Business Idea

Tissue Paper Making Business: માત્ર 300000 ના રોકાણથી શરૂ કરો આ બિઝનેસ અને મહિને કમાઓ લાખો રૂપીયા

Tissue Paper Making Business
Written by Gujarat Info Hub

Tissue Paper Making Business: મિત્રો અત્યારે સૌ કોઈ નવા વ્યવસાય શોધખોળમાં હોય છે અને તેમાં પણ જો તમને એવો બિઝનેશ આઈડીયા મળી જાય જેનામાં તમે ઓછા રોકાણ અને ટુક સમયમાં સારો નફો કમાઈ શકો તો કોને ના ગમે, તો આજે આપણે અહીં એવા ધંધા વિશે વાત કરવાના છીએ જેમાં તમે માત્ર 3 લાખના નાના રોકાણથી લાખોનો નફો કમાઈ શકો છો. તો ચાલો જાણીએ આ બિઝનેશ આઈડીયા વિશે સંપુર્ણ માહિતી અહિથી.

Tissue Paper Making Business

આજે આપણે જે બિઝનેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે ટિશ્યુ પેપર બનાવવાનો વ્યવસાય છે, તમે ઓછા રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કરીને તમને દર વર્ષે લાખોની આવક મેલવી શકો છો, આ સાથે આ એક જીવનભરનો વ્યવસાય જે 12 મહિના સુધી કોઈપણ સ્ટોપ વિના ચાલી શકે છે. તો મિત્રો કોઈપણ વ્યવસાય નાનો ના સમજીને આ લેખને અંત સુધી વાંચીને તમે આ ધંધાથી લાખો કેવી રીતે કમાઈ શકો તેની માહિતી મેળવી શકશો.

ટિશ્યુ પેપરનો બિઝનેસ એવો છે કે જે 12 મહિના ચાલે છે અને દરેક હોટલ હોય કે કેફે આજના જમાનામાં ટિશ્યુ પેપરનો વપરાસ બહુ જ મોટા પ્રમાણમાં થાય છે. ટીશ્યુ પેપરની ગોઠવણી મહત્વપૂર્ણ છે કારણ કે એકવાર તેનો ઉપયોગ કર્યા પછી તેનો ઉપયોગ થતો નથી, જેનો અર્થ છે કે તમારે તેને વારંવાર ખરીદવું પડશે.

આપણા રોજિંદા જીવનમાં દરેક કાર્યમાં ટિશ્યુ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે તે ખૂબ જ પાતળું હોય છે અને તમે તેની સાથે કોઈપણ કામ કરી શકો છો, પછી તે હાથ પૂછવાનું હોય કે લગ્નમાં પ્લેટ સાફ કરવું. તમે તમારા રોજીદાં કાર્યોમાં પણ તેનો વપરાશ ઘણી વાર કર્યો હશે જેમ કે કારના ડેશબોર્ડની સફાઈની જેમ, બાથરૂમમાં, પ્લેટ સાફ કરવા, હાથ સાફ કરવા તેનો ઉપયોગ થાય છે, તેની સાથે તેનો ઉપયોગ સ્ટડી ટેબલ પર, રસોડામાં અને ઓફિસના કામમાં પણ થાય છે.

જો તમે પણ ટિશ્યુ પેપર બનાવવાનો ધંધો શરૂ કરવા માંગો છો, તો તમે માત્ર ₹300000 રુપીયાના ખર્ચે તેનું મશીન અને તેનો કાચો માલ ખરીદીને આ વ્યવસાય શરૂ કરી શકો છો. આ સાથે, તમે આ ધંધા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન પણ મેળવી શકો છો.

જો તમે આ ધંધામાં એકવાર જામી ગયા ત્યારબાદ તમે જરૂરી લાઈસન્સ મેળવીને આ ધંધાને વધારી શકો છો અને તમારી બ્રાંડ પણ બનાવી શકો છો. .જેના માટે તમારે ઓફલાઈન અને ઓનલાઈન માર્કેટીગની માહિતગાર થવુ પડશે.

આ ધંધામાં કેટલી કમાણી થશે

તમે એક વર્ષમાં લગભગ 1.50 લાખ કિલો ટિશ્યુ પેપર બનાવી શકો છો. આ ટિશ્યુ પેપર અંદાજે 60 રૂપીયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચી શકાય છે. એટલે કે તમે એક વર્ષમાં અંદાજે રૂ. 90 લાખનું ટર્નઓવર કરી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે બધા ખર્ચને જોડી દો તો અંદાજે 78 લાખ રૂપિયાનો ખર્ચ થશે. એટલે કે તમે વાર્ષિક 12 લાખ રૂપિયા બચાવી શકો છો. એટલે કે તમે 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

આ જુઓ:- BOB Personal Loan: બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર ₹100,000 સુધીની લોન ઓફર કરે છે, કેવી રીતે અરજી કરવી

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment