આજના માર્કેટયાર્ડ ભાવ Health ખેતી પદ્ધતિ

Banti Millet: પાટણ ગંજ બજારમાં બંટીના 620 રૂપિયા ભાવ બોલાયો, ભુલાઈ ગયેલા આ અનાજને ઓળખો 

Banti Millet
Written by Gujarat Info Hub

Banti Millet I બંટી તૃણ અનાજ :  બંટી સુપર ફૂડ મિલેટ્સ છે. પાટણ ગંજ બજારમાં બંટીનો ભાવ 620 રૂપિયા બોલાયો,બજારમાં કિલોના 60 રૂપિયે વેચાતી બંટીને ઓળખો

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયત્નોથી સમગ્ર વિશ્વનું ધ્યાન જાડાં અને આરોગ્ય વર્ધક તૃણ ધાન્યો તરફ જતાં ફરીથી બરછટ અને બંટી જેવાં તૃણ ધાન્યોની બજારમાં માગ ઊભી થઈ છે. હાલમાં  બજારમાં બંટીનો ભાવ 600 થી 1200 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે.

બંટી (Banti Millet) ની ખેતી :

બંટી એક તૃણ પ્રકારનું હલકું ધાન્ય છે. તે ખુબજ આરોગ્યપ્રદ અને પચવામાં હલકું છે. બંટી ચોમાસુ પાક છે. બંટીને મધ્યમ ગોરડું કે કાળી જમીન માફક આવે છે. ચોમાસા દરમ્યાન કાળી ચીકણી જમીનમાં મોડી વરાપ થવાથી અન્ય વાવેતર કરવાનું મોડુ થાય છે. તેવી પાણીના ભેજને સંઘરી રાખતી જમીનમાં બંટીનું વાવેતર કરવામાં આવે છે. જમીન તૈયાર કરી વરસાદના આગમન પહેલાં કોરી જમીનમાં બંટીને પુંખીને વાવેતર કરવામાં આવે છે.

લગભગ 80 કે 90  દિવસમાં બંટીનો પાક તૈયાર થાઈ છે. પાક તૈયાર થતાં કાપણી કરવામાં આવે છે. બંટીના પાકના દાણાને છૂટા પાડવા  બળદને ફેરવીને કે ટ્રેક્ટર થી છૂટા પાડવામાં આવે છે . ત્યારબાદ દાણાનો ખાવામાં અને ઘાસનો પશુ ના ચારા માટે ઉપયોગમાં આવે છે. દાણા ઉપર ના પડને  ઘંટીમાં કે ખાંડીને ઉપરના પડ ને દૂર કરવામાં આવતાં સફેદ ચળકતા દાણા દેખાય છે જેને બંટીયા કહે છે. બંટી ના ઉપરના પડને દૂર કરવાની પ્રક્રિયાને બંટી સસરાવવી એમ કહેવાતું. 

ભારત સમગ્ર વિશ્વમાં પ્રાચીન સભ્યતા અને આગવી ધરોહર ધરાવે છે. ભારતીય વૈદિક પરંપરામાં લોકોના સ્વાસ્થ્ય અને ધર્મને સાથે એક સાથે જોડીને આરોગ્ય પ્રદ ખોરાકનો મહિમા કહ્યો છે.  ભારતીય સંસ્કૃતિમાં  પોષણ યુક્ત ખોરાક દ્વારા તન અને મનના સ્વાસ્થ્ય વિશે ઘણું કહેવાયું છે. આપણી ભારતીય પરંપરામાં આહાર અને ઔષધ અને ખાનપાનની તેવો દ્વારા આરોગ્ય પ્રદ જીવન વિશે વિશ્વને માર્ગદર્શન આપ્યું છે.

બંટી ખાવાના ફાયદા :

આજના આધુનિક અને ઝડપી યુગમાં પોતાને આધુનિક અને સુધારેલ હોવાના દંભને લીધે લોકો ની રહેણી કહેણી  અને ખોરાક અને ફાસ્ટફૂડ પ્રત્યેની રુચી અને પશ્ચિમના લોકોની રહેણી કહેણીના  આંધળા અનુકરણે આપણા  પરંપરાગત ખોરાક અને જીવન પધ્ધતિને બદલી નાખ્યાં.  આપણે જાડાં અને તૃણ ધાન્યોને ભૂલી ગયા છીએ. પરિણામે આપણા આરોગ્ય ઉપર ભારે અસરો થઈ છે. અનેક રોગોને આમંત્રણ આપ્યું છે. સ્થૂળતા ,હ્રદયરોગ અને ડાયાબીટીશ જેવા રોગો પડકારરૂપ બન્યા છે.  

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પરંપરાગત બરછટ અનાજ અને તૃણ ધાન્યોને વિશ્વ ફલક પર લઈ જવા 2023 ના વર્ષને ઈયર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવા પ્રેરણા આપી. જાડાં અને તૃણ ધાન્યો ભરપૂર માત્રામાં પોષક તત્વો તો હોય છે. પરંતુ તેમાં  ફાઈબરનું પ્રાણ વિશેષ હોવાથી આજના સમયના પડકાર રૂપ રોગોને અંકુશમાં રાખવાનો રામબાણ ઈલાજ છે.  ડાયાબીટીસ,સ્થૂળતા અને હ્રદય રોજ ને અંકુશમાં રાખી શકાશે.

પહેલાંના સમયમાં બંટી તેના ઠંડા ગુણ અને પચવામાં હલકી હોવાના કારણે ઉનાળામાં દરેક ઘરમાં બંટીયાને છાસ માં ખીચડી ની જેમ રાંધવામાં આવતી.   તેને ઘેંસ કહેવામાં આવે છે. ઘેંસ દૂધમાં પણ રાંધી શકાય છે. ઉનાળામાં ઠંડી છાસ સાથે ખાવા ની ખૂબ મજા પડે છે. હવે તો બંટીમાંથી વિવિધ વાનગીઓ પણ બની રહી છે. ગામડાઓ અને ખેડૂત પરિવારમાં વર્ષો પહેલાં સવારના નાસ્તામાં અને બપોરે  ઘેંસ ખૂબ પ્રચલિત હતી. ખરેખર બંટીને  સુપર ફૂડ તરીકે ઉપયોગ કરી તેનો મહિમા વધારવો જોઈએ.

આ પણ જાણો : ગોંડલ માર્કેટયાર્ડમાં નવી ધાણીના અધધધ ભાવ બોલાયા, ખેડૂતોમાં આનંદની લહેર, જાણો ગોંડલ માર્કેટયાર્ડનો આજનો ધાણીનો ભાવ

કેટલાક લોકો કુરી અને બંટીને એક જ ગણે છે. પરંતુ બંટી અને કુરી અલગ છે. કુરી મોટે ભાગે લીલા ઘાસચારા તરીકે પશુઓને ખવડાવવામાં આવે છે, જો કે અનાજ તરીકે ઉપયોગ પણ કરી શકાય. જ્યારે સામો એક વગડાઉ ઘાસ છે. ચોમાસા દરમ્યાન ખેતરોમાં ઊગે છે. જો તેને સમયસર વાધવામાં ના આવેતો તે પરિપકવ થઈ તેનો પાક તૈયાર થઈ જાય છે. કેટલાક લોકો સામાને વેચી ને કમાણી કરે છે. સામા પાંચમ અથવા ઋષિ પંચમીના દિવસે તેનો ઉપવાસમાં ઉપયોગ કરવાનો મહિમા છે. આમ બંટી,કુરી અને સામો એક જેવા દેખાતા અલગ તૃણ છે.

આ જુઓ:- આજે ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરીયાળીના બમ્પર ભાવ બોલાયા, તો જીરું પણ 7500 રૂપિયા સુધી પહોંચ્યું

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment