Best Buffalo Breed : લાંબુ વેતર અને વધુ દૂધ આપતી ભારતની શ્રેષ્ઠ ઓલાદ જાફરાબાદી, મુર્રાહ,નીલી રાવી, અને મહેસાણી ભેંસો વિશે જાણો
મિત્રો નમસ્કાર ! આપસૌ જાણો છો કે ગુજરાત શ્વેત ક્રાંતિમાં રોકેટ ગતિએ પોતાનું યોગદાન આપી રહ્યું છે. ગુજરાતની અમુલ અને બનાસ ડેરી વિશ્વભરમાં ઓળખ ઊભી કરી રહી છે. તેના પાયામાં વધુ દૂધ આપતી ઉત્તમ ઓલાદની પશુ સંપતિ છે. તો ચાલો આજે એવીજ ઉત્તમ ઓલાદની શ્રેષ્ઠ ભેંસો જાફરાબાદી, મુર્રાહ,નીલી રવી, અને મહેસાણી ભેંસો વિશે જાણીએ
Best Buffalo Breed
સૌરાષ્ટ્રની જાફરાબાદી ભેંસ:
દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ભારતજ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને એટલેજ ગુજરાતની સહકારી ડેરીઓ ભારતના સીમાડા ઓળંગીને સાત સમુંદર પાર પોતાની આગવી ઓળખ આપી રહી છે. તેનું કારણ છે. વધુ દૂધ આપતી સારી ઓલાદનું પશુ ધન. ગુજરાત રાજ્યમાં, જાફરાબાદી ભેંસ ભારતની સૌથી લોકપ્રિય ભેંસની પ્રજાતિઓમાંની એક આગવી ઓળખ ધરાવે છે. , ખાસ કરીને દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ. વિયાણ પછી 290 દિવસ સુધી સતત દૂધ આપવાની ક્ષમતા માટે જાણીતી છે, એટલે કે લાંબા વેતરને કારણે પશુ પાલકને આર્થિક ફાયદો કરાવેછે. જાફરાબાદી ભેંસ તેની લાંબી ગરદન અને મજબૂત બાંધાથી ઓળખાય છે. અન્ય જાતિઓ, જેમ કે નીલી રવિની સરખામણીમાં તેનું કદ થોડું ઓછું હોવા છતાં, જાફરાબાદી ભેંસ દરરોજ 30 લિટર જેટલું દૂધ આપી શકે છે. ગુજરાતની શ્વેત ક્રાંતિમાં ફાળો આપનાર શ્રેષ્ઠ પશુઓમાં તેની ગણના થાય છે.
વધુ દૂધ આપતી મુર્રાહ ભેંસ :
ભારત ખેતી પ્રધાન દેશ છે. અને ખેતી સાથે પશુપાલન સંકળાયેલ છે. સારું દૂધ ઉત્પાદન મેળવી સ્વનિર્ભર બનવા માટે પશુ ફાળકો સારી ઓલાદનાં દુધાળા પશુઓ રાખી વધુ દૂધ ઉત્પાદન કરવા વૈજ્ઞાનિક અભિગમ અપનાવી રહ્યા છે. તેથી ડેરીઉદ્યોગ ના ક્ષેત્રમાં, સૌથી વધુ દૂધ ઉત્પાદક ભેંસોની ઊંચી જાતિઓની ઓલાદાનો ઝોક હંમેશા પશુપાલકોમાં જોવા મળી રહ્યો છે. , અને સૌથી વધુ દૂધ આપતી ભેંસની જાતિઓ વિશે ચર્ચાઓ થવી સામાન્ય છે. ભારતમાં જોવા મળતી અસંખ્ય જાતિઓમાં, એવી પણ જાતિઓ છે જેમની દૂધની ઉપજ સ્થાનિક જાતિઓ કરતાં નોંધપાત્ર નફો આપે છે. આ જાતિઓ, ઘણીવાર ખેડૂતો દ્વારા લાંબા સમય સુધી ઉછેરવામાં આવે છે, રાજ્ય અને રાષ્ટ્રીય પશુધન મેળાઓમાં,તેમજ સોસિયલ મીડિયા ધ્યાન આકર્ષિત કરે છે, જ્યાં ડેરી દ્વારા અપાતા દૂધ ઉત્પાદકના એવોર્ડ માટે હરીફાઈ કરવામાં પણ આવે છે. આવા મેળાઓમાં ચેમ્પિયન ભેંસ માટે 40 થી 50 લાખ રૂપિયા સુધીની કિંમતો પણ આપણ ને જાણવા મળે છે.
પંજાબની ગૌરવ શાળી નીલી રાવી ભેંસ :
ભારતમાં ખેતીના અનાજના કોઠાર તરીકે ઓળખાતું પંજાબ પશુ પાલન ક્ષેત્રે પણ આગવી ઓળખ ધરાવે છે. પંજાબ દૂધ ઉત્પાદનમાં અબજો રૂપિયાના કારોબાર સાથે ડેરી ઉદ્યોગમાં જાણીતું છે. અહી પશુ પાલન સાથે વેપારમાં સંકળાયેલા સફળ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો અને પશુયાળકોની સંખ્યા વધુ છે. તેમાંથી, નીલી રવિ ભેંસ સૌથી વધુ પ્રખ્યાત જાતિ તરીકે જાણીતી છે. વિયાણ પછી તેનું વેતર 300 દિવસ સુધી સતત દૂધ આપતી ઓલાદ તરીકે જાણીતી છે. નીલી રાવી ભેસ પંજાબના ખેડૂતો દ્વારા અન્ય જાતિઓની તુલનામાં તેની શ્રેષ્ઠ દૂધ ઉપજ માટે પસંદ કરે છે.
ગુજરાતની પ્રખ્યાત મહેસાણી ભેંસ :
ગુજરાતના દૂધ ઉત્પાદન ક્ષેત્રે મહેસાણી ભેંસ ખેડૂતો અને પશુ પાલકોને ખૂબ પસંદ પડી રહી છે. પ્રમાણસર બાંધો ધરાવતી આ ભેસ સુરતી અને મુર્રાહ ના સંસ્કરણ દ્વારા તૈયાર કરવામાં આવેલી સુધારેલી ઓલાદ છે. જે પશુ વધુ દૂધ ઉત્પાદન સાથે લાંબા વેતર સુધી દૂધ આપતી ભેસને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મહેસાણી ભેસ સામાન્ય રીતે એક વેતર દરમ્યાન 1700 થી 2000 લીટર દૂધ આપે છે. તેમજ તેના વેતરનો સમયગાળો લગભગ 300 દિવસ જેટલો લાંબો હોય છે. તેથી ખેડૂતો અને પશુપાલકોની પસંદની ભેંસ ગણવામાં આવે છે.
નિષ્કર્ષ
દૂધ ઉત્પાદન ક્ષેત્રે સારી ઓલાદની ભેસો પશુપાલકોને વધુ નફો રળી આપે છે. જેમાં ગુજરાતની જાફરાબાદી,મહેસાની,મુર્રાહ અને નીલી રાવી ભેસો ખૂબ જાણીતી છે. પશુપાલકો અને ખેડૂતો હવે પશુપાલનમાં પણ વૈજ્ઞાનિક અભિગમ અપનાવી વધુ ઉત્પાદન કરતા પશુઓને સાચવવાની નવીનતમ પધ્ધતિઓ અપનાવી સ્વનિર્ભર બની રહ્યા છે.
આ પણ વાંચો : 200 રૂપિયાનું આ મશીન ખેતરમાં લગાવો, નીલગાય ક્યારેય ખેતર નજીક નહીં આવે