આજના માર્કેટયાર્ડ ભાવ ખેતી પદ્ધતિ ગુજરાતી ન્યૂઝ

Apmc Market Rate: ઉત્તર ગુજરાતનાં માર્કેટયાર્ડોમાં નવા રાજગરાની શરૂઆતે ખેડૂતોને મળ્યા આટલા ભાવ

Apmc Market Rate
Written by Gujarat Info Hub

Apmc Market Rate :ઉત્તર ગુજરાતનાં માર્કેટયાર્ડોમાં નવા રાજગરાની શરૂયાતે ખેડૂતોને મળ્યા અઢળક ભાવ : સામાન્ય રીતે ઓક્ટોબર માસમાં શિયાળુ પાક તરીકે રાજગરાનું વાવેતર કરવામાં આવે છે. કેટલાંક માર્કેટયાર્ડમાં નવા રાજગરાની આવકો શરૂ થઈ ગઈ છે. ડીસા માર્કેટમાં નવા રાજગરાના ભાવ એક મણના  : 2112 રૂપિયા ખેડૂતોને મળતાં ખેડૂતોમાં ખુશી વ્યાપેલી છે.

 રાજગરો ઉત્તરીય ભારતના હિમાલય ક્ષેત્ર અને ગુજરાત રાજસ્થાન જેવા વિવિધ પ્રદેશોમાં રાજગરાની ખેતી કરવામાં આવે  છે. જ્યારે  ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાં રાજગરાની ખેતી વધુ પ્રચલિત હતી. અત્યાર સુધી આપણે ત્યાં રાજગરાનો પાક રજકા જેવા ઘાસચારાના  પાકોની વચ્ચે બે ક્યારા વચ્ચે પાળીયા ઉપર પૂરક પાક તરીકે વાવેતર કરવામાં આવતું હતું.

 જો રાજગરાના ભાવની વાત કરવામાં આવેતો સામાન્ય રીતે રાજગરાનો ભાવ 900 થી 1000 રૂપિયા સુધીનો 20 કિલોનો ભાવ રહેવા પામતો હતો. પરંતુ રાજગરા માં રહેલા પૌષ્ટિક ગુણો અને બેસ્ટ બરછટ અનાજ તરીકે તેની ગણના થતાં, તેની માંગ માં સતત વધારો થતાં તેનો ભાવ રૂપિયા 1500 અને તેથી વધુ મળતાં  છેલ્લા વર્ષોમાં રાજગરો પૂરક પાકના બદલે મુખ્ય પાક તરીકે તેની વાવણી કરી ખેડૂતોએ રાજગરાની ખેતીમાંથી સારી આવક મેળવી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં હાલમાં રાજગરાનો નવો પાક બજારમાં આવી ગયો છે . આજના એટલેકે શનિવાર 27 જાન્યુઆરીના રોજના 20 કિલોના બજાર ભાવ આ પ્રમાણે જાણવા મળ્યા છે. સૌથી ઊંચા ભાવ બનનાસકાંઠાની ડીસા માર્કેટયાર્ડમાં રૂપિયા 2112 ખેડૂતોને મળ્યા છે.

Apmc Market Rate

માર્કેટયાર્ડનું નામરાજગરાના ઊંચા ભાવ
પાંથાવાડા માર્કેટયાર્ડ1701
પાલનપુર માર્કેટયાર્ડ2062
ડીસા માર્કેટયાર્ડ2112

રાજગરા વિશે :

રાજગરો એક પ્રકારનું તૃણ ધાન્ય છે. તેની ગણના બરછટ અનાજમાં કરી શકાય. 2023 ના વર્ષને આંતર રાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવાની પ્રેરણા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપી સમગ્ર વિશ્વનું ધ્યાન જાડાં ધાન્ય તરફ કેન્દ્રીત કરીને આરોગ્યપ્રદ અનાજનો રોજીંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે વિશ્વને પ્રેરણા આપી છે.

ભારતના ઉત્તરીય હિમાલય પ્ર્દેશમાં રાજગીરા,રામદાના વગેરે નામ થી ઓળખાતો રાજગરો શ્રમજીવી લોકો વધુ શારીરિક શક્તિ મેળવવા ખોરાકમાં વધારે ઉપાયોગ કરે છે. રાજગરો ઉત્તમ પ્રકારના પ્રોટીન,મીનરલ,અને ખનીજ તત્વોથી ભરપૂર છે. આપણે અત્યાર સુધી તેનો માત્ર ઉપવાસમાં શીરો,પૂરી વગેરે વ્યંજન તરીકે કરતા હતા. પરંતુ પાછળના કેટલાક સમયથી આપણે રાજગરાના ગુણોને પારખીને તેને આપણા ખોરાકમાં મહત્વનુ સ્થાન આપ્યું છે. હવે તો રાજગરા માંથી ઘણાં વ્યંજનો બનાવીને બજારમાં મૂકવામાં આવ્યાં છે. જેમ કે ચીકી,ધાણી,બિસ્કિટ,ખીર,થેપલા વગેરે બનાવવામાં આવે છે.

રાજગરો ખાવાના ફાયદા :

રાજગરમાં રહેલા પ્રોટીન શાકાહારીઓ માટે પ્રોટીનની ઉણપને પૂરી કરે છે. તેમાં ગ્લુટેનની માત્ર નથી. વળી તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ છે. તેમાં વિવિધ મિનરલ્સ અને ખનિજો પણ ભરપૂર માત્રામાં હોવાથી શરીરના કોલેસ્ટ્રોલ ને ઓછું કરી હ્રદય રોગ,સ્થૂળતા,હિમોગ્લોબીનની ઉણપને વગેરે રોગોને દૂર કરી શરીરને સ્વસ્થ રાખેછે. એટલેજ કહેવાયું છે કે હમેશાં યુવાન રહેવું હોયતો હમેશાં રાજગરાનું સેવન કરો.  

મિત્રો, રાજગરાના બજારભાવ વિશેનો અમારો આર્ટીકલ આપણે કેવો લાગ્યો તે અમોને કોમેંટમાં જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતાં રહેશો. અહી આપવામાં આવતી માહિતી અમોને વિવિધ સ્રોતો તરફથી મળે છે. જે અમે આપના સુધી પહોચાડીએ છીએ કોઈ પણ વસ્તુનો ખાવામાં ઉપયોગ કરતી વખતે તેના ધંધાકીય નિષ્ણાત નો અભિપ્રાય મેળવવો જરૂરી છે. અમે કોઈને તે બાબતે ગેરંટી આપતા નથી. અમારો આજનો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

આ જુઓ:- એક વીઘા જમીનમાં 10 હજાર રૂપિયાનું વાવેતર કરીને આ ખાસ પાકની ખેતી કરીને 14 લાખ રૂપિયા કમાઓ

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment