કોલ લેટર ડાઉનલોડ નોકરી & રોજગાર

GSSSB Recruitment News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ ત્રણ પરીક્ષાની તારીખો જાહેર અહીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો

GSSSB Recruitment News
Written by Gujarat Info Hub

Gsssb Recruitment News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ ત્રણ ત્રણ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મંડળ દ્વારા તારીખ 10 /11/2023 ના રોજ આપવામાં આવેલ જાહેરાત મુજબ સીધી ભરતીની (1) જાહેરાત ક્રમાંક 213/2023-24 સર્વેયર મહેસુલ વિભાગ,વન અને પર્યાવરણ વિભાગ (2) જાહેરાત ક્રમાંક 215/2023-24 પ્લાનિંગ અસીસ્ટંટ (3) જાહેરાત ક્રમાંક 221/2023-24 ગ્રાફિક્સ ડિઝાઇનર માટેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

ગુજરાત ગૌણસેવા મંડળની જાહેરાત ક્રમાંક 213/2023-24 સર્વેયર, મહેસૂલ વિભાગની તા. 10/11/2023 ના રોજ પ્રસિધ્ધ કરેલ જાહેરાત અને તારીખ 21/02/2024 ની સુધારા જાહેરાત મુજબ  વન અને પર્યાવરણ વિભાગની જગ્યાઓમાં વધારો થતાં 412 જગ્યાઓની સંખ્યામાં 50 જગ્યાઓનો વધારો થતાં હવે 462 જગ્યાઓ પર સર્વેયર ની જગ્યાઓ ભરવા માટેની પરીક્ષા CBRT (Computer Based Recruitment Test ) પધ્ધતિથી લેવા માટે પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જાહેરાત ક્રમાંક 215 પ્લાનિંગ આસીસ્ટંટની તારીખ: 10/11/2023 ની જાહેરાતમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિકાસની કચેરીની જાહેરાતમાં સુધારા જાહેરાત મુજબ પ્લાનિંગ આસીસટંટની 85 જગ્યાઓમાં વધારો થતાં હવે કુલ 165 જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે CBRT (Computer Based Recruitment Test ) પધ્ધતિ થી યોજવામાં આવનાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલ છે.

જ્યારે જાહેરાત ક્રમાંક 221/202324 તા. 10/11/2023 ની ઉદ્યોગ અને ખાણ વિભાગની ગ્રાફિક્સ ડિઝાઇનરની જગ્યાઓ માટેની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવેલ છે.

Gsssb Recruitment News

પરીક્ષાની તારીખ દર્શાવતું કોષ્ટક  :

જાહેરાત ક્રમાંકપરીક્ષાની તારીખ અને સમય
જા. ક્રમાંક 215/23-24 પ્લાનિંગ આસીસ્ટંટ30/03/2024  સમય : 09 થી 12  પ્રથમ શીફ્ટ
સમય : 14 થી 17 દ્વિતીય શીફ્ટ
જા. ક્રમાંક 221/23-24 ગ્રાફિક્સ ડિઝાઇનર30/03/2024સમય : 14 થી 17
જા ક્રમાંક 213/23-24 સર્વેયર મહેસૂલ વિભાગ,વન અને પર્યાવરણ વિભાગ31/03/2024  સમય : 09 થી 12
સમય 14.00 થી 2.00

પરીક્ષા નવી પધ્ધતિ :

ઉપરોક્ત જાહેરાત ક્રમાંક 213,215,221 ની પરીક્ષા નવી પધ્ધતિ મુજબ એટલે કે MCQ –CBRT પધ્ધતિ (Computer Based Recruitment Test ) પધ્ધતિથી લેવામાં આવશે  છે. તેમાં પ્રશ્નો  MCQ પ્રકારના અને દરેક પ્રશ્નોના  જવાબ માટે 4 વિકલ્પો આપવામાં આવશે. તેમાંથી  ઉમેદવારોએ  ખરા વિકલ્પને પસંદ કરવાનો છે. દરેક ખોટો વિકલ્પ પસંદ કરવા બદલ નેગેટિવ એટલેકે માઇનસ ગુણની પધ્ધતિ મુજબ ઉમેદવારોના મેળવેલ ગુણ માંથી 0.25 % ગુણ કપાત કરવામાં આવશે.  પરંતુ કોઈ પણ વિકલ્પનો જવાબ નહીં આપવા પર ઉમેદવારોના કાપવામાં આવશે નહી.

કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત :

હાલ મંડળની સૂચના મુજબ કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સૂચના આપવામાં આવેલ નથી કોલ લેટર બાબતની સૂચના મળ્યેથી ઉમેદવારો અહીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

અગત્યની લિંક્સ  :

કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહી ક્લીક કરો
મંડળનો હેલ્પ લાઈન નંબર ફોન નંબર : 079 23258916
આ પણ વાંચો : Capsicum Processing Business Idea: ઓછું રોકાણ, વધુ નફો, નાનું મશીન લગાવો, રોજની 5000 રૂપિયાની કમાણી

મિત્રો, પરીક્ષા સબંધી કોઈ પણ વધુ જાણકારી માટે ઉમેદવારો મંડળની સત્તાવાર વેબ સાઇટ પરથી માહિતી મેળવી શકે છે. અથવા રૂબરૂ અથવા ફોન દ્વારા ઉમેદવારો કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકે છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment