સરકારી યોજનાઓ

I Khedut Bagayat Sahay Yojana: ખેડૂત મિત્રો સરકારની બાગાયત સહાય યોજનાનાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, અહીથી ફોર્મ ભરો

Bagayat sahay Yojana 2024
Written by Gujarat Info Hub

I Khedut Portal Bagayat Sahay Yojana 2024-25 | બાગાયત સહાય યોજના: નમસ્તે  ! ખેડૂત મિત્રો, ઘણા સમયથી આપ સૌ ખેડૂત મિત્રો બાગાયત સહાયની વિવિધ યોજનાનાં  ફોર્મ ભરવા આતુરતાથી IKhedut પોર્ટલ ખુલ્લુ મૂકવાની રાહ જોઈ રહ્યા છો. તો આપની આતુરતાનો અંત આવી ગયો છે. આજથી બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનાં ફોર્મ ઓન લાઇન ભરવાનું શરૂ થઈ ગયેલ છે. અહીથી તમે બાગાયત વિભાગની યોજનાઓ,અરજી કરવાની રીત અને તે માટે જરૂરી ડૉક્યુમેન્ટ વિશે અમે આપને જણાવીશું તો લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

Bagayat Sahay Yojana

પોર્ટલ ખુલ્લુ મૂકવાની તારીખ :

સંયુક્ત ખેતી નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર આજે તારીખ : 12/03/2024 થી 11/05/2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ બાગાયત સહાય યોજનાનાં ફોર ભરવા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. અહી અમે બાગાયત સહાયની વિવિધ યોજનાઓની યાદી પણ આપના માટે રજૂ કરી છે. આપ આપને જરૂરી હોય તે યોજના પસંદ કરી આજેજ અહીથી અરજી કરી શકશો.

બાગાયત વિભાગની યોજનાઓ :

રાજયમાં બાગાયત વિભાગ દ્વારા વર્ષે 2024-2025 માટે વિવિધ ફળ પાક માટેની યોજનાઓ,બાગાયતમાં જરૂરી યંત્રો ખરીદવાની સહાય,વિવિધ પ્રકારની નર્સરી,પાક સંરક્ષણ માટે સાધન સહાય અને ખેતર પરના ગ્રેડિંગ શોર્ટિંગ માટેની સાધન સહાય વગેરે જેવી અનેક યોજનાની સહાય મેળવવા I Khedut પોર્ટલ પર ઓન લાઇન અરજી કરી શકશો.

અરજી કેવી રીતે કરવી :

સરકાર દ્વારા ખેડૂતોને બાગાયત સહાયની વિવિધ ફળ પાક અને બાગાયત માટે જરૂરી યંત્રો,નર્સરી,પાક સંરક્ષણ કીટ,શોર્ટિંગ,ગ્રેડિંગ અને પેકિંગ યંત્રોની  ખરીદી પર  સહાય આપવાની યોજના હાલ અમલમાં છે.આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે I Khedut પોર્ટલ પર ઓન લાઈન અરજી કરવાની રહે છે.  અને તે માટેનું પોર્ટલ I Khedut આજથી એટલે કે તારીખ 12/03/2024 થી શરૂ થયેલ છે. ફાળવેલ જીલ્લાવાર લક્ષ્યાંક પુરો થાય ત્યાં સુધી જ જે તે તાલુકાના ખેડૂતો ઓન લાઇન અરજી કરી શકશે. એટલે વહેલા તે પહેલાના ધોરણે પોતાના તાલુકાનો લક્ષ્યાંક પુરો થાય તે પહેલાં યોજના નો લાભ મેળવવા ઇચ્છુક અરજદાર ખેડૂતોએ પોર્ટલ શરૂ થતાં જ અરજી કરવી જોઈએ.

અરજી કરવા માટે ગ્રામ પંચાયતના VCE,CSC સેન્ટરો અથવા તો ખેડૂત ઘરે બેઠાં  મોબાઈલ ફોનઅથવા કોમ્પ્યુટર  પર સહાય માટે અરજી કરી શકશે. અમે તમને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી,તેમજ તે માટે કયા કયા  ડૉક્યુમેન્ટની જરૂર પડશે વગેરેની માહીતી અહી આપને આપીશું . આજે જ અરજી કરીદો અને સબસીડીનો લાભ મેળવો.

બાગાયત વિભાગની વિવિધ યોજનાની  સહાય માટે અરજી કરવાની પાત્રતા

 • અરજદાર ખાતેદાર ખેડૂત ગુજરાત રાજ્ય ના કાયમી વતની હોવા જોઈએ.
 • અરજદાર ખેડૂત ખાતેદાર પોતે ખેતી કરતા હોવા જોઈએ.
 • અરજદાર ખેડૂત પાસે તેમનું આધાર કાર્ડ હોય તે ખૂબ  જરૂરી છે  .
 • અરજદાર ખેડૂતનું ગમેતે બેક માં ખાતું હોવું જરૂરી છે.
 • અરજદાર ખેડૂતે પોતાની અરજી કન્ફર્મેશન થતાં તેની પ્રિન્ટ મેળવી પોતાની સહી વાળી અરજી સાથે માગવામાં આવેલાં ડૉક્યુમેન્ટ આપવાનાં રહેશે. અથવા ઓન  લાઇન અપલોડ કરવા પડશે .
 • અરજદારે ઓન લાઇન કરેલ અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. પરંતુ સૂચના મળ્યેથી થી ડૉક્યુમેન્ટ સાથે સક્ષમ અધિકારીને  આપવાની રહેશે તેમજ યોજના મંજૂર થયા પછીજ ખર્ચ કરવાનો રહેશે.

બાગાયત સહાય માટેના જરૂરી ડોક્યુમેંટ્સ

 • 8 –અ ના ઉતારાની  નકલ
 • જાતિ અંગેનો  દાખલો
 • બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા રદ કરેલ ચેક.
 • આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ
 • સંયુક્ત ખાતેદાર હોયતો સંમતિ પત્રક  

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રીત :

ખેડૂત મિત્રો, તમે બાગાયત સહાય માટે  ખરીદી પર  સહાય યોજનાનો લાભ મેળવવા માટે પોર્ટલ શરૂ થતાં સૌ પ્રથમ કોમ્પ્યુટરમાં અથવા મોબાઈલના બ્રાઉઝર ના સર્ચ મેનુમાં જઈ  I Khedut  શબ્દોને ટાઈપ કરશો  એટલે I Khedut પોર્ટલનું સરનામું દેખાશે ત્યાં ક્લીક કરવાથી , વિવિધ ચાર કેટેગીરીની યોજનાઓ પૈકી સૌ પ્રથમ “બાગાયતની  યોજનાઓ માટે અહી ક્લીક કરો” વાળા ઓબ્સન પર ક્લીક કરવાની છે. ત્યારબાદ બાગાયતની જે યોજનાઓ શરૂ હશે તેની યાદી અને અરજી કરવાની લીંક મૂકેલી હશે. આ યાદી માં તમે જે પ્રકારની સહાય મેળવવા ઇચ્છો છો તે યોજના સામે દર્શાવેલ “અરજી કરો લીક પર ક્લીક કરો. હવે. તમારે માગવામાં આવેલ કોલમની તમામ વિગત કાળજી પૂર્વક ભરવાની છે. અરજી ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા પછી સેવ કરો, ત્યારબાદ અરજીને કન્ફર્મ કરો. કન્ફર્મ કર્યા વગરની અરજી માન્ય ગણવામાં આવશે નહી . હવે તમે અરજીની પ્રિન્ટ કાઢી તમારી પાસે રાખો. જ્યારે સક્ષમ અધિકારી દ્વારા તમોને સૂચના મળે ત્યારે ડૉક્યુમેન્ટ સાથેની અરજી સક્ષમ અધિકારીને આપવાની રહેશે.

અગત્યની લિંક્સ :

I Khedut portal પર અરજી કરવા અહી ક્લીક કરો અહી ક્લિક કરો
I Khedut Portal પર જવા માટે અહી ક્લિક કરો
આ પણ વાંચો : Solar Panel Scheme: હવે તમે આ રીતે લગાવો તમારા ઘરે સોલાર પેનલ, સરકાર પણ કરશે મદદ

મિત્રો,આ અંગે વધુ માહિતીની જરૂર હોયતો તમારા ગામના ગ્રામ સેવક ખેતીવાડી અધિકારી અને સત્તાવાર વેબ સાઇટ દ્વારા રૂબરૂ અથવા કચેરીના ટેલીફોન નંબર પર ફોન કરીને માર્ગદર્શન મેળવી શકશો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment