આજના માર્કેટયાર્ડ ભાવ

Arandana Bajar Bhav Aajna  : માર્કેટયાર્ડો એરંડાની આવકોથી ઉભરાયાં, એરંડાના ભાવમાં મોટો ઘટાડો,ખેડૂતોમાં ઘોર નિરાશા,જાણો અહીથી માર્કેટયાર્ડના એરંડાના ભાવ આજના

Arandana Bajar Bhav Aajana
Written by Gujarat Info Hub

Arandana Bajar Bhav Aajna  : એરંડાના ભાવમાં મોટો ઘટાડો,ખેડૂતોમાં ઘોર નિરાશા,જાણો અહીથી ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડનાં એરંડાના ભાવ,મિત્રો ઘણા સમયથી એરંડાના ભાવમાં આંશિક રૂપિયા 20થી 30 સુધીની વધઘટ ચાલી રહી હતી. જ્યારે આ સપ્તાહમાં એરંડાના ભાવમાં રૂપિયા 30 થી 50 નું ગાબડું પડતાં ખેડૂતોમાં ઘોર નિરાશા જોવા મળી રહી છે.

ગુજરાતનાં  વિવિધ માર્કેટ યાર્ડમાં  એરંડાની આવકો લગભગ 90  હજાર ગુણીની રહી હતી, ઘટતા ભાવને લઈ એરંડાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે બજારભાવ સરેરાશ 1100 રૂપિયાથી 1140 ના ખેડૂતોને મળ્યા છે. એરંડા ભાવમાં સપ્તાહમાં  રૂપિયા 30 થી 50 નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

એરંડા વાયદામાં ઘટાડો અને માર્કેટમાંયાર્ડમાં એરંડાના માલની વધેલી આવકોને પરિણામે જાણકારોના મટે એરંડાનું વધુ ઉત્પાદન અને સ્ટોકનું ઊંચું પ્રમાણ હોવાને લીધે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. એરંડા આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટાડાના પગલે એરંડા બજારમાં ઘણી નરમાઈ જોવા મળી રહી છે.

ગુજરાતનાં એરંડા બજારમાં હોળી પછી નવા વર્ષે ભાવ વધારાની આશા રાખીને બેઠેલા ખેડૂતો નીચા ભાવે પણ પોતાનો એરંડાનો માલ બજારમાં ઠાલવતાં ગુજરાતનાં માર્કેટમાં એરંડાની અંદાજીત 148000  ગુણીની જોવા મળી રહી છે.

Arandana Bajar Bhav Aajna

વિવિધ માર્કેટયાર્ડમાં આજના એરંડાના ભાવ :

મિત્રો આપણે ગુજરાતનાં એરંડાના પીઠાંમાં મુખ્યમાર્કેટયાર્ડમાં એરંડાના ભાવ અને માલની આવકો વિશે અહીથી જાણીએ   

પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 10645 બોરીની રહી હતી, જ્યારે  એરંડાના ભાવ નીચા ભાવ 1130 જ્યારે સારા માલના ભાવ 1159 ખેડતોને મળ્યા હતા.

ભાભર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 8500 ગુણની રહેવા પામી હતી, જ્યારે એરંડાના ભાવ 1120 થી 1141 ના રહ્યા હતા.

 થરાદ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 5500 ગુણીની રહી હતી, જ્યારે ભાવની વાત કરવામાં આવે તો 1120 થી 1140 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા.

હારીજ માર્કેટ યાર્ડ ની અંદર એરંડાની આવક  5200  ગુણની  હતી  જ્યારે ભાવ 1115 રૂપિયાથી 1143 રૂપિયા સુધીના રહ્યા હતા.

વિસનગર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 4000 ગુણની હતી જ્યારે ખેડૂતોને એરંડાના ભાવ રૂપિયા 1110 થી રૂપિયા 1150 જેટલા મળ્યા હતા.

ડીસા માર્કેટયાર્ડમાં એરંડાની આવક 2800 ગુણી જ્યારે એરંડાના ભાવ 1120 થી 1144 રૂપિયા સુધીના રહ્યા હતા.

બનાસકાંઠાના ધાનેરા તાલુકા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 5200 ગુણની રહી હતી, જ્યારે એરંડાના ભાવ 1130 થી 1140 સુધીના રહ્યા હતા. 

મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1500 ગુણીની રહી હતી જ્યારે ખેડૂતોને એરંડા ભાવ રૂપિયા 1122 થી 1138 રૂપિયા સુધીના મળ્યા હતા.

એરંડા માર્કેટ યાર્ડ માં અગત્યનું ગણાતા વિજાપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક માત્ર 1700 ગુણની રહી હતી, જ્યારે એરંડાના બજાર ભાવ 1118 રૂપિયાથી 1153 રૂપિયા સુધીના ખેડૂતોને મળ્યા હતા.

રાજકોટ માર્કેટયાર્ડમાં એરંડાની આવક 1200 ગુણની હતી જ્યારે એરંડાના ભાવ 1090 રૂપિયાથી 1131 રૂપિયા સુધીના રહ્યા હતા.જ્યારે કડી ગંજ બજારમાં એરંડાની આવક 10500 ગુણી અને ભાવ 1135 થી 1147 રૂપિયા સુધી રહ્યા હતા.

Arandana Bhav Today

માર્કેટયાર્ડનું નામબજારભાવ ઊંચામાં
પાલનપુર માર્કેટયાર્ડ1143  
ડીસા માર્કેટયાર્ડ 1144  
થરા માર્કેટયાર્ડ 1152  
 ધાનેરા માર્કેટયાર્ડ1140  
લાખણી માર્કેટયાર્ડ 1145  
ભાભર માર્કેટયાર્ડ 1141  
થરાદ માર્કેટયાર્ડ1140
ગોઝારીયા માર્કેટયાર્ડ1135
માણસા માર્કેટયાર્ડ 1148  
વિજાપુર માર્કેટયાર્ડ1153  
 કલોલ માર્કેટયાર્ડ1142  
કુકરવાડા માર્કેટયાર્ડ1140  
વિસનગર માર્કેટયાર્ડ11550  
હારીજ માર્કેટયાર્ડ1143  
પાટણ માર્કેટયાર્ડ1159  
ભીલડી માર્કેટયાર્ડ1142  
પાંથાવાડા માર્કેટયાર્ડ1140  
 દહેગામ માર્કેટયાર્ડ1118  
કડી માર્કેટયાર્ડ1147
આ પણ વાંચો : Cotton Price Today : કપાસના ભાવમાં આગઝરતી તેજી, અહીથી જાણો વિવિધ માર્કેટયાર્ડના કપાસના ભાવ

મિત્રો ગુજરાતના વિવિધ માર્કેટમાં એરંડામાં સારા માલના ભાવ કેટલા રહ્યા તે અહીંથી જાણ્યા વધુ માહિતી માટે અમારી વેબસાઈટ Gujarat Info Hub ની મુલાકાત લેતા રહો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment