Kanaiyalal Munshi: કનૈયાલાલ માણેકલાલ મુનશી નો જન્મ 30 ડિસેમ્બર 1887 ના રોજ ભરૂચમાં થયો હતો . ભરુચે ગુજરાતને ઘણા ખ્યાતનામ સર્જકો આપ્યા છે .પરંતુ કનૈયાલાલ મુનશી માત્ર સર્જક જ નહી .પરંતુ અનેકવિધ ક્ષેત્રે તેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે . તેમના પિતાનું નામ માણેકલાલ અને માતાનુંનામ તાપીબા હતું. તેમણે ભારતના પ્રખર રાજકારણી,હાઈકોર્ટના વકીલ ,પ્રખર સાહિત્યકાર અને શિક્ષણવિદ એમ વિવિધક્ષેત્રે તેમણે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે તારીખ 08 ફેબ્રુઆરી 2023 ક.મા.મુનશીની પુણ્ય તિથી દિવસે તેમને આ શબ્લાંજલી થકી શ્રધ્ધાંજલી પાઠવું છું . તો ચાલો આપણે તેમના વિશે વધુ જાણકારી મેળવીએ .
કનૈયાલાલ મુનશી – K.M.Munshi
કનૈયાલાલ માણેકલાલ મુનશી એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરી વડોદરાની કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો . તે સમયના તેમના શિક્ષક શ્રી અરવિંદ ઘોષ ભૂલાભાઈ,મહાત્મા ગાંધી ,સરદાર પટેલવગેરે નો કોલેજ કાળના અભ્યાસ દરમ્યાન તેમના જીવન ઉપર ઊંડો પ્રભાવ . 1910 માં એલ.એલ .બી.નો અભ્યાસ પૂર્ણ કરી તેમણે મુંબઈ હાઈ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી .
ક.મા.મુનશી kma munashi 1915:20 દરમ્યાન હોમરૂલ લીગના મંત્રી રહ્યા .1925 માં મુંબઇ ધારા સભામાં ચૂંટાયા . આઝાદીની ચળવળમાં પણ સ્ક્રીય પણે જોડાયા અને જેલવાસ પણ ભોગવ્યો , બંધારણ સભામાં સભ્ય તરીકે રહી બંધારણ ધડાતરમાં સેવાઓ પણ આપી . કેન્દ્રમાં કૃષિ પ્રધાન ,મુંબઈ રાજ્યમાં ગૃહ પ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજયપાલ તરીકે પણ સેવાઓ આપી છે . સોમનાથ મંદીર જીર્ણોધ્ધાર અને હૈદરાબાદ વિલીનીકરણ માં તેમણે મહત્વનુ યોગદાન આપેલું છે . કાંગ્રેસ સાથે મતભેદ થતાં રાજીનામું આપી સક્રીય રાજકારણ માંથી નિવૃતિ લઈ સાહિત્ય સર્જન ક્ષેત્રે મહત્વની ભૂમિકાઓ માં પોતાનું યોગદાન આપ્યું . જોકે આ અગાઉ પણ તેમને સાહિત્ય સર્જન અને માસિક સંપાદન કર્યું છે .
ક.મા.મુનશીએ સ્વાતંત્ર સેનાની ,રાજકારણી ઉપરાંત સાહિત્ય સર્જનમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે . 1938માં તેમણે દિલ્હીમાં સાહિત્યની ઉચ્ચ સંસ્થા ગણાતી ભારતીય વિધાભવન ની સ્થાપના કરી . તેમજ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પદને પણ ત્રણવાર શોભાવ્યું છે . એમની પ્રથમ નવલકથા પાટણની પ્રભુતા ઘનશ્યામ ઉપનામથી લખી. પાટણની પ્રભુતા ગુજરાતમાં ખૂબ લોકપ્રિય બનતાં તેમણે પછી . પોતાના કનૈયાલાલ માણેકલાલ મુનશી Kanaiyalal Maneklal Munshi ના નામે લખવાનું શરૂ કર્યું. જેમાં અનેક વિધ પ્રકારે સાહિત્ય સર્જન કર્યું છે .
આ પણ વાંચો :- બંધારણના અગત્યના પ્રશ્નો
ક.મા.મુનશીએ ગુજરાતની ઐતિહાસિક નવલકથા ક્ષેત્રે કરેલું સર્જન તેમને ગુજરાતના શ્રેષ્ઠ નવલકથા કારોની શ્રેણીમાં મૂકે છે . આ સિવાય ગુજરાતનો નાથ ,રાજાધિરાજ ,પૃથ્વી વલ્લભ,લોપામુદ્રા,જય સોમનાથ, વગેરે ઘણી નવલકથાઓ લખી છે . મારી કમલા વાર્તા તેમજ કાકાની શશી જેવાં નાટકો તેમજ અડધે રસ્તે ,શીધાં ચઢાણ અને સ્વ્પ્ન્ન સિધ્ધીની શોધમાં તેમની આત્મ કથાઓ છે . ગુજરાત માસિક અને સમર્પણ માસિક પણ તેમણે શરૂ કર્યા હતા . કૃષ્ણાવતાર તેમની છેલ્લી નવલકથા છે . જે કુલ 8 ભાગમાં છે . તેમનું અવસાન થતાં તે અધૂરી રહેલી નવલકથા છે.
લગ્ન જીવન : વર્ષ 1900 માં તેમણે અતિલક્ષ્મી સાથે લગ્ન થયાં 1924 માં અતિ લક્ષ્મીનું અવસાન થતાં તેમણે 1926 માં લીલાવતી સાથે લગ્ન કર્યાં હતા.
8 ફેબ્રુઆરી 1971 ના રોજ તેમનું અવસાન થયું હતું .
ક.મા.મુનશી ના સાહિત્ય સર્જન (નોંધપાત્ર કૃતિઓ )
ક.મા.મુનશી ની અગત્યની નવલકથાઓ | |
વેરની વસુલાત | 1913 |
કોનો વાંક | 1915 |
સ્વપ્નદ્રસ્ટા | 1924 |
સ્નેહસંભ્રમ | 1931 |
પાટણની પ્રભુતા | 1916 |
ગુજરાતનો નાથ | 1958 |
રાજાધિરાજ | 1922 |
પૃથ્વી વલ્લભ | 1920 |
ભગવાન કૌટિલ્ય | 1924 |
જય સોમનાથ | 1940 |
ભગ્ન પાદુકા | 1955 |
લોમ હર્ષિણી | 1945 |
ભગવાન પરશુરામ | 1946 |
કૃષ્ણાવતાર (ભાગ 1 થી 8) | 1963-64 |
ક.મા.મુનશી ના નાટકો | |
વાવા શેઠનું સ્વાતંત્ર્ય | 1924 |
આજ્ઞાંકિત | 1927 |
કાકાની શશી | 1928 |
બ્રહ્મચર્યાશ્રમ | 1931 |
પીડાગ્રસ્ત પોફેસર | 1933 |
મધુરીકા | 1936 |
છીએ એજ ઠીક | 1948 |
વાહ રે મે વાહ | 1945 |
કનૈયાલાલ મુનશી ના પૌરાણિક નાટકો | |
ધ્રુવ સ્વામીની દેવી | 1924 |
પુરંદર પરાજય | 1922 |
અવિભક્ત આત્મા | 1923 |
તર્પણ | 1924 |
પુત્ર સમોવડી | 1924 |
કનૈયાલાલ મુનશી ના વાર્તા સંગ્રહ | |
મારી કમલા અને બીજી વાતો | 1921 |
ક.મા.મુનશીનીઆત્મ કથા | |
અડધે રસ્તે | 1942 |
સીધાં ચઢાણ | 1943 |
સ્વપ્ન સિધ્ધીની શોધમાં | 1953 |
મારી બિન જવાબદાર કહાની | 1943 |
ક.મા.મુનશી ના ચરિત્ર લેખ | |
નરસૈયો ભક્ત હરિનો | 1933 |
નર્મદ અર્વાચીનોમાં આધ | 1939 |
મિત્રો, આવા વ્યક્તિ વિશેષ વધુ જોવા માગતા હોવ તો અમને કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો. જનરલ નોલેજ ના પ્રશ્નોતરી માટે અને તમામ ભરતી ના સમાચાર માટે અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો.