નોકરી & રોજગાર

GSSSB Subordinate Services Class-꠰꠰꠰ 2024 : મિત્રો CBRT મોક ટેસ્ટ શરૂ થઈ ગયો છે, મોક ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો

GSSSB Subordinate Services Class ꠰꠰꠰ 2024
Written by Gujarat Info Hub

GSSSB Subordinate Services Class ꠰꠰꠰ 2024 : નમસ્કાર મિત્રો,જાહેરાત ક્રમાંક 212 /202324 ની  ગ્રુપ : A તથા ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની CBRT પધ્ધતિની કસોટી માટે મોક ટેસ્ટ  પ્રેક્ટિસ કરવા સારું મંડળ દ્વારા સૂચના આપવામાં આવી છે. તમે લિન્ક ઓપન કરીને કસોટીની એક કરતાં વધુ વાર પ્રેક્ટિસ કરી શકશો.  તારીખ 01/04/2024 થી CBRT કસોટી શરૂ થઈ રહી છે ત્યારે કોમ્પ્યુટર ઉપર ટેસ્ટની પ્રેક્ટિસથી આપને ખૂબ ફાયદો થઈ શકશે.

GSSSB Subordinate Services Class-꠰꠰꠰ 2024

આ જાહેરાતનો અરજી કરવાનો સમય 04/01/2024 થી 31/01/2024 દરમ્યાન રાખવામાં આવેલો હતો. અને તેના કોલ લેટર કાઢવાનું પણ શરૂ થઈ ગયેલ હોઈ આપ સૌ મિત્રોએ પરીક્ષાના કોલ લેટર પણ કાઢી દીધા હશે. ગૌણસેવા ભરતી મંડળ દ્વારા  સમયાંતરે સારા સમાચાર મળતા રહે છે.  અને ગુજરાતના નોકરીની ઇચ્છા રાખનાર લાખો ઉમેદવારોએ ઓન લાઇન અરજીઓ પણ કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી સૌથી મોટી ભરતી  હોવાના લીધે ઘણા ઉમેદવારોની નોકરીની ઈચ્છા આ વર્ષે પૂર્ણ થશે. એવી અમારા તરફથી આપને ખૂબ ખૂબ શુભ કામનાઓ પાઠવું છું.

શરૂઆતની જાહેરાતમાં બીજી નવી જગ્યાઓનો ઉમેરો થતાં હવે ભરતીની સંખ્યા 5554 જેટલી થઈ ગઈ છે. મિત્રો આપ સૌ જાણો છો તેમ નોકરીમાં સફળતા મેળવવા માટે પધ્ધતિસરની મહેનત કરવી પડે છે. તેમજ મહેનત કરતી વખતે ઉમેદવારોએ હમેશાં પરીક્ષાના સિલેબસને પણ ધ્યાને રાખવો જોઈએ.   

GSSSB દ્વારા વિવિધ વિભાગો ની 5554 જગ્યાઓ માટે પરીક્ષા માટેનો વિગતવાર કાર્યક્રમ અને પરીક્ષા આપનાર ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ પણ જાહેર થઈ હતી. ત્યારબાદ કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ અને હવે CBRT પધ્ધતિની પ્રેક્ટિસ કરવા મંડળ દ્વારા લિન્ક પણ મૂકવામાં આવતાં ઉમેદવારોને ઘણો ફાયદો થશે.  

મોક ટેસ્ટના ફાયદા  :

GSSSB Subordinate Services Class ꠰꠰꠰ Group A –and Grup B માટે સંયુક્ત પરીક્ષા CBRT પધ્ધતિ મુજબ લેવામાં આવશે તે આપ સૌ મિત્રો જાણતાજ હશો. હવે જ્યારે પરીક્ષા કોમ્પ્યુટર બેઇઝ આપવાની હોય ત્યારે ઉમેદવારોએ કોમ્પ્યુટર પર પરીક્ષાના ઉત્તરો આપવાની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ. અને તેનાથી ઉમેદવારોને ઘણા ફાયદા થઈ શકે છે. ઉમેદવારની જવાબ આપવાની ઝડપ વધશે અને  આત્મ વિશ્વાસમાં વધારો થાય છે. તેમજ પ્રશ્નોના સ્વરૂપનો ખ્યાલ પણ આવી શકશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા ઉમેદવારોના હિત માટે અને તેમની મૂંઝવણ દૂર કરવા અનેક પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારોને CBRT પરીક્ષાની પ્રેક્ટિસ કરી શકે તે માટે આયોજન કરેલ છે. ઉમેદવારો અહીથી લિન્ક ઓપન કરી અનેક વખત CBRT પરીક્ષાની પ્રેક્ટિસ કરી શકશે.

આ પણ વાંચો : Tissue Paper Making Business: માત્ર 300000 ના રોકાણથી શરૂ કરો આ બિઝનેસ અને મહિને કમાઓ લાખો રૂપીયા

મોક ટેસ્ટ આપવાની રીત :

પ્પ્રેક્ટિસ કરવા માટે ઉમેદવારોએ  સૌ પ્રથમ લિન્ક ઓપન કરવાની રહેશે. ત્યારબાદ લોગીન કરવું પડશે લોગીન થતાં જ ઉમેદવારની ફોટાવાળી માહિતી પણ જોવા મળશે. જો લિન્ક ખોલવામાં ઉમેદવારોને કોઈ મુશ્કેલી અથવા ઉમેદવાર ની વિગતો જોવા ના મળેતો  મંડળની હેલ્પ લાઇન દ્વારા કચેરી સમય દરમ્યાન માર્ગદર્શન મેળવી શકશો.   

અગત્યની લિન્ક :

મોક ટેસ્ટ આપવા માટેની લિન્કઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેની લિન્ક અહી ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment