નોકરી & રોજગાર

RMC Apprentice Bharti 2025: રાજકોટ મહાનગરપાલિકામાં આવી ભરતી, જાણો અરજીની રીત

RMC Apprentice Bharti 2025
Written by Gujarat Info Hub

RMC Apprentice Bharti 2025: જો તમે નોકરીની શોધમાં છો, તો રાજકોટ મહાનગરપાલિકા (RMC) તમારી માટે શ્રેષ્ઠ તક લાવી છે. RMC દ્વારા એપ્રેન્ટિસ માટે 825 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિ દ્વારા અરજી કરી શકાશે.

RMC Apprentice Bharti 2025:

  • સંસ્થા: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
  • પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ
  • કુલ જગ્યા: 825
  • ફોર્મ શરૂ થવાની તારીખ: 13 જાન્યુઆરી 2025
  • ફોર્મની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી 2025
  • અરજીની રીત: ઓનલાઈન
  • નોખરીનું સ્થાન: રાજકોટ, ગુજરાત

જગ્યાઓની વિગત:

પોસ્ટનું નામજગ્યાઓ
એપ્રેન્ટિસ825

શૈક્ષણિક લાયકાત:

અરજદારોએ ITI કોર્સ ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પૂર્ણ કરેલો હોવો જોઈએ. ટ્રેડ મુજબ યોગ્ય કોર્સ જરૂરી છે.


ઉંમર મર્યાદા:

  • ન્યુનતમ ઉંમર: 20 વર્ષ
  • મહત્તમ ઉંમર: 30 વર્ષ
  • ઉમર છૂટછાટ: વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન તપાસો.

અરજી ફી:

અરજી ફી સંબંધિત માહિતી ફોર્મ ભરતી વખતે ઉપલબ્ધ થશે.


પસંદગી પ્રક્રિયા:

  • ITI પરિણામ અને અન્ય યોગ્યતા આધારે ઉમેદવારોનું સિલેક્શન થશે.
  • પસંદગી પામેલા ઉમેદવારોને એપ્રેન્ટિસ તરીકે નિમણૂક આપવામાં આવશે.
  • ખાલી જગ્યાઓ માટે મેરીટ આધારિત પસંદગી થશે.

પગાર ધોરણ:

પસંદગી પામેલા એપ્રેન્ટિસ માટે સ્ટાઈપેન્ડ સરકારશ્રીના નિયમો મુજબ ચૂકવવામાં આવશે.


કઈ રીતે અરજી કરવી?

  1. ઓનલાઇન સાઈટ: તમે રાજકોટ નગર પાલીકાની સતાવાર સાઈટ www.rmc.gov.in પર ફોર્મ ભરી શકો છો.
  2. ડોક્યુમેન્ટ્સ સાથે ઓફલાઈન સબમિશન:
    • ઓનલાઈન અરજી પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે સબમિટ કરો.
    • સરનામું: આસિસ્ટન્ટ મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નં. 1, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ – 360001.
    • અરજી સ્વીકારવાની અંતિમ તારીખ: 7 ફેબ્રુઆરી 2025.

આ RMC Apprentice Bharti 2025 ફક્ત ITI પાસ ઉમેદવારો માટે માન્ય છે. તેમજ અગાઉના કોઈપણ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલા ઉમેદવારો માટે અરજી માન્ય નથી.

RMC એપ્રેન્ટિસ ભરતી 2025 એક શાનદાર તક છે, ખાસ કરીને ITI પૂર્ણ કરેલા યુવાનો માટે. તમારું ભવિષ્ય સુંદર બનાવવાની તક ન ગુમાવો અને આજે જ અરજી કરો!

About the author

Gujarat Info Hub

Leave a Comment