નોકરી & રોજગાર

Forest Guard Answer Key 2024: વન રક્ષક ભરતીની આન્સર કી સામે વાંધા અને સૂચનો માટે સમયગાળો લંબાવાયો

Forest Guard Answer Key
Written by Gujarat Info Hub

Gsssb Recruitment Forest Guard Answer Key 2024 : જાહેરાત ક્રમાંક FOREST/202223/1: વન રક્ષક ભરતીની આન્સર કી સામે વાંધા અને સૂચનો માટે સમયગાળો લંબાવાયો

Gsssb Forest Guard Answer Key 2024 : જાહેરાત ક્રમાંક FOREST/202223/1: વન રક્ષક સીધી ભરતી માટેની પરીક્ષા તારીખ 08/02/2024 થી 27/02/2024 દરમ્યાન CBRT (Computer Based Recruitment Test ) પધ્ધતિ થી યોજવામાં આવેલ હતી. તેની આન્સર કી અગાઉ 07/03/2024  ના રોજ જાહેર કરવામાં આવેલ હતી. પરીક્ષાના અંતે વન રક્ષક પરીક્ષાની આન્સર કી તારીખ :07/03/2024 ના રોજ   જાહેર કરવામાં આવેલ હતી. તેમાં આન્સર કી માટેની લિન્ક સાથે મંડળની સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જેમાં ઉમેદવારોને આન્સર કી સબંધી કોઈ પણ વાંધો અથવા સૂચનો હોયતો મંડળને જનાવવાની તારીખ :07/03/2024 થી 17/03/2024 ના સમય 20.00 કલાક સુધી રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

Gsssb Forest Guard Answer Key 2024

વનરક્ષક આન્સર કી વાંધા અને સૂચનો રજૂ કરવાની તારીખ :

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને વન રક્ષક ભરતી માટે આન્સર કી ના વાંધા અને સૂચનો માટેનો સમયગાળો વધારવા માટે જુદા જુદા ઉમેદવારો દ્વારા લેખિત અને ટેલિફોન થી સૂચનાઓ મળતાં આન્સર કી સામેના વાંધા અને સૂચનો માટેનો સમયગાળો વધારવા નિર્ણય લેવાતાં તે સમયગાળો નીચે દર્શાવ્યા મુજબ વધારવામાં આવેલ છે.

મિત્રો આપ વનરક્ષક એટલેકે બીટગાર્ડની લેખિત CBRT પધ્ધતિથી લેવાયેલ લેખિત પરીક્ષા માટે આપણે કોઈ વાંધો કે સૂચનો હોયતો આપ તારીખ : 23/03/2024 ના સમય 23.59 સુધી આપનાં સૂચનો કે વાંધો મંડળને મોકલી શકશો.

આ આન્સર કી સાથે મંડળ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ યથાવત રાખવામાં આવેલ છે.

 Forest Guard Answer Key 2024 :

વન રક્ષક (Forest Guard )વર્ગ :3 ની લેખિત પરીક્ષાની  CBRT પધ્ધતિથી લેવામાં આવેલ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારો અહી આપવામાં આવેલી લિન્ક  ઓપન કરીને તેમને ફાળવેલ નંબર મુજબ પ્રશ્નપત્રની Provisional Answer Key Cum Response Sheet નીચે દર્શાવેલ લિન્ક ઓપન કરીને આન્સર કી ડાઉનલોડ કરી શકશે.

Answer Key ડાઉનલોડ કરવા માટે અહી આપેલ સરળ સ્ટેપ મુજબ લિન્ક ખોલીને તેમને આપવામાં આવેલ 100 ગુણનાં પ્રશ્ન પત્રની આન્સર કી ડાઉનલોડ કરવાની રહેશે.  તેમજ તેની સામે ઉમેદવારોને કોઈ વાંધો અથવા સૂચન હોયતો તે અંગેના આધારા પુરાવાઓ સાથે માત્ર ઓનલાઇન તારીખ 23/03/2024 સમય 23.59 સુધી રજૂ કરી શકશે.

ઉમેદવારોએ વાંધા/ સૂચનો મોકલવાની રીત :

  • પ્રસિધ્ધ કરેલ આન્સર કી સામે ઉમેદવારોને કોઈ વાંધો અથવા સૂચન હોયતો તારીખ : 23/03/2024 ના સમય  23.59 સુધીમાં ઓન લાઇન આધાર પુરાવા સાથે રજૂ કરવાના રહેશે.
  • ઉમેદવારોએ વાંધા/ સૂચન માત્ર ઓન લાઈન મોડમાં મોકલવાના રહેશે અન્ય માધ્યમઓ દ્વારા મોકલેલ વાંધા/સૂચનો સ્વીકારવામાં આવશે નહી.
  • CBRT લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોજ વાંધા/સૂચન મોકલી શકશે.
  • ઉમેદવારો એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા /સૂચન મંડળને ઓન લાઈન મોકલી શકશે.
  • ઉમેદવારોએ પોતાની Provisional Answer Key Cum Response Sheet માં દર્શાવેલ પ્રશ્નની આઈડી મુજબ (Question Id ) વાંધા સૂચન ઓન લાઇન રજૂ કરી કરવાના રહેશે.

વાંધા/ સૂચન માટે મોકલવા માટે અનુસરવાનાં સ્ટેપ :

  • સૌ પ્રથમ ઉમેદવારોએ વાંધા સૂચન મોકલવા માટેની લીંક પર ક્લીક કરી કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ અને ઈમેજમાં આપેલ  ટેક્સ(કેપ્ચા કોડ ) ટાઈપ કરી લોગીન થવાનું રહેશે.
  • લોગીન થયા પછી એક નવી સ્ક્રીન ખુલશે જેમાં મથાળે Application Details,  Provisional Answer Key અને objection Form દેખાશે જેમાં  Provisional Answer Key પર ક્લીક કરવાથી પ્રોવિઝનલ Answer Key Cum Response Sheet ઓપન કરી શકાશે.
  • હવે ડાઉનલોડ કરવા માટે Click Here પર ક્લીક કરવાથી આન્સર કી Answer Key ઉમેદવારની ડિવાઈસમાં સેવ થઈ જશે,ઉમેદવારો ઇચ્છે તો તેની પ્રિન્ટ પણ કાઢી શકશે.

અગત્યની લિંક્સ :

મંડળનું સત્તાવાર નોટિફિફેશન જોવા માટેઅહી ક્લીક કરો
આન્સર કી,રીસ્પોન્સ સીટ ડાઉનલોડ કરવા માટે માટેઅહી ક્લીક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લીક કરો

મિત્રો,વનરક્ષકની લેખિત પરીક્ષા માટે વાંધા સૂચનો મોકલવા  માટે મંડળ દ્વારા સમયગાળો લંબાવવામાં આવ્યો છે.આપને આ માટે વધુ માર્ગદર્શનની જરૂર હોયતો સત્તાવાર નોટિફિકેશન જોઈ લેવા વિનતિ છે. આપ મંડળ ની વેબ સાઇટ અથવા કચેરીનો રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment