આજના માર્કેટયાર્ડ ભાવ

એરંડા ના આજના બજાર ભાવ 2023 | Aranda Bhav Today Gujarat

Aranda Bhav Today Gujarat
Written by Gujarat Info Hub

એરંડા ના આજના બજાર ભાવ 2023 ( Aranda Bhav Today Gujarat ) ગત વર્ષોની સરખામણી એ એરંડાના પાકનું ઉત્પાદન અને ગંબજારોમાં આવકો ઓછી તેમ છતાં એરંડાના ભાવમાં દિન પ્રતિદિન ઘટાડો નોધાઈ રહ્યો છે હાલમાં એરંડાનાં પીઠાં માં એરંડાનો બજાર ભાવ 1150 થી 1200 આસપાસ જોવા મળી રહેલ છે .

  • વેપારી મિત્રોના જણાવ્યા મુજબ વર્ષ 202૨ માં આ સમયે 2.5 ગુણી થી એરંડાની આવક વધુ હતી તેમ છતાં એરંડાના ભાવ એક મણના 900 થી 1000 હતા .
  • એપ્રિલ 2022 માં બજારોમાં 1.80 લાખ ગુણીની આવક હતી તેમ છતાં એરંડાના ભાવ 1380 થી 1410 હતા.
  • હાલ 1.65 લાખ ગુણીની આવક સામે ભાવ 1150 થી 1200 આસપાસ જાણવા મળી રહ્યા છે . હાલમાં ખેડૂતો સારા ભાવની આશા રાખી બેઠા હતા ત્યારે હાલમાં એરંડાના ભાવમાં 20 થી 30 રૂપિયાનો ઘટાડો જાણવા મળી રહ્યો છે .

ભારતમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસા માં વરસાદનું પ્રમાણ  એરંડાના પાક માટે માફકસર રહ્યું હોવાથી એરંડાનું વાવેતર કરતા વિસ્તારોમાં ગત વર્ષની સરખામણી એ એરંડાનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં રહ્યું છે . પરતું પાછોતરો વરસાદ ચાલુ રહેતાં એરંડાનું વાવેતર કરવામાં થોડુક મોડુ પણ થયું હતું. એરંડાનો વાવેતર વિસ્તાર લગભગ 9 લાખ હેક્ટર જમીનમાં થયું હોવાનો અંદાજ છે . માત્ર ગુજરાત જ નહી પરંતુ રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ વગેરે એરંડાનું વાવેતર કરતાં રાજ્યોમાં પણ વાવેતર વધારે રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે એટલે એરંડાનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતાં વધુ રહેવાનો અંદાજ છે .

આમ છતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુર પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને રાજસ્થાનના એરંડા નું વાવેતર કરતા જિલ્લાઓમાં ઉપરા ઉપરી થયેલાં માવઠાં અને પવનથી એરંડાના પાકને અસર થવાની સંભાવના પણ નકારી શકાતી નથી . કેટલીક જગ્યાએ કરા અને પવન સાથે થયેલા વરસાદ થી પાકની ડાળીઓ તૂટવાથી કે એરંડા પડી જવાથી પણ નુકસાન થવાના સમાચાર છે . તેમ છતાં એકંદરે એરંડાનું ઉત્પાદન ગત વર્ષથી ખૂબ સારું રહેવાનો પણ એક અંદાજ છે .

એરંડા ના આજના બજાર ભાવ ની વાત કરવામાં આવેતો ભાવમાં ઘણા સમયથી 1200 થી 1250 આસપાસ ભાવો જળવાઈ રહયાછે . ગત વર્ષે એરંડાના સારા ભાવો મળ્યા હોવાથી ખેડૂતો સારા ભાવની આશા રાખીને બેઠા છે . પરંતુ એરંડા બજારમાં ભાવો વધવાને બદલે 20 થી 50 રૂપિયા આસપાસ બજારો નરમ રહેવા પામી છે . હાલની સ્થિતિ જોતાં એરંડાના ભાવમાં કોઈ મોટા ફેરફારો આવે તેવું જણાતું નહી . એરંડા વાયદા બજાર માં પણ કોઈ મોટા સુધારાના સમાચારો જાણવા મળતા  નથી .

ઉત્તર ગુજરાતનાં તમામ માર્કેટ યાર્ડોમાં માલની આવકોનું પ્રમાણ પણ સારું જોવા મળી રહ્યું છે. તેમ છતાં હજી ઘણા ખેડૂતો પોતાનો માલ સારા ભાવ લેવાની આશામાં સંગ્રહ કરી રહ્યા છે .એરંડા ના આજના બજાર ભાવ વધશે કે કેમ તે અંગે કોઈ ચોક્કસ અનુમાનો કરવાં પણ યોગ્ય લાગતાં નથી . કારણકે ઘણા સમયથી એરંડા બજારમાં કોઈ સુધારો જણાતો નથી ઊલટું થોડીક નરમ બજાર જોવા મળી રહી છે. ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડોમાં એરંડાના ભાવ માં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતનાં ગંજ બજારમાં એરંડાના સરેરાશ ભાવ 1150 થી 1200 આસપાસ જોવા મળી રહ્યા છે . ખેડૂતો એરંડાના ભાવ વધારાની રાહ જોઈને એરંડાનો ભાવ વધશે એ આશાએ બેઠા છે ત્યારે ભાવ વધવાને બદલે થોડોક ઘટાડો થયેલ જોવા મળે છે .

વર્તમાનમાં એરંડાના બજાર ભાવ ગુજરાતની માર્કેટમાં નીચે મુજબ જોવા મળે છે . એરંડાના ભાવ વિશે અમને વિવિધ સ્રોત તરફથી માહીતી અત્રે રજૂ કરવામાં આવી છે .તેથી ખેડૂતો તેમજ એરંડાની ખરીદી અને વેચાણ કરતાં વેપારી ભાઈઓ એ પોતાની વિવેક બુધ્ધિ અને ધંધાદારી નિષ્ણાતો ના અભિપ્રાય મુજબ ખરીદ કે વેચાણ કરવું . અમે કોઈને એરંડા ખરીદવા કે વેચાણ કરવાની સલાહ આપતા નથી .

એરંડા ના આજના બજાર ભાવ 2023 | Aranda Bhav Today Gujarat

અ.નં.માર્કેટયાર્ડનું નામનીચો ભાવઊંચોભાવઆવક
1અંજાર માર્કેટયાર્ડ11601180310
2આંબલીયાસણ માર્કેટ1146116040
3કડી માર્કેટયાર્ડ116511903150
4કલોલ માર્કેટયાર્ડ11701178120
5કુકરવાડા માર્કેટયાર્ડ1165117860
6ગુંદરી માર્કેટયાર્ડ
7જોટાણા માર્કેટયાર્ડ1166117390
8ડીસા માર્કેટયાર્ડ11681175150
9થરા માર્કેટયાર્ડ11651177450
10દિયોદર માર્કેટયાર્ડ1165117030
11ધાંગધ્રા માર્કેટયાર્ડ1161116230
12ધાનેરા માર્કેટયાર્ડ11501171455
13નેનાવા માર્કેટયાર્ડ115011751000
14પાટડી માર્કેટયાર્ડ1155116055
15પાલનપુર માર્કેટયાર્ડ11601165100
16પાંથાવાડા
17પીલુડા માર્કેટયાર્ડ11601170265
18બેચરાજી માર્કેટયાર્ડ11651175205
19શિહોરી માર્કેટયાર્ડ
20ભાભર માર્કેટયાર્ડ116511851050
21ભીલડી માર્કેટયાર્ડ
22ભુજ માર્કેટયાર્ડ11301160100
23માણસા માર્કેટયાર્ડ1160 1184175
24રાધનપુર માર્કેટયાર્ડ116511801400
25રાપર માર્કેટયાર્ડ11701180110
26લાખણી માર્કેટયાર્ડ11651170150
27વારાહી માર્કેટયાર્ડ1130115045
28વાવ માર્કેટયાર્ડ116511801400
29વિજાપુર  માર્કેટયાર્ડ1175 1198 480
30વિસનગર માર્કેટયાર્ડ 1160 11901101
31સમી માર્કેટયાર્ડ1160117015
32સિધ્ધપુર માર્કેટયાર્ડ11401185500
33હળવદ માર્કેટયાર્ડ11251160180
34હારીજ માર્કેટયાર્ડ11601180850
35પાટણ માર્કેટયાર્ડ 117011891925
36મહેસાણા માર્કેટયાર્ડ116511891925

આ પણ જુઓ :-

ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ અમારો આપને ઉપયોગી થાય તેવો આર્ટીકલ એરંડા ના આજના બજાર ભાવ 2023 (Arnda Bajar Bhav ) એરંડા નો આજનો ભાવ 2023 અથવા  એરંડાનો આજનો ભાવ તેમજ એરંડા વાયદા બજાર લેખ આપને કેવો લાગ્યો તે અમને અચૂક જણાવશો . આજના માર્કેટયાર્ડ ભાવ અને રોજે રોજ એરંડાના ભાવ ( Aranda Na Bhav ) જોવા માટે અમારો આર્ટીકલ વાંચતા રહેશો, તેમજ આપનાં સૂચનો પણ કોમેંટમાં અચૂક જણાવશો ,અમારો આ આર્ટીકલ વાંચવાંવા માટે આપનો ખૂબ ખૂબ આભાર !

 

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment