Arandana Bajar Bhav Aajna : એરંડાના બજારભાવ પહોંચ્યા 1200ને પાર ખેડૂતોમાં અનેરી ખુશીનો માહોલ. અહીથી જાણો ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં આજના એરંડાના ભાવ. કડી ગંજ બજારમાં સૌથી વધુ એરંડાના 1 મણના 1200 થી માંડી ઊંચામાં 1215 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી એરંડાના ભાવમાં સતત ઘટાડો અને ક્યારેક નજીવો વધારો એમ ભાવોમાં સતત વધઘટ જોવા મળતી હતી. કેટલાકનું માનવું હતું કે ગત વર્ષ કરતાં એરંડામાં ઉત્પાદન ઘણું વધશે, પરંતુ ઉત્પાદનની ધારણા કરતાં હાલમાં એરંડા ઉત્પાદન કરતાં પીઠાંમાં માર્કેટયાર્ડોમાં જોઈએ તેટલી આવકો આવતી ના હતી.
અનુભવી વેપારીઓનું માનવું હતું કે માર્ચમાં આવકો 150000 ગુણીની આવક સામે હાલ માત્ર 90000 ગુણીની આવકો થઈ રહી છે. કારણ ગમે તે હોય પરંતુ પાછલા કેટલાક દિવસોમાં ભાવો સુધરતા સુધારતાં 1200 ની બહાર પહોચતાં માલ સંગ્રહ કરી એરંડાના વધારે ભાવની આશા રાખીને બેઠેલા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
ઘણા સમયથી ગુજરાતનાં એરંડા પીઠાંમાં એરંડાના ભાવ રૂપિયા 1150 થી વધવાનું નામ લેતા ન હતા. તેની પાછળ જાણકારોના મતે એરંડાનું પુષ્કળ વાવેતર અને એરંડાનું વધારે ઉત્પાદન થવાની ધારણાઓ હતી. પરંતુ નિષ્ણાતોના અભિપ્રાય મુજબ નવા એરંડાઓની આવકો હોવા છતાં માર્ચની શરૂઆતે પણ એરંડાની આવકો માં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. આગામી સમયમાં એરંડાનો ભાવ વધવાની શક્યતાઓ પણ કેટલાકના મતે છે. પરંતુ ભાવ વધશે કે ઘટશે તે બાબતે હાલ અનુમાન કરવું ઉચિત નથી.
ગુજરાતનાં એરંડાના પીઠાંમાં એરંડાઓની આવકોમાં કેટલી રહી અને વિવિધ માર્કેટયાર્ડોમાં આજે એરંડાનો ભાવ કેટલો રહ્યો તે આપણે જાણીએ
એરંડાની આવક અને બજારભાવ :
એરંડા પીઠાનું અગત્યનું માર્કેટ ગણાતું કડી Apmc માં એરંડાના ભાવ 1200 થી 1215 રૂપિયા એક મણનાં રહેવા પામ્યા હતા. જ્યારે એરંડાની 7500 ગુણીની આવક રહેવા પામી હતી. આજે એરંડાના સૌથી વધુ ભાવ કડી ગંજ બજારમાં ખેડૂતોને મળ્યા હતા.
વિજાપુર માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ ઊંચા ભાવ 1208 રૂપિયા એક મણનાં રહેવા પામ્યા હતા. જ્યારે એરંડાની 900 ગુણીની આવક રહેવા પામી હતી.
થરા માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ સારા માલના 1202 રૂપિયા એક મણનાં રહેવા પામ્યા હતા. જ્યારે એરંડાની 3070 ગુણીની આવક રહેવા પામી હતી.
ભાભર માર્કેટયાર્ડમાં એરંડાના ઊંચા ભાવ 1202 રૂપિયા એક મણનાં રહેવા પામ્યા હતા. જ્યારે એરંડાની 4000 ગુણીની આવક રહેવા પામી હતી. ગુજરાતનાં એરંડાનાં પીઠાંમાં માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ નીચે મુજબ રહ્યા હતા.
એરંડાના આજના બજાર ભાવ:
Arandana Aajna Bajar Bhav
માર્કેટયાર્ડનું નામ | ઊંચા ભાવ | આવક ગુણી |
પાલનપુર માર્કેટયાર્ડ | 1186 | 1700 |
થરા માર્કેટયાર્ડ | 1202 | 3070 |
ભાભર માર્કેટયાર્ડ | 1202 | 4000 |
ધાનેરા માર્કેટયાર્ડ | 1165 | 2500 |
થરાદ માર્કેટયાર્ડ | 1199 | 3000 |
હારીજ માર્કેટયાર્ડ | 1196 | 1900 |
સિધ્ધપુર માર્કેટયાર્ડ | 1208 | 2500 |
માણસા માર્કેટયાર્ડ | 1202 | 1265 |
રાજકોટ માર્કેટયાર્ડ | 1161 | 500 |
ડીસા માર્કેટયાર્ડ | 1172 | 750 |
રાધનપુર માર્કેટયાર્ડ | 1180 | 1200 |
શિહોરી માર્કેટયાર્ડ | 1197 | – |
પાટણ માર્કેટયાર્ડ | 1207 | 7365 |
પાંથાવાડા માર્કેટયાર્ડ | 1187 | 519 |
વિસનગર માર્કેટયાર્ડ | 1200 | 2935 |
વિજાપુર માર્કેટયાર્ડ | 1208 | 900 |
કડી માર્કેટયાર્ડ | 1215 | 7500 |
મિત્રો,ગુજરાતનાં એરંડા પીઠાંનાં માર્કેટયાર્ડમાં આજના એરંડાના બજાર ભાવ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં જરૂર જણાવશો અને અને ગુજરાતનાં ગંજ બજારોના એરંડાના ભાવો રોજે રોજ જાણવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો. મિત્રો અમોને વિવિધ સ્રોતો તરફથી મળતી માહિતી આપના માટે અમે અહી રજૂ કરીએ છીએ અમે આ આર્ટીકલ દ્વારા ભાવ વધવાની કે ઘટવાની કોઈ આગાહી કરતા નથી તેમજ ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રોને એરંડા વેચવા કે ખરીદવાની કોઈ ભલામણ કરતા નથી. અમારો આજનો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !