નોકરી & રોજગાર

GETCO Recruitment 2024 : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનમાં,વિદ્યુત સહાયકની 153 જગ્યાઓ માટે ભરતી

Getco Recruitment 2024
Written by Gujarat Info Hub

GETCO Recruitment 2024 : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. વડોદરા દ્વારા વિદ્યુત સહાયક (પ્લાન્ટ એટેન્ડન્ટ) ગ્રેડ 1 ઇલેક્ટ્રીકલ પ્લાન્ટ ઓપરેટરની જગ્યાની ભરતી કરવા માટે  જાહેરાત બહાર પાડવામાં આવી છે. મિત્રો જો તમે જાહેરાત સબંધી લાયકાત ધરાવતા હોતો આ આર્ટીકલ આપના કામનો છે.અમે આપને વિદ્યુત સહાયક માટેની લાયકાત,વય મર્યાદા અને તે માટેની શૈક્ષણિક લાયકાત અને પગાર વિશે આપને જણાવીશું આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

મિત્રો, GETCO એટલેકે ગુજરાત એનર્જી ટ્રાન્સમિસન કોર્પોરેશન વડોદરા દ્વારા વિદ્યુત સહાયક (પ્લાન્ટ ઓપરેટર ) ની 153 જગ્યાઓ માટે ભરતી કરવા સારું માત્ર ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવી છે તેમજ અરજી કરવા માટેનો સમયગાળો તારીખ : 11/03/2024 ના સમય 12.00 કલાકથી તારીખ : 01/04/2024 સાંજના 6.00 કલાક સુધીનો રાખવામાં આવેલો હોઈ અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ કંપનીની વેબ સાઇટ www . getco gujarat .com પર ઓન લાઇન અરજી કરવાની રહેશે.

GETCO Recruitment 2024

ભરતી કરનાર સંસ્થાGETCO
પોસ્ટનું નામવિદ્યુત સહાયક (પ્લાન્ટ એટેન્ડન્ટ)
ભરતી કરવાની સંખ્યા 153
અરજી કરવાની છેલ્લી તારીખ01/04/2024
અરજી ફી500 /250
અરજી કરવાની વેબ સાઇટwww.getcogujarat.com
હેલ્પ લાઈનrecruit.getco@geb mail.com

શૈક્ષણિક લાયકાત :

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનની જગ્યાની લાયકાતની વાત કરવામાં આવેતો ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી રેગ્યુલર ઇલેક્ટ્રિકલ એંજિનિયરનો ડિપ્લોમા છેલ્લા પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં 55 ટકા માર્ક સાથે પાસ કરેલ હોવો જોઈએ.

પગાર ધોરણ :

ઉમેદવારોને માસિક ફિક્સ પગાર નીચેની વિગતે આપવામાં આવશે.

  • પ્રથમ વર્ષે માસિક પગાર રૂપિયા :
  • બીજા વર્ષે માસિક પગાર રૂપિયા :
  • ત્રીજા વર્ષે માસિક પગાર રૂપિયા :

ત્રણ વર્ષ બાદ નિયમોનુસાર નિયમિત પગાર ધોરણ : 26000 -56600  માં સમાવવામાં આવશે.

વય મર્યાદા :

GETCO દ્વારા ઉમેદવારોની વય મર્યાદા તારીખ : 06/03/2024 ના રોજ સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે 35 વર્ષ જ્યારે અનામત સંવર્ગમાં આવતા  ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટ છાટ આપવામાં આવશે. આપ અનામત સંવર્ગમાં ફાળવેલ જગ્યાઓ અને વય મર્યાદા અંગેની વધુ વિગતો જાણવા માટે  સત્તાવાર નોટિફિકેશન જોવા વિનંતી છે.

અરજી ફી :

સામાન્ય સંવર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 500 તેમજ S.C ,S.T. અને દિવ્યાંગ ઉમેદવારો માટે  સંવર્ગના  અરજી ફી રૂપિયા 250 રાખવામાં આવ્યા છે.  ઉમેદવારોએ અરજી ફી માત્ર ઓન લાઇન મોડમાં જ ચૂકવવાની રહેશે તેમજ ભરેલ અરજી ફી કોઈ પણ સંજોમાં પરત મળશે નહી.

પરીક્ષા પધ્ધતિ :

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા વિદ્યુત સહાયક ( પ્લાન્ટ એટેડન્ત વર્ગ 1 ) ની પરીક્ષા બે તબક્કામાં  મુજબ OMR પધ્ધતિથી 100 ગુણ નું એક પ્રશ્ન પત્ર લેવામાં આવશે. તેમજ પ્રથમ પરીક્ષામાં સામાન્ય સંવર્ગના ઉમેદવારોએ 50 ગુણ જ્યારે અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારોએ 45 ગુણ પ્રાપ્ત કરવાના રહેશે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં મેળવેલ ગુણને આધારે બીજા તબક્કાની પરીક્ષામાં ઉમેદવારોને બેસવા દેવામાં આવશે. મિત્રો પરીક્ષા માટેની વધુ વિગતો સહિત અભ્યાસક્રમની વિગતો જોવા માટે જેટકોનું સત્તાવાર નોટિફિકેશન જોવા વિનંતી છે. વધુ માહિતી માટે આપ GETCO ની ઈમેઈલ હેલ્પ લાઇન દ્વારા સંપર્ક કરી શકો છો.  

અગત્યની લિંક્સ :

જાહેરાત જોવા માટે અહી ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહી ક્લિક કરો
આ પણ વાંચો : Forest Guard Answer Key 2024: વન રક્ષક ભરતીની આન્સર કી સામે વાંધા અને સૂચનો માટે સમયગાળો લંબાવાયો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment