Health હેલ્થ ટિપ્સ

શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી જવાનું વિટામિન બી 12 ની ઉણપ 

વિટામિન બિ ૧૨ ની ઉણપ
Written by Gujarat Info Hub

Vitamin B12 Deficiency: વિટામિન બી 12 એક પોષક તત્ત્વ છે, જે આપણા શરીર માટે બહુ જરુરી છે. આ વિટામીન શરીરમાં જાતે નહિ બનતું, તેના માટે તમારે કેટલોક ખોરાક લેવા જરુરી છે જેના માધ્યમથી તેની ઉણપ દુર કરી શકાય છે. જો તમે શાકાહારી છો અને દુધ બહુ ઓછી માત્રામાં પીવો છો તો વિટામિન b12 ની ઉણપ સર્જાઈ શકે છે. વિટામિન બી12 ની ઉણપથી તમારી સ્કીન પર બહુ જ ફેરફાર દેખાશે અને તમારો સ્ટેમીના પણ ઓછો થઈ જશે.

આપણા શરીરમાં લોહી બનાવવાં માટે જે લાલ રક્ત કણો કામ કરે છે, તે આ વિટામિન બી 12 ના લીધે જ બને છે. અત્યારની જનરેશનમાં ખોરાક બદલતા અને વ્યસનનું માત્રા વધતા Vitamin B12 ની કમી ઘણા લોકોમાં જોવા મળે છે, તો આજે આપણે અહિથી જાણીશું વિટામિન બી 12 કેટલું હોવું જોઈએ, વિટામિન B12 ના લક્ષણો, વિટામિન b12 વધારવા માટે આહારમાં શુ લેવુ જોઈએ વગેરે.

વિટામિન બી 12 લક્ષણો – Vitamin b12 deficiency symptoms in Gujarati

Vitamin B12 ની ઉણપથી શરીરમાં ત્વચા પીળી પડી જાય છે, આખાની કિકીનો સફેદ ભાગ પણ પીળો પડી જાય છે.

  • કોઈપણ કામમાં મન નાં લાગવું અને થકાન અનુભવવી.
  • અશક્તિ આવી જવી અથવા ચક્કર આવવા
  • ચામડીમાં કઠણતા આવી જવી અને ચામડી સુકાઈ ગઈ હોય તેવુ લાગવું
  • યાદશક્તિ ઓછી થવી
  • મોઠામાં ચાંદા પડવા
  • ધ્યાન કેન્દ્રીત ન થવું
  • શ્વાસ લેવામાં તકલીફ થવી.
  • હાડકા અને સાંધાની સમસ્યાઓ વધે છે.
  • એમીનીયાની અસર થઈ શકે છે.

મિત્રો ઉપરોક્ત વિટામિન બી 12 ના લક્ષણો દરેક વ્યક્તિ માં અલગ અલગ રીતે દેખાય છે, જેને ઉપરોક્ત લક્ષણોમાંથી ઘણા બધા લક્ષણો એકસાથે થતા હોય તેમ્નને જલ્દીથી વિટામિન બી ની સારવાર કરાવવી જરુરી છે. કેમ કે આ વીટામીનના ઉણપના કારણે તમારા રક્તકણો ઓછા થાય છે સાથે સાથે તમારો મોટાબ્લીઝમ પણ ઓછો કરી દે છે, જેથી તમે ગમે ત્યારે કોઈપણ જ્ગ્યાએ ચક્કર આવી શકે અને ગંભીર ઘા થઈ શકે.

વિટામિન બી 12 શા માટે જરુરી છે ?

Vitamin B12 શરીરમાં હોવુ જરુરી છે, જે આપણ જરીરના મુખ્ય ભાગોને રક્ષણ કરવામાં અને ઈમ્યુન સિસ્ટમ વધારવામાં મદદ કરે છે, તો આવો જોઈએ વીટામીન બિ 12 શુ શુ ફાયદા કરે છે.

  • વિટામીન B12 શરીરના રક્તકણોનો વિકાસ કરે છે.
  • આયર્નની ઉણપને ઘટાડે છે.
  • શરીરના દરેક કોષોને સાભ રાખે છે.
  • હોમોન ને બેલેન્સ રાખે છે.
  • શરીરની પાચનક્રીયા વધારમાં મદદ કરે છે.
  • શરીરને તંદુરસ્ત અને એનર્જેટીક રાખે છે.
  • ભુલી જવાની બિમારીને રોકવામાં મદદ કરે છે.
  • ઓકસીજન લેવલ સંતુલીત રાખે છે.

આ પણ વાંચો :- 80 ટકા લોકો આ આરોગ્ય વર્ધક અનાજ ખાતા નથી જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે

વિટામિન બી 12 શેમાંથી મળે

વિટામિન બી 12 શેમાંથી મળે એવુ દરેકને પ્રશ્ન થાય છે, તો વિટામિન B12 ના મુખ્ય સ્ત્રોતો લાલ માંસ, ટુના માછલી, સેલ્મોન માછ્લી, ઈંડા, અને દુધ છે

જો તમે વેજીટેરીયન છો તો તમારે દુધ, ડેરી પ્રોડ્ક્ટ જે દુધમાંથી બનેલ હોય, છાસ, દહી અને લીલા શાકભાજી નો આગ્રહ રાખવો જરુરી છે.

બીજા કેટલાક વેજીટેરીન તત્વો લેવાથી પણ બી૧૨ વધારી શકાય છે, જેવા કે સોયાબીન, ઓટસ, પનીર અને બ્રોકોલી.

B12 આયુર્વેદિક ઉપચાર

પ્રથમ નુક્શો :- તમારે ૧૦૦ ગ્રામ દેશી ગોળ લેવાનો સાથે ૨ ચમચી દેશી ગાયનું ઘી લઈ તેને ગરમ કરવાનુ રહેશે, ત્યારબાદ તેની નાની નાની ગોળીઓ બનાવવાની છે. આ ગોળીઓને સવાર અને સાજે જમતા પહેલા લેવાની છે. ધ્યાનમાં રાખવાનું કે ગોળીઓને ચુસવાની છે જેથી તેમાથી બનેલ લાળ ખોરાક સાથે જશે તો વિટામીન B12 ની ઉણપ ઓછી થવા લાગશે.

બીજો નુકશો :- દિવસમાં ત્રણ વાર નાગરવેલના પાન સાથે અંજીર લઈ ચાઈને ખાઈ જવાનું, જેનાથી તમને વિટામીન બી બાર ની ઉણપ માં મદદ કરશે.

આ પણ વાંચો :- લીંબુ ભોજન સાથે લેવાથી આ બીમારીઓ થશે દૂર, જાણો લીંબુ ના ફાયદા

અત્યારે લોકો વિટામિન બી 12 ઇન્જેક્શન અને ટેબ્લેટ લેવાનો આગ્રહ રાખે છે કેમ કે વિટામીન બી ૧૨ ની માત્રા નોન વેજીટેરીયન ખોરાક માં બહુ વધુ માત્રામાં હોય છે. પરંતુ જો તમે ઉપર જણાવેલ વેજીટેરીયન ખોરાક નું સેવન સાથે કોઇપણ પ્રકારનું વ્યસન હોય તેને ઓછું અથવા છોડી દો તો તમને જલ્દીથી રીઝલ્ટ મળશે. 

મિત્રો તમને અમારો આ વિટામીન બી 12 ની માહિતી કેવી લાગી, જો પસંદ આવી હોય તો તમારા મિત્રો અને ફેમીલી મેમ્બર સાથે સેર કરો અને આવી હેલ્થ ને લગતી ટીપ્સ માટે અમારી વેબસાઈટ ને જોતા રહો, આભાર.

About the author

Gujarat Info Hub

Leave a Comment