નોકરી & રોજગાર

Gujarat Police Bharti 2024 : પોલીસ ભરતી માટે ઉમેદવારી ફોર્મ ભરનાર ઉમેદવારો,ભરતી બોર્ડની આ સૂચનાઓ પણ વાંચી લેજો

Gujarat Police Bharti 2024
Written by Gujarat Info Hub

Gujarat Police Bharti 2024 : ગુજરાત પોલીસ ભરતી માટે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ જાહેરાતના અનુસંધાને ભરતી બોર્ડ દ્વારા સમયાંતરે કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે. તારીખ 04/04/2024 થી ઉમેદવારો માટે અરજી કરવાનું પોર્ટલ શરૂ થઈ શકે તેમાં હોઈ ઉમેદવારોએ Police Bharti Gujarat તરફથી મળેલી સૂચનાઓનો કાળજી પૂર્વક વાંચી લીધા પછીજ ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવા વિનંતી છે.

Gujarat Police Bharti 2024

મિત્રો આપ સૌ મિત્રો ઘણા સમયથી પોલીસ ભરતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.કેમકે પોલીસ ભરતી એ ગુજરાત સરકાર દ્વારા થનાર સૌથી મોટી ભરતી હોઈ સૌ મિત્રો તેની તૈયારીમાં લાગી ગયા હતા. આવતીકાલે એટલેકે તારીખ 04/04/2024 ના રોજ બપોરના 15.00 કલાક થી 30/04/2024 રાત્રીના 23.59 કલાક સુધી ઉમેદવારો ઓન લાઇન ફોર્મ માત્ર ઓન લાઈન ojas પોર્ટલ મારફત ભરી શકશે.

પોલીસ ભરતી ઓન લાઈન અરજી

  • પોલીસ ભારતીના તમામ સંવર્ગ માટે અરજી કરવા માટે https ://Gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારોએ ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષાની માર્કસીટ મુજબ પોતાનું નામ, અટક વગેરે વિગતો અરજી ફોર્મમાં ભરવાની રહેશે.અને તે જ માર્કસીટ અપલોડ કરવાની રહેશે.
  • જો ઉમેદવાર PSI પોલીસ સબ ઈન્સ્પેકટરમાં અરજી કરવા માગતા હોયતો On Line Application માં PSI Cadre પસંદ કરવાનું રહેશે. જો તમે લોક રક્ષક કેડર માં અરજી કરવા માગતા હોતો On Line Application માં Lok Rakshak પસંદ કરવાનું રહેશે. જો તમે PSI અને Lok Rakshak બંનેમાં અરજી કરવા માગો છો તો On Line Application Both (PSI +LRd ) પસંદ કરવાનું રહેશે.

શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા :

મિત્રો ઉમેદવારોની લાયકાત અને જરૂરી પ્રમાણપત્રો અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલાં હોવાં જોઈશે.તેમજ વય મર્યાદાની વાત કરવામાં આવેતો ઉમેદવારોની વય પોલીસ ઈન્સ્પેકટરના ઉમેદવારો માટે 21 થી 35 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે LRD માટે વય મર્યાદા 18 થી 33 વર્ષ રાખવામાં આવી છે. અનામત સંવર્ગમાં સમાવેશ થયેલ ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમોને આધીન ઉપલી વય મર્યાદામાં છૂટ છાટ મળવા પાત્ર થશે.

શારીરીક ધોરણો :

પોલીસ ભરતી માટે ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ શારીરિક ધોરણો અનુસારના માપ દંડ ધરાવતા હોવા જોઈએ.

પરીક્ષા ફી :

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સામાન્ય ઉમેદવારોમાટે PSI કે કેડરના ઉમેદવાર માટે 100 રૂપિયા LRD ભરતીના ઉમેદવાર માટે 100 તથા PSI અને LRD ભરતી માટેના ઉમેદવાર માટે 200 રૂપિયા + બેંક ચાર્જ ઉમેદવારોએ ભરવાનો રહેશે. અનામત સંવર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની નથી.

ઉમેદવારોએ પોતાની અરજી કન્ફર્મ થયા બાદ ફી ભરવા માટે SBIepay નું પેજ ખૂલે તેમાં કયા મોડથી ફી ભરવાની છે તે માહીતી આવશે તેમાં (1)UPI (2) Internet Banking (3) Debit /Credit / Prepaid card જેવાં ઓબ્સન દેખાશે Debit /Credit / Prepaid card થી ફી ભરવા માટે માત્ર Rupay Debit Card કાર્ડથીજ ફી ભરી શકાશે. અન્ય કોઈ કાર્ડથી ફી ભરી શકશે નહી.

અન્ય સૂચનાઓ  :

ગુજરાત રાજ્ય ભરતી બોર્ડ માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો માટેની સૂચનાઓ તથા અનામત સંવર્ગના લાભ માટે ગુજરાત રાજ્યના ઉમેદવારો વિશે અને શૈક્ષણિક લાયકાત સબંધિત સૂચનાઓ ઉમેદવારોના હિતમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે.

પોલીસ ભરતી બોર્ડના સચિવ હાસમુખભાઈ પટેલે એક ટ્વીટ કરીને માહિતી આપી છે કે પોલીસ ભરતીની આ પરીક્ષા લેખિત (ઓફ લાઇન ) લેવામાં આવશે.

ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે સૌ પ્રથમ પોલીસ ભરતી બોર્ડની તમામ સૂચનાઓની પ્રિન્ટ કાઢી લેવી કાળજી પૂર્વક વાંચવી અને પછીજ એ મુજબ અરજી ફોર્મ ભરવાનું રાખવું. જેથી કોઈ ભૂલ રહેવા ના પામે અને સરળતા રહે.

અગત્યની લિન્ક :

અરજી કરવા માટેની લિન્ક અહી ક્લિક કરો
ઉમેદવારો માટેની નવી જાહેર કરાયેલ સૂચનાઓ વાંચવા અહી ક્લિક કરો
ભરતીનું વિગતવાર નોટિફિકેશન વાંચવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો
આ પણ વાંચો : GSSSB Subordinate Services Class-꠰꠰꠰ 2024 : મિત્રો CBRT મોક ટેસ્ટ શરૂ થઈ ગયો છે, મોક ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment