આજના માર્કેટયાર્ડ ભાવ ગુજરાતી ન્યૂઝ

Mango Price in Gujarat: આજના કેસર કેરીના તાજા બજાર ભાવ 2023 જાણો

આજના કેસર કેરીના તાજા બજાર ભાવ
Written by Gujarat Info Hub

આજના કેસર કેરીના તાજા બજાર ભાવ (Mango Price in Gujarat):ઉનાળો આવે એટલે કેરીઓની સીઝન ચાલુ થઈ જાય અને કેરીની સિઝનમાં બધા લોકો કેરીનો રસ અને કાચી કેરીનું શાક ખાવા માટે બહુ જ ઉત્સુક હોય છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદના માવઠાઓના લીધે કેસર કેરીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો પરંતુ હવે જેમ જેમ કેરી ની આવક વધતી ગઈ, તેમ તેમ કેસર કેરીઓને તથા હાફૂસ કેરી ના ભાવમાં થોડા પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો આજે આપણે ગુજરાતની અલગ અલગ માર્કેટયાર્ડ ના ભાવ અને કેસર કેરીનો ભાવ 2023 શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ ની મદદથી મેળવીશું.

Mango Price in Gujarat

કેરી ના અલગ અલગ પ્રકારો વિશે વાત કરવામાં આવે તો ગુજરાતની બજારમાં મુખ્ય કેસર કેરી અને હાફૂસ કેરી જોવા મળે છે પરંતુ સૌથી ઊંચી જે કેરી માનવામાં આવે છે. તે રત્નાગીરી કેરી નો ભાવ વર્ષ 2023 ને શરૂઆતમાં પેટી દીઠ 3000 રૂપિયા હતો પરંતુ હાલનું રત્નાગીરી કેરીનો ભાવ 2200 થી 2600 રૂપિયા છે એટલે કે 400 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે એવી જ રીતે કેસર કેરીનો ભાવ 1200 રૂપિયા હતો જેમાં અત્યારે ₹300 જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને હાલમાં કેસર કેરીનો ભાવ પેટી દીઠ 900 થી 1000 રૂપિયા જેટલો થઈ ગયો છે.

કેસર કેરીના તાજા બજાર ભાવ 2023

અત્યારે માર્કેટમાં કેરીના ભાવ ઘટતા સામે ખરીદનાર ગ્રાહકોની સંખ્યા પણ હજુ ઓછી જોવા મળી રહે છે જેથી હજુ આવનારા સમયમાં કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. માર્કેટમાં બદામ કેરી જે 100 રૂપિયામાં મળતી હતી તેના ભાવ હાલ 60 થી 70 રૂપિયા થઈ ગયા છે અને સુંદરી કેરીના ભાવ 100 થી 120 રૂપિયા પર કિલો મળી રહે છે.

આ વર્ષે જેમ અમે અગાઉ વાત કરી તેમ એપ્રિલ મહિનામાં કામોસમી વરસાદનું માવઠા પડવાથી ઘણા બધા કેરીના બગીચાઓમાં કેરીઓ તૂટી પડતા થોડું ઘણું નુકસાન જોવા મળ્યું છે. જેથી બજારમાં કેસર કેરીની માગ  વધતી રહી છે તો હાલ કેસર કેરીનું ઉત્પાદન મુખ્યત્વે જૂનાગઠ, ગરી ગઠડા અને કચ્છના ખેડૂતો દ્વારા કરવામાં આવે છે અને તે પણ પ્રાકૃતિક ખેતીની મદદથી થઈ રહી છે. 

આ પણ વાંચો :- આજના ગોંડલ માર્કેટયાર્ડ ના બજાર ભાવ

કેસર કેરીના તાજા બજાર ભાવ 2023: અલગ અલગ ન્યુઝ દ્વારા ખેડૂતોનું કેરીના પાક વિશે માહિતી મેળવવામાં આવી તો ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્ષે કામો સમય વરસાદના લીધે દર વર્ષ કરતા ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે તેના સરખા કેરી કેસર કેરીની માગણી વધી રહી છે જેથી કેસર કેરીના બજાર ભાવ માં વધારો થઈ શકે અને ખેડૂતો પોતાની આવકની બમણી કરી શકે છે

કેરીના જાતો

કેરીના જાતો વિશે વાત કરવામાં આવે તો કેસર, હાફુઝ, રત્નાગિરી, લંગડો, બદામી, બાટલી, રાજપુરી, નિલ્ફાંઝો, જમાદાર વગેરે ઘણા બધા પ્રકારો છે પરંતુ દેશમાં મુખ્યત્વે ત્રણ પ્રકારો ની માંગ બહુ રહે છે, જેની ઉત્પાદિત કરતા ક્ષેત્રોની માહિતી અને કેરીની જાત નીચે મુજબ છે

  •  હાફુઝ કેરી: આ કેરીને આલફાન્સો તરીકે પણ ઓળખાય છે,કેમ કે આફૂસ કેરી મહારાષ્ટ્રના રત્નાગીરી વિસ્તારમાં વધુ પ્રમાણમાં ઉત્પાદિત થાય છે
  • કેસર કેરી: આ કેરી ગુજરાતના સૌરાષ્ટ્ર વાળા ભાગમાં ખૂબ જ પ્રખ્યાત છે જેમાં જુનાગઢ અને તલાલા વિસ્તારની કેસર કેરી ખૂબ જ પ્રખ્યાત હોય છે પરંતુ હવે કચ્છ અને પોરબંદરમાં પણ આ કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે
  • દશ હેરી કેરી: આ કેરીનું ઉત્પાદન ભારતના ઉત્તર ભાગમાં એટલે કે ઉત્તર પ્રદેશ લખનઉ અને મલહી આ બાદના વિસ્તારોમાં સારો એવો પાકે છે

આ પણ જુઓ: એરંડા ના આજના બજાર ભાવ 2023

 તો મિત્રો હાલમાં કેસર કેરીના તાજા બજાર ભાવ રૂપિયા 150 થી લઇ અને 200 સુધી જોવા મળી રહ્યા છે અને આ કેરી નીપ્રાકૃતિક ખેતી દ્વારા પણ ઉત્પાદિત કરી અને લોકો સુધી તેની મીઠાશ પહોંચે તે માટે આવક ચાલુ થઈ ગઈ છે તો જો હજુ સુધી તમે પણ આ ઉનાળાની કેરીના સિઝનમાં કેરીની મીઠાશ નથી ચાખી તો જલ્દીથી તમારા નજીકના માર્કેટ જાઓ અને તમારા કુટુંબના સભ્યો માટે કેરીની ખરીદી કરી અને ઉનાળાની સિઝન ની મોજ લો.

FAQ’s

કેસર કેરી બજાર ભાવ શું છે ?

કેસરા કેરીનાં તાજા બજાર ભાવ રૂપિયા 150 થી લઈને 200 સુધી જોવા મળી રહ્યા છે.

કેસર કેરીનું ઉત્પાદન ક્યાં થાય છે?

કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતનાં જૂનાગઠ અને ગીર સોમનાથ જીલ્લામાં થાય છે.

માર્કેટમાં કેરીની કઈ કઈ જાતો પ્રખ્યાત છે ?

માર્કેટમાં કેસર કેરી, હાફૂસ, લંગડો, બદામી, બાટલી, રાજપુરી, નિલ્ફાંઝો, જમાદાર વગેરે જાતો પ્રખ્યાત છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment