આજના માર્કેટયાર્ડ ભાવ ખેતી પદ્ધતિ ગુજરાતી ન્યૂઝ

Variyali Bazar Bhav: માર્કેટયાર્ડમાં નવી વરિયાળી નો એટલા ભાવ મળ્યા કે ખેડૂતો રાજીના રેડ

Variyali Bazar Bhav
Written by Gujarat Info Hub

Variyali Bazar Bhav: વરીયાળીના આજના માર્કેટયાર્ડ ભાવ : વરીયાળી એક અગત્યનો રોકડિયો મસાલા પાક છે.ચાલુ શિયાળુ સિઝનની નવી વરીયાળી બજારમાં વેચાણમાટે લાવવામાં આવી છે. તો ચાલો જાણીએ કયા માર્કેટ યાર્ડમાં વરીયાળીની કેટલી ગુણીની આવક અને કયા માર્કેટયાર્ડમાં વરીયાળીના ભાવ સૌથી વધુ મળ્યા.

ઉત્તરગુજરાતનાં મુખ્ય માર્કેટયાર્ડના વરીયાળીના ભાવની વાત કરવામાં આવેતો સૌથી વધુ ભાવ પાલનપુર માર્કેટયાર્ડ માં રૂ . 6100 રહ્યા હતા. જ્યારે માલની આવક 11 ગુણી જેટલી વેચાણ થયેલ છે. આ સાથે ગુજરાતનાં મુખ્ય માર્કેટ યાર્ડમાં વરીયાળીના ભાવ અને આવક નીચે દર્શાવ્યા મુજબ જોવા મળ્યા છે.

આજના વરીયાળીના ભાવ (Variyali Bazar Bhav):

માર્કેટયાર્ડનું નામવરીયાળીના આજના ભાવવરીયાળીની આવક
પાલનપુર માર્કેટયાર્ડ 610011
થરા માર્કેટયાર્ડ 1551 
ઊઝા માર્કેટયાર્ડ 57002918
રાજકોટ માર્કેટયાર્ડ 2220 
વિસનગર માર્કેટયાર્ડ5800105

આજના વરીયાળીના સૌથી વધુ ભાવ બનાસકાંઠાના પાલનપુરમાં જોવા મળ્યા હતા. તેથી સૌ ખેડૂતોને સારા ભાવ મળવાની આશાથી ખુશી ફેલાઈ છે. ગંજ બજારમાં વેપાર કરતા કેટલાક અનુભવી વેપારીઓનું માનીએ તો હજુ પણ વરીયાળીના ભાવ વધવાની આશા સેવાઇ રહી છે.

વરિયાળી નું વાવેતર વિશે આ પણ જાણો:

વરીયાળી એક અગત્યનો રોકડિયો પાક છે. વરીયાળી એક અગત્યનો મસાલા પાક હોવા ઉપરાંત તે અનેક ઔષધિય ગુણો પણ ધરાવે છે. તેથી તેની સ્થાનિક અને બહારના બજારોમાં ખૂબ માગ રહે છે.

વરીયાળી એ શિયાળુ રવિ પાક છે. વરિયાળીને ઓક્ટોબર માસ દરમ્યાન ધરુંની રોપણી કરીને અથવા સીધું બીજ દ્વારા વાવેતર કરવામાં આવે છે. વરીયાળીના પાકને 15 થી 20 દિવસે પાણી આપવામાં આવે છે. તેમજ વાવણી પહેલાં છાણીયું ખાતર અથવા ડાય એમોનિયમ ફોસ્ફેટ ખાતર આપવામાં આવે છે. પિયત વખતે યુરિયા વગેરે ખાતર આપવામાં આવે છે.

હવે તો ઘણા ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે. તેમજ તેનાથી ઉત્પન્ન થતો પાક સંપૂર્ણ નેચરલ રીતે તૈયાર થતો હોઈ મોંઘા ભાવે તેનું માર્કેટ તેમને મળી રહે છે.

વરીયાળીના વાવેતર વિસ્તારની વાત કરીએ તો ગુજરાતમાં વરીયાળીનું સૌથી વધુ વાવેતર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા જીલ્લામાં કરવામાં આવે છે. વરીયાળીનું વાવેતર ચોમાસુ અને શિયાળુ એમ બે સિઝન માં કરવામાં આવે છે. વરીયાળીની જાતોની વાત કરવામાં આવેતો ગુજરાત 1,ગુજરાત 11 અને ગુજરાત 12 જાતો મુખ્ય છે. હેકટરદીઠ વરીયાળીનું ઉત્પાદન 1900 કિલો થી 2500 કિલો ઉત્પાદન સરેરાશ જોવા મળે છે.

જે ખેડૂતોએ ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં વરીયાળીની ધરું રોપણી કરી સારી માવજત કરતાં તેમનો પાક વહેલો તૈયાર થતાં વેચાણ માટે ગંજ બજારોમાં લાવતાં ગુજરાત માર્કેટ યાર્ડમાં નવી વરીયાળીનું આગમન થઈ ગયેલ છે. આજરોજ વરીયાળીના સૌથી ઉચા વરીયાળીના ભાવ કયા માર્કેટયાર્ડ માં જોવા મળ્યા તે ચાલો જાણીએ.

વરીયાળીના ઔષધિય ફાયદા :

વરીયાળીમાં વિટામીન,ફાઈબર અને ખનીજ તત્વોનું વધારે પ્રમાણ હોવાથી મુખ સુધ્ધિ વજન ઘટાડવા તેમજ પેટના અને પાચન સબંધી રોગો માટે અસરકારક રીતે ઉપયોગી છે. વરીયાળીની પ્રકૃતિ ઠંડક આપનારી હોવાથી શરીરની ખોટી ગરમીને દૂર કરવામાં,યાદ શક્તિ વધારવા,ગેસ,ખોટા ઓડકારઅને પિતની તકલીફમાં ફાયદો કરે છે. વરીયાળીને પાણીમાં પલાળીને સવારે ખાવાથી વધુ ફાયદો થાય છે. એટલેજ વરીયાળી એ એક અગત્યનો મસાલા અને ઔષધિય ગુણો ધરાવતી ઉત્તમ ઔષધિ પણ છે.

આ જુઓ:- Apmc Market Rate: ઉત્તર ગુજરાતનાં માર્કેટયાર્ડોમાં નવા રાજગરાની શરૂઆતે ખેડૂતોને મળ્યા આટલા ભાવ

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment