશે, જાણો આરબીઆઈએ શું કહ્યું

About the author

Gujarat Info Hub

Leave a Comment