અંબાલાલ પટેલ ની આગાહી : રાજ્યના હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની વરસાદી આગાહી નો સૌ કોઈ રાહ જોઈને બેઠા છે. તો અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની આગાહી બહાર પાડવામાં આવે છે તેમાં તેઓ આ વર્ષે કઈ તારીખ થી ચોમાસુ સંપૂર્ણ રીતે ચાલુ થશે અને કઈ કઈ તારીખોમાં વરસાદ પડી શકશે તેની સંભાવના વ્યક્ત કરી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાંથી મેળવીશું.
રાજ્યમાં બીપરજોય વાવાઝોડા ના લીધે ઉત્તર અને પશ્વિમ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને સાથે સાથે તે જિલ્લાઓમાં નુકસાન પણ જોવા મળ્યું છે તો તારીખ 17 જૂન બાદ હજુ સુધી વરસાદી વાતાવરણ જોવા નથી મળ્યું પરંતુ હવે ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન ક્યારે થશે તેની તમામ ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે તો આવો જાણીએ Ambalal Patel ni Agahi માં સોમાસુ કેવું રહેશે તેના વિષે જાણીએ.
અંબાલાલ પટેલ ની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કયું છે કે રાજ્યમાં ભારે વરસાદથી જનધનની હાનિ થવાની શક્યતા છે. હવે રાજ્યમાં મુર્ગશેષ નક્ષત્રમાં વરસાદ થવાથી વાવેતર કરેલા પાકમાં કાતરા પાડવાની શક્યત છે જેનું સાયકલ 27 દિવસનું ચાલશે. આ કાતરાઓ ઉભા કૃષિ પાકોને ખાઈ જતા હોય છે અને હવે મારવાડના રણમાં તીડની ઉત્પત્તિ થવા ની સંભાવના છે. અષાઢી સુદ બીજના વાદળો રહેવાની શક્યતા છે મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. અષાઢી સુદ પાંચમની રાજ્યમાં કેટલાક ભાગોમાં વીજળી થવાની શક્યતા છે અને સાથે સાથે સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે
વરસાદી આગાહી
બીપરજોય વાવાઝોડા બાદ હાલમાં સ્થિતિ સામાન્ય છે પરંતુ હજુ રાજ્યના ઘણા બધા ભાગોમાં લોકો ચોમાસાના શરૂઆતની રાહ જોઈને બેઠા છે તો તેમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને જેને લીધે મોટા ભાગની નદીઓ ગાડી તુર બની શકે છે. પરંતુ બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે કે ચોમાસા માટે હજુ પણ લોકોને થોડા દિવસની રાહ જોવી પડશે.
આ પણ વાંચો:- ખેતી સાથે કરો આ 3 વ્યવસાય, વર્ષભર થશે બમ્પર કમાણી
ચોમાસાની આગાહી
અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં 26 થી 30 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે અને તેના લીધે મોટા ભાગની નદીઓમાં નવા નીર દેખાશે જેની સંભાવના વ્યક્ત કરે છે જ્યારે તારીખ 5 થી 8 જુલાઈ સુધી સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં વિધિવત ચોમાસુ બેસી શકશે જેથી રાજયમાં સારો એવો વરસાદ જોવા મળશે.
તું ખેડૂત મિત્રો અંબાલાલ પટેલ ની આગાહી માં આપણે જાણ્યું કે ગુજરાતમાં ચોમાસાની સિઝન ક્યારથી બેસી શકે છે અને અંબાલાલને આગાહી મુજબ રાજ્યમાં કેટલાક ભાગોમાં આવનારા દિવસોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી શકે છે. પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ની વાત એ છે કે જો તેમના પાકમાં કાતરા પણ પડશે તો તેમને ઘણું બધું નુકસાન વેઠવું પડશે જેને લઇ અગાઉથી તૈયારીઓ કરી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો:- આજના કેસર કેરીના તાજા બજાર ભાવ જાણો
Conclusion
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ તારીખ 1 જુલાઈ બાદ સંપૂર્ણપણે ચોમાસું બેસી શકે છે જો કે તેને ચોક્કસ માત્રા અને વિતરણ અનિશ્વિત છે જો તમને વરસાદી આગાહી ની વધુ માહિતી મેળવતા માગતા હોવ, તો અમારા Whatsapp ગ્રુપ અથવા google ન્યુઝમાં અમને ફોલો કરી ખેતી પદ્ધતિ, વરસાદી આગાહી, સરકારી યોજનાઓ જેવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલા મેળવી શકો છો, આભાર.
આ પણ વાંચો:- મેથીની ખેતી કેવી રીતે થાય છે, મેથીની ખેતી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો